ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / કેનેડા જતા પહેલા આટલું અવશ્ય જાણી લેજો, નહીંતર એરપોર્ટથી જ પરત ફરવું પડશે!

NRI / કેનેડા જતા પહેલા આટલું અવશ્ય જાણી લેજો, નહીંતર એરપોર્ટથી જ પરત ફરવું પડશે!

Published By: Priyankka Triveddi

Last Updated: 09:19 AM, 10 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canada Work Permit Rules: કેનેડા સરકારે નવો નિયમ જાહેર કર્યો છે જેમાં હવે એરપોર્ટ પર જ નિર્ણય લેવાશે પરમિટ માટેનો.

ADVERTISEMENT

Canada Work Permit Rules: કેનેડાના ઇમિગ્રેશન વિભાગ ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) એ તાજેતરમાં કામચલાઉ નિવાસી દસ્તાવેજો (Temporary Resident Documents) રદ કરવા અંગે નવી ઓપરેશનલ માર્ગદર્શિકા જાહેર કરી છે. આ અંતર્ગત હવે વિદ્યાર્થીઓ અને કામદારોના પરમિટ એરપોર્ટ પર જ રદ થઈ શકે છે. જો તેઓ દેશમાં પ્રવેશ માટેની ચોક્કસ પ્રવેશ શરતો અથવા પાલન આવશ્યકતાઓ પૂર્ણ ન કરતા હોય. IRCC અનુસાર, આ માર્ગદર્શિકા ઇમિગ્રેશન અધિકારીઓને કાનૂની સત્તા આપે છે કે તેઓ વિઝિટર વિઝા, સ્ટડી પરમિટ, વર્ક પરમિટ અથવા ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (eTA) રદ કરી શકે.

નવા નિયમો હેઠળ કયા દસ્તાવેજો પર અસર પડશે?

ઇમિગ્રેશન અને રેફ્યુજી પ્રોટેક્શન રેગ્યુલેશન્સ (IRPR) માં સુધારાઓ કરીને નવા વિભાગો ઉમેરાયા છે. જેમાં Discretionary and Automatic Cancellationsની સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી છે. ખાસ કરીને સ્ટડી પરમિટ માટે કલમ 222.7-222.8 અને વર્ક પરમિટ માટે કલમ 209.01-209.02 ઉમેરાઈ છે. આ મુજબ જો પરમિટ ભૂલથી જારી થયું હોય અથવા પરમિટ ધારક હવે જરૂરી માપદંડોને પૂર્ણ ન કરે,તો IRCC તેને રદ કરી શકે છે. વધુમાં જો વિદ્યાર્થી કે કામદારોનું મૃત્યુ થાય અથવા કાયમી રહેઠાણ (Permanent Residency) મળી જાય તો તેમનું પરમિટ આપમેળે રદ ગણાશે.

આ પણ વાંચો: વિદેશી વિદ્યાર્થીઓ પર બ્રેક, H-1B ધારકોને ફાયદો, કેનેડાના નવા નિર્ણયની ભારતીયો પર શું અસર થશે?

vtv app promotion

વિદ્યાર્થીઓ અને કામદારોને શું ધ્યાનમાં રાખવું જરૂરી છે?

જો કોઈ વિદ્યાર્થી ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂશન (DLI) એટલે કે એવી કોલેજ કે યુનિવર્સિટી જે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે અધિકૃત છે માં અભ્યાસ કરે છે પરંતુ તે IRCCના નિયમોનું પાલન ન કરે, તો તેની સ્ટડી પરમિટ રદ થઈ શકે છે. તેવી જ રીતે, જો કોઈ કામદાર કેનેડિયન કંપનીમાં નોકરી કરે છે અને તે કંપની ઇમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન કરે છે. તો વર્ક પરમિટ પણ રદ થશે. IRCCનું કહેવું છે કે આ નવો નિયમ કેનેડાની ઇમિગ્રેશન પ્રક્રિયાને વધુ પારદર્શક અને જવાબદાર બનાવવાનો હેતુ ધરાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Study Permit Canada Immigration Work Permit

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ