બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / ટેક અને ઓટો / કેટલા કિ.મી બાદ બાઈકની સર્વિસ કરાવવી જોઈએ? જાણી લો, નહીંતર ખખડતા વાર નહીં લાગે!

ઓટો / કેટલા કિ.મી બાદ બાઈકની સર્વિસ કરાવવી જોઈએ? જાણી લો, નહીંતર ખખડતા વાર નહીં લાગે!

Bijal Vyas

Last Updated: 12:22 PM, 10 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાઇક ભલે ગમે તેટલી પ્રીમિયમ અને એડવાન્સ ફીચર્સવાળી કેમ ના હોય તેમની સર્વિસ ના કરાવો તો એન્જીનની પરફોર્મેન્સ ખરાબ થઇ શકે છે, સાથે બાઇકની માઇલેજ પણ ઘટી શકે છે.

બાઇક ભલે ગમે તેટલી પ્રીમિયમ અને એડવાન્સ ફીચર્સવાળી કેમ ના હોય તેમની સર્વિસ ના કરાવો તો એન્જીનની પરફોર્મેન્સ ખરાબ થઇ શકે છે, સાથે બાઇકની માઇલેજ પણ ઘટી શકે છે. જો કે સવાલ એ છે કે બાઇકની સર્વિસ કેટલા સમયમાં કરાવવી જોઇએ, જેનાથી બાઇકને લઇ કોઇપણ પ્રકારની પરેશાની નહીં થાય.

કેટલા સમયમાં કરાવવી જોઇએ બાઇક સર્વિસ

સમાન્ય રીતે નવી બાઇકની પહેલી સર્વિસ 500 થી 1,000 કિલોમીટર કે 35 થી 45 દિવસોની અંદર કરાવવી જોઇએ. ત્યાર બાદ આગળની સર્વિસ 3,000–4,000 કિલોમીટર અને 6,000 કિલોમીટર સુધી કરાવી શકાય છે. બાઇકને લઇ આ જાણકારી બાઇક બનાવનારી કંપનીની સર્વિસ બુકમાં આપવામાં આવે છે, જેને ફોલો કરી શકાય છે.

bike-service-1

સર્વિસ બાઇક ચલાવવા પર નિર્ભર

જો કે બાઇકની સર્વિસ ઘણી હદ સુધી બાઇક ચલાવવા પર આધાર રાખે છે. જો બાઇકનો ઉપયોગ રોજીંદા છે તો દર 2–3 મહિનામાં કે 2,500–3,000 કિલોમીટરની અંતરગત સર્વિસ કરવાની સલાહ આપી છે. જો તમારી પાસે પણ બાઇક છે પરંતુ તમે તેનો ઉપયોગ ઓછો કરતા હોય તો તમે 6 મહિનામાં એકવાર બાઇકની સર્વિસ કરાવી શકો છો.

બાઇક સર્વિસના ફાયદા

બાઇક સર્વિસ દરમિયાન એન્જિન ઓઇલ બદલવુ, ચેનની સફાઇ અને લુબ્રિકેશન, બ્રેક ચેક કરવી, ટાયર પ્રેશર અને એર ફિલ્ટરની તપાસ કરવામાં આવે છે. આમ સર્વિસ કરાવવાથી બાઇક સ્મૂદ ચાલે છે, માઇલેજ સારી રહે છે, અચાનક બંધ થવાની કે કોઇ સમસ્યા આવવાની સંભાવના ઓછી રહે છે. સમય પર સર્વિસ કરાવવા માટે બાઇકની લાઇફ વધે છે અને મોટા રિપેયરથી બચાવી શકાય છે. જો તમે સારી કન્ડિશનમાં બાઇક ચલાવો છો તો સુરક્ષા બનેલી રહે છે. ખાસ કરીને બ્રેક અને ટાયર સારા રહેવા પર એક્સિડેન્ટનો ખતરો ઓછો હોય છે.

bike-service-final

સર્વિસ ના કરવવાના નુકસાન

જો તમે બાઇક ચલાવો છો તો સર્વિંસિંગને એક ઝંઝંટ માન્યા વિના તમારે તેનું નુકસાન સમજવું પણ જરુરી છે. લાંબા સમય સુધી સર્વિસ ના કરાવવાથી બાઇકનું એન્જિન અને ઓઇલને ખરાબ થઇ શકે છે, જેનાથી એન્જિન પર નકારાત્મક અસર પડે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Auto Tips bike servicing Bike Maintenance Tips
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ