ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / વિદેશી વિદ્યાર્થીઓ પર બ્રેક, H-1B ધારકોને ફાયદો, કેનેડાના નવા નિર્ણયની ભારતીયો પર શું અસર થશે?

NRI / વિદેશી વિદ્યાર્થીઓ પર બ્રેક, H-1B ધારકોને ફાયદો, કેનેડાના નવા નિર્ણયની ભારતીયો પર શું અસર થશે?

Published By: Pravin Joshi

Last Updated: 07:23 PM, 6 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કનેડાએ વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશમાં મોટો ઘટાડો અને H-1B ટેલેન્ટ માટે ફાસ્ટ-એન્ટ્રીનો માર્ગ જાહેર કર્યો છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે પડકાર વધશે, પરંતુ ભારતીય પ્રોફેશનલ્સ માટે તકો વધશે.

ADVERTISEMENT

કનેડા તેની ઇમિગ્રેશન નીતિમાં દાયકા બાદ સૌથી મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. સરકારે 2026થી વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશમાં લગભગ 25 થી 32 ટકા સુધી ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં ભારતીય વિદ્યાર્થીઓનો પણ મોટી સંખ્યામાં સમાવેશ થાય છે. બીજી તરફ પ્રતિભાશાળી યુવાઓને આકર્ષવા માટે H-1B વિઝા ધારકો અને આંતરરાષ્ટ્રીય સંશોધકો માટે ફાસ્ટ-એન્ટ્રી રૂટ શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે.

canadada

પ્રધાનમંત્રી માર્ક કાર્નીની નવી સરકાર દ્વારા રજૂ કરાયેલા પ્રથમ બજેટમાં 1.2 બિલિયન ડોલરના વિશાળ ફંડ સાથે 1,000થી વધુ હાઈ-સ્કિલ પ્રોફેશનલ્સને ઇન્ડસ્ટ્રીમાં લાવવાનો મોટો વિજન રજૂ કર્યો છે. અમેરિકામાં H-1B ફી વધારાથી અનેક પ્રોફેશનલ્સ અનિશ્ચિત પરિસ્થિતિમાં છે, આવી વખતે કનેડાનો આ પગલું વૈશ્વિક પ્રતિભાને પોતાની તરફ આકર્ષશે.

student-visa-2

સરકારે નક્કી કરેલી નવી નીતિ મુજબ 2026થી 2028 સુધી દર વર્ષે માત્ર 3.8 લાખ સ્થાયી નિવાસીઓને જ સ્વીકારવાનું રહેશે. જ્યારે અસ્થાયી નિવાસીઓની સંખ્યામાં 40 ટકા સુધી ઘટાડો થશે. એ સાથે 2026માં સ્ટડી પરમિટને 1.55 લાખ સુધી અને 2027-28માં 1.50 લાખ સુધી સમેટવામાં આવશે એટલે કે અગાઉની યોજના કરતાં લગભગ અડધા.

students

વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે તો ભાડાના મકાનોની માંગ ઘટી શકે અને વેતન વધવાની સંભાવનાઓ પણ વધી શકે એવી વિશ્લેષકોની માન્યતા છે. તેમ છતાં યુનિવર્સિટીઝ કનેડા માને છે કે આ પગલું ટેલેન્ટ-બેઝ્ડ અર્થતંત્ર માટે પડકારરૂપ બની શકે.

આ પણ વાંચો : બધું જ પરફેક્ટ, તો પછી અમેરિકાના વિઝા કેમ રિજેક્ટ કરાય છે? આ છે અસલી કારણ

ભારત માટે ખાસ કરીને આ ફેરફારો સ્ટડી વિઝા મેળવવામાં કડકાઇ વધારશે, પરંતુ H-1B પ્રોફેશનલ્સ માટે કનેડામાં નવિન તકો ઊભી કરશે એટલે કે કનેડાની આ નવી દિશા ભારતીયો માટે મિશ્ર અસર લાવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CanadaStudentVisa CanadaImmigration VisaPolicyChanges

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ