ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / શેર બજારમાં મોટો કડાકો, રોકાણકારોના 3.50 લાખ કરોડ સ્વાહા, જાણો કયા કારણોસર

બિઝનેસ / શેર બજારમાં મોટો કડાકો, રોકાણકારોના 3.50 લાખ કરોડ સ્વાહા, જાણો કયા કારણોસર

Published By: Vidhata Gothi

Last Updated: 11:35 AM, 21 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stock Market Crash: ભારતીય શેર બજારમાં પણ આજે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે રોકાણકારોના 3.50 લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે. ICICI બેંકથી લઈને રિલાયન્સના શેરોમાં પણ દબાણ છે.

ADVERTISEMENT

Stock Market Update: આજે વૈશ્વિક અને એશિયન શેરબજારો માટે ખૂબ જ ખરાબ દિવસ છે, કારણ કે એક જ ખબરના કારણે બજારમાં ભારે કડાકો બોલાઈ ગયો છે. ભારતીય શેરબજારમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 120 પોઈન્ટ ઘટીને 26,072 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે સેન્સેક્સ 380 પોઈન્ટ ઘટીને 85,250 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી બેંકમાં 430 પોઈન્ટનો ઘટાડો થયો. શેરબજારમાં આ ભારે ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિ લગભગ 3.50 લાખ કરોડ રૂપિયા એક ઝટકે જ ઘટી ગઈ છે. 20 નવેમ્બરના રોજ BSE માર્કેટ કેપિટલાઇઝેશન 476.41 લાખ કરોડ રૂપિયા હતું, તે હવે ઘટીને 473 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.

STOCK-MARKET-FINAL

BSEના ટોપ 30 શેરોમાંથી, 22 શેરો ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે, જ્યારે 8 શેરો મામૂલી તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, ઝોમેટો અને ICICI બેંકના શેરમાં 1%થી વધુ ઘટાડો થયો છે, જ્યારે મહિન્દ્રા અને મહિન્દ્રાના શેર 1.34% અને મારુતિના શેર 0.30%ની મામૂલી તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે.

133 શેરમાં લોઅર સર્કિટ

BSE પર 132 શેરમાં અપર સર્કિટ અને 133 શેરમાં લોઅર સર્કિટ લાગેલી છે. 3882 શેરમાંથી 1160 શેર તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે, જ્યારે 2531 શેરમાં નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. 191 શેરમાં કોઈ ફેરફાર થયો નથી. 67 શેર 52-અઠવાડિયાના હાઈ પર છે, જ્યારે 158 શેર 52-અઠવાડિયાના નીચલા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.

vtv app promotion

આજે શેરબજારમાં કેમ આવ્યો ઘટાડો

શેર બજારમાં કડાકાનું સૌથી મોટું કારણ અમેરિકાના જોબ ડેટામાં વધારો થયો છે, જેના કારણે ડિસેમ્બરમાં ફેડ રેટ ઘટાડાની અપેક્ષાઓ ઓછી થઈ ગઈ. આના કારણે વૈશ્વિક અને એશિયન બજારોમાં ભારે ઘટાડો થયો. એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી 3 ટકાથી વધુ ઘટ્યો અને જાપાનનો નિક્કી 225 2 ટકાથી વધુ ઘટ્યો. રાતોરાત, અમેરિકન બજારો ઘટાડા સાથે બંધ થયા, જેમાં નાસ્ડેક કમ્પોઝિટ 2.15 ટકા, S&P 500 1.56 ટકા અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.84 ટકા ઘટ્યો છે.

આ પણ વાંચો: સોનું છોડો, સોનાના બોન્ડે કરી દીધી કમાલ, 2911 રુપિયા બની ગયા 12300

કયા-કયા શેરોમાં સૌથી વધુ ઘટાડો

સૌથી વધુ જે શેરો તૂટયા છે, તેમાં બેંકો પ્રોડક્ટ્સ અને જેપી પાવરના શેરમાં 5 ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. આ પછી જેનટેક, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ, હિટાચી, વિશાલ મેગા માર્ટ, બીડીએલ અને જેએસડબ્લ્યુ એનર્જીના શેરોમાં 2 ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sensex-Nifty Share Market News Stock Market Crash

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ