ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / check before buy any online products

સાવધાન / મોબાઇલ સહિતની પ્રોડક્ટસ ઓનલાઇન ખરીદતા પહેલા આટલું ધ્યાનમાં રાખો

Published By: Kavan

Last Updated: 10:31 PM, 2 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇ-કોમર્સ સાઇટ્સ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ફેસ્ટિવલ સિઝન સેલ ચાલી રહ્યું છે.દિવાળી પહેલા ગ્રાહકોને આકર્ષવા આગામી દિવસોમાં પણ સેલ આવી શકે છે. બંને સાઇટ્સ પર મોબાઇલ,ઇલેક્ટ્રોનિકસ સહિતની ઢગલાબંધ ચીજો પર ડિસ્કાઉન્ટ સહિતની અનેક ઓફર મળી રહી છે.

ADVERTISEMENT

  • ઇ-કોમર્સ સાઇટ્સ પરથી વસ્તુ ખરીદતા પહેલા રહો સાવધાન
  • પ્રોડ્કટની ખરીદી સાથે ડિલરના પણ જાણો રેટિંગ

મંદીની વાતો વચ્ચે લોકો પણ ધુમ ખરીદી કરી રહ્યા છે. એક અહેવાલ અનુસાર સેલના પ્રથમ 36 કલાકમાં ફકત એમેઝોન પર 750 કરોડના મોબાઇલ વેચાયા હતા.એમેઝોન અને ફલીપકાર્ટ રેપ્યુટેડ ઇ-કોમર્સ સાઇટ છે તેમ છતાં ઓનલાઇન ખરીદીમાં કેટલીક સાવચેતી રાખવી જરુરી છે. ઘણીવાર મોબાઇલની કિંમત વધારે હોય છે અને તેમાં ડિસ્કાઉન્ટ આપવાનો દાવો કરવામાં આવે છે. 

કંપની અંગે પહેલા કરવી જોઇએ તપાસ 

હકીકતમાં ગ્રાહકોને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર કોઈ છૂટ નથી મળતી. મોબાઇલ સહિતના ડિવાઇસનના ફિચર્સ જે તે કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર જોઇ લેવા જોઇએ. ઘણી વખત ઇ-કોમર્સ સાઇટ ડિવાઇસ અંગે વિશે ખોટી માહિતી આપવામાં આવતી હોવાની ફરિયાદો પણ ઉઠતી હોય છે. બીજી મહત્વની બાબત એ છે કે આ કંપનીઓ ડાયરેકટ કોઇ વસ્તું તમને
વેચતી નથી.તેની સાથે સંકળાયેલા ડિલર્સ તે વેચે છે. ઇ-કોમર્સ સાઇટ તેમને ઓનલાઇન વેચાણનું પ્લેટફોર્મ પુરું પાડે છે. 

પ્રોડક્ટની સાથે ડિલર અંગે પણ જોવા રિવ્યુ

તેથી પ્રોડકટસની જેમ ડિલર અંગે પણ રિવ્યું જોઇ લેવા જોઇએ જયારે ઓનલાઇન પેમેન્ટ કરવાનું હોય ત્યારે વેબસાઇટના URL માં ચોક્કસપણે https છે કે કેમ તે કન્ફર્મ કરો,અને તે પણ જુઓ કે તેમાં કોઈ લોકનું સિમ્બોલ છે કે કેમ. ફ્રોડ કરવા માટે બનાવેલી બોગસ વેબસાઇટથી પેમેન્ટ ન થાય તેનું ધ્યાન રાખવું જરુરી છે.ઓનલાઇન ખરીદી તમે વારંવાર કરતાં હોવ તો જે તે ઇ-કોમર્સ સાઇટની એપ ગુગલ કે એપલના એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરવી જોઇએ.

વોરંટી ખાસ ચકાસવી 

કોઈપણ પ્રોડકટ પર ગમે તેટલું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હોય તો પણ તેની કિંમત અલગ અલગ વેબસાઇટ પર જોઇ લેવી જોઇએ.શક્ય છે કે તમને તે પ્રોડક્ટ વધુ સસ્તી પણ મળી શકે.મોબાઇલ સહિત કોઇપણ પ્રોડકટ ખરીદતા પહેલા તેની વોરન્ટી પણ ચેક કરો.

વોરંટીની શરતો પણ કાળજીપૂર્વક વાંચો.વોરન્ટી સેલરે આપેલી છે કે પ્રોડકટ બનાવનાર કંપનીએ તે પણ જોવું જરુરી છે.સામાન્ય રીતે ઇ-કોમર્સ વેબસાઇટ પર રિટર્ન પોલિસી હોય છે.એટલે કે તમને કોઇ ચીજ ખરીદ્યા પછી ન ગમે તો રિટર્ન કરી શકો છો.તેમ છતાં દરેક પ્રોડકટ રિટર્ન કરી શકાતી નથી.તેથી ઓર્ડર આપતા પહેલા તે પણ જાણી લેવું જરુરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

online products ઇ-કોમર્સ એમેઝોન ડિસ્કાઉન્ટ દિવાળી ફ્લિપકાર્ટ મોબાઇલ Be aware

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ