ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / કેનેડામાં અભ્યાસ અર્થે જનારા ભારતીય સ્ટુડન્ટ્સ, જો-જો છેતરાઇ ના જાઓ

NRI / કેનેડામાં અભ્યાસ અર્થે જનારા ભારતીય સ્ટુડન્ટ્સ, જો-જો છેતરાઇ ના જાઓ

Published By: Vidhata Gothi

Last Updated: 12:19 PM, 11 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canada Fake College Identification Tips: વિદેશમાં અભ્યાસ માટે ભારતીયોની પહેલી પસંદ કેનેડા છે. તેની ટોપ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનું ભારતીય યુવાનોનું સપનું હોય છે. પરંતુ કેનેડામાં ફેક કોલેજોનું એક નેટવર્ક ચાલી રહ્યું છે, જેમાં વિદ્યાર્થીઓને જાળમાં ફસાવીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવે છે.

ADVERTISEMENT

Canada Fake College Identification: ભારતીય યુવાનોમાં વિદેશમાં અભ્યાસ માટે કેનેડા સૌથી વધારે લોકપ્રિય છે. દર વર્ષે હજારો ભારતીયો કેનેડા અભ્યાસ માટે જતા હોય છે. કેનેડા તેની ટોપ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી માટે જાણીતું છે. અહીં સારા અભ્યાસની સાથે જ નોકરીની તકો પણ મળી રહે છે. એવામાં હવે સામે આવ્યું છે કે કેનેડામાં નકલી કોલેજોનું નેટવર્ક સામે આવ્યું છે. નકલી કોલેજો વિદ્યાર્થીઓને લલચાવે છે અને તેમની સાથે છેતરપીંડી કરે છે.

કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજી અને સિટિઝનશીપ (IRCC) ડીપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2024માં 10,000થી વધારે નકલી અથવા શંકાસ્પદ એડમિશન ઓફર લેટર્સ મળી આવ્યા. જે કોલેજો વિદેશી વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટે અધિકૃત નથી એવી કોલેજો દ્વારા આ ફેક એડમિશન લેટર્સ જારી કરવામાં આવ્યા હતા. આ નકલી લેટર્સ દ્વારા વિષયાર્થીઓને સાથે અબજો રૂપિયાની છેતરપીંડી કરવામાં આવી. માહિતી પ્રમાણે, 20,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓએ જે કોલેજમાં એડમિશન લીધું હતું, તેમણે ત્યાં અભ્યાસ કર્યો ન હતો. ત્યારે હવે સવાલ એ ઊભો થાય છે કે કેવી રીતે ચેક કરવું કે કેનેડામાં જે કોલેજમાં એડમિશન લીધું છે એ નકલી તો નથી ને? કેવી રીતે ચેક કરવું કે કોલેજ નકલી તો નથી?

vtv app promotion

કેનેડામાં નકલી કોલેજોને કેવી રીતે ઓળખવી?

  • DLI લિસ્ટ ચેક કરો - કેનેડામાં ફક્ત ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટીટયુટ (DLIs) જ વિદેશી વિદ્યાર્થીઓને એડમિશન આપી શકે છે. એટલા માટે IRCC વેબસાઇટ પર જઈને ચેક કરો કે જે કોલેજમાં એડમિશન લો છો એ કોલેજ DLI લિસ્ટમાં છે કે નહીં.
  • પ્રોવિન્સલ રજિસ્ટર ચેક કરો - સ્કુલનું લાયસન્સ ચેક કરવા માટે જે-તે પ્રાંતની જાહેર કોલેજ રજિસ્ટ્રીનો ઉપયોગ કરો, જેમ કે ઑન્ટારિયોમાં કોલેજ હોય તો ઑન્ટારિયો પબ્લિક રજિસ્ટર ચેક કરો.
  • કોલેજ/યુનિવર્સિટીનો કોન્ટેક્ટ કરો - સરકારી વેબસાઇટ પર આપેલી કોન્ટેક્ટ ડીટેલ્સ પર કૉલ કરો અથવા ઇમેઇલ કરો. એજન્ટ દ્વારા આ ઇમેઇલ કે કૉલ ન કરાવો. આમ કરીને કોલેજની અધિકૃતતા ચેક કરો.
  • એડમિશન લેટર ચેક કરો - કોલેજ તરફથી આપવામાં આવેલો એડમિશન લેટર ચેક કરો, તેમાં નામ, કોર્સ, કોર્સ શરૂ થવાની તારીખ, DLI નંબર અને ચેક કરી શકાય તેવી વિગતો ચેક કરો કે બધું સાચું છે કે નહીં.
  • એજન્ટની વિગતો ચેક કરો - એજન્ટ દ્વારા કેનેડામાં એડ્મિશન લીધું હોય તો છે કરો કે ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ પાસે કોલેજ ઓફ ઇમિગ્રેશન એન્ડ સિટીઝનશિપ કન્સલ્ટન્ટ્સ (CICC)નું લાઇસન્સ છે કે નહીં.
  • ગૂગલ કરો - કોલેજના નામ સાથે 'ફરિયાદો' કે 'સ્કેમ' જેવા શબ્દો લખીને ગૂગલ પર સર્ચ કરો. જો CBC ન્યૂઝ અથવા ગ્લોબલ ન્યૂઝ પર કોલેજ વિશે કોઈ ફરિયાદ અથવા સ્કેમના ન્યુઝ આર્ટિકલ મળે, તો તાત્કાલિક સાવધાન થઈ જાઓ.

આ પણ વાંચો: કેનેડા જતા પહેલા આટલું અવશ્ય જાણી લેજો, નહીંતર એરપોર્ટથી જ પરત ફરવું પડશે!

જો કેનેડામાં એડમિશન લેવું હોય તો પહેલા આ રીતે કોલેજની વિગતો ચેક કરવી જોઈએ. કેનેડામાં અભ્યાસ કરવામાં લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. તેથી, તમારી સાથે સ્કેમ ન થઈ જાય એ માટે પહેલાથી બધી જ વિગતો ચેક કરી લેવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Study in Canada Canada Fake College Identification Canada Colleges

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ