ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:34 PM, 28 September 2025
ADVERTISEMENT
જ્યારથી એપલ આઈફોન 17 પ્રો મેક્સ લોન્ચ થયો છે ત્યારથી જ તેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અનેક લોકોનું માનવું છે કે, આઈફોનથી પર્સનાલિટી સારી પડે છે. આથી લોકો તેને ખરીદવા પ્રયાસ પણ કરતા હોય છે. પણ આ ફોન મોંઘો હોવાથી અનેક લોકોનું આઈફોન ખરીદવાનું સપનું એ સપનું જ રહી જાય છે. પણ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક છોકરી આ ફોન ખરીદવા માટે દાન માંગી રહી છે.
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશના લખીમપુરની રહેવાસી "બ્યુટી ક્વીન" માહી સિંહ વીડિયો બનાવી તેના ફોલોઅર્સ પાસે એક કે બે રૂપિયાનું દાન માંગી રહી છે. આ ફોનની કિંમત આશરે 1.49 લાખ રૂપિયા છે. વીડિયોમાં તે કહી રહી છે કે, તેના પિતાએ તેને ત્રણ મહિના પહેલા જ એક આઈફોન 16 ભેટ આપ્યો હતો પરંતુ તેમને નવો એપલ ફોન લઇ આપવાનો ઇનકાર કરી દીધો છે. તે કહી રહી છે કે, આઈફોન 17 પ્રો હમણાં જ લોન્ચ થયો છે અને મને તેનો રંગ ખૂબ પસંદ છે.
लखीमपुर की ब्यूटी क्वीन माही सिंह एक एक,दो दो रुपये मांग रही है 17 प्रो मैक्स फोन लेने के लिए..... pic.twitter.com/YvpoJymsH9
— Sajid Ali (@Sajid7642) September 25, 2025
ADVERTISEMENT
આ યુવતીએ લોકોને અપીલ કરતા કહ્યું હતું કે, "જો તમે બધા એક - બે રૂપિયાની પણ મદદ કરો છો તો હું આ ફોન ખરીદી શકીશ, અને હું તમારી ખૂબ આભારી રહીશ. તેનાથી મારું સ્વપ્ન પૂરું થશે. મને આ ફોન એટલો ગમે છે કે મારી પાસે તેનું વર્ણન કરવા માટે શબ્દો પણ નથી."
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર @Sajid7642 નામના એકાઉન્ટથી શેર કરાયેલ આ વીડિયોને અત્યાર સુધી 39,000 થી વધુ વખત જોવામાં આવ્યો છે, જેમાં સેંકડો લાઈક્સ અને કોમેન્ટ્સ આવી રહી છે. જેમાં એક યુઝરે મજાકમાં લખ્યું હતું કે, "તારી કિડની જ વેચી દે ને" તો બીજા એક યુઝરે લખ્યું હતું કે, "રેલ્વે સ્ટેશન પર કટોરો લઈને બેસી જા".
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT