ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / બધું જ પરફેક્ટ, તો પછી અમેરિકાના વિઝા કેમ રિજેક્ટ કરાય છે? આ છે અસલી કારણ

NRI / બધું જ પરફેક્ટ, તો પછી અમેરિકાના વિઝા કેમ રિજેક્ટ કરાય છે? આ છે અસલી કારણ

Published By: Nidhi Panchal

Last Updated: 12:43 PM, 3 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા વિદ્યાર્થીઓના સપના હોય છે કે તેઓ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરે પરંતુ કેટલીક વાર બધા દસ્તાવેજો યોગ્ય હોવા છતાં પણ US સ્ટુડન્ટ વિઝા નકારી દેવામાં આવે છે. શું તમે જાણો છો કેમ આવું બને છે? ચાલો, આ રહસ્યને સરળ ભાષામાં સમજીએ.

ADVERTISEMENT

દર વર્ષે લાખો ભારતીય વિદ્યાર્થીઓ યુનાઇટેડ સ્ટેટ્સ (US)માં અભ્યાસ માટે જાય છે. હાલના આંકડા મુજબ, ૩ લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ USમાં અભ્યાસ કરી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓને USની યુનિવર્સિટીમાં પ્રવેશ મળી જાય છે, પરંતુ સૌથી મોટો પડકાર હોય છે વિદ્યાર્થી વિઝા મેળવવાનો. ક્યારેક બધા દસ્તાવેજો પુરા હોવા છતાં વિઝા નકારવામાં આવે છે. ઘણા વિદ્યાર્થીઓ માટે આ ખુબ જ નિરાશાજનક ક્ષણ બની જાય છે. તેઓ વિચાર કરે છે કે “જ્યારે બધું બરોબર છે, તો વિઝા કેમ ન મળ્યા?” હકીકતમાં, તેના પાછળનું મુખ્ય કારણ છે US ઇમિગ્રેશન એન્ડ નૅશનલિટી ઍક્ટની કલમ 214(b).

student-visa-2

કલમ 214(b) શું કહે છે?

આ કલમ ખાસ કરીને એફ-1 (F-1) સ્ટુડન્ટ વિઝા જેવા નોન-ઇમિગ્રન્ટ વિઝા પર લાગુ પડે છે. જો તમારા વિઝા આ કલમ હેઠળ નકારવામાં આવે છે, તો તેનો અર્થ એ છે કે કોન્સ્યુલર ઓફિસરને એવું લાગ્યું કે તમે વિઝાની જરૂરિયાતોને પૂરી કરતા નથી ખાસ કરીને, કે તમે તમારા અભ્યાસ બાદ તમારા વતન પરત ફરશો તેની ખાતરી નથી. સરળ ભાષામાં કહીએ તો, અધિકારીને તમારા વતન સાથેના મજબૂત સંબંધોના પૂરતા પુરાવા મળ્યા નથી.

visa-simple_0

“મજબૂત સંબંધો” એટલે શું?

  • મજબૂત સંબંધોનો અર્થ છે એવું જોડાણો જે તમને તમારા દેશ સાથે બાંધીને રાખે છે. આમાં સમાવિષ્ટ છે
  • કૌટુંબિક જવાબદારીઓ અને સંબંધો (માતા-પિતા, ભાઈ-બહેન, પરિવારમાં જવાબદારી)
  • નોખરી કે ચાલુ અભ્યાસ તમારા દેશમાં
  • મિલકત અથવા નાણાકીય પ્રતિબદ્ધતાઓ
  • સ્થાનિક સમુદાયમાં જોડાણ અથવા સામાજિક કાર્ય
  • કોન્સ્યુલર અધિકારી દરેક વિદ્યાર્થીની સ્થિતિ જોઈને નક્કી કરે છે કે તે વિદ્યાર્થી ખરેખર પરત ફરશે કે નહીં.

શું 214(b) અસ્વીકાર કાયમી છે?

જો તમારો વિઝા કલમ 214(b) હેઠળ નકારવામાં આવ્યો હોય, તો એ કાયમી અસ્વીકાર નથી. તે ફક્ત એ ખાસ અરજી માટે છે. તમે ફરીથી અરજી કરી શકો છો, ખાસ કરીને જો તમારા પરિસ્થિતિઓ બદલાઈ હોય અને તમે તમારા વતન સાથેના મજબૂત જોડાણો સાબિત કરી શકો છો.

vtv app promotion

કેવી રીતે તમારી અરજી મજબૂત બનાવવી?

જો તમારી અરજી નકારી દેવામાં આવી હોય, તો કોઈ અપીલ પ્રક્રિયા નથી. પરંતુ તમે ફરીથી અરજી કરી શકો છો.નવા વિઝા માટે ફી ચૂકવીને ઇન્ટરવ્યૂ આપવો પડે છે. ઇન્ટરવ્યૂ દરમિયાન તમે બતાવી શકો કે હવે તમારી પરિસ્થિતિ કેવી રીતે સુધરી છે જેમ કે મિલકતના દસ્તાવેજો, પરિવારની જવાબદારીઓ , નોખરી કે વ્યવસાયનો પુરાવો

આ પણ વાંચો : યુએસ વિઝા માટેની અરજીને લઇ મોટા સમાચાર, શું ભારતીયોને થશે ફાયદો?

આ પુરાવાઓ બતાવે છે કે તમારું મન પોતાના દેશ સાથે જોડાયેલું છે અને તમે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પાછા ફરશો. અમેરિકામાં અભ્યાસ કરવું સપનું છે પણ વિઝા મેળવવા માટે વિશ્વાસ અને પુરાવા બંને જરૂરી છે. સાચી તૈયારી, સ્પષ્ટ જવાબો અને તમારા વતન સાથેના સંબંધો બતાવી શકશો તો 214(b) જેવી અડચણ પણ દૂર થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

F1 visa 214(b) rejection US student visa

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ