બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / રોકેટ ગતિએ મસ્કની સંપત્તિ વધી, નેટવર્થમાં થયો વિક્રમજનક વધારો, આંકડો ચોંકાવનારો

નેટવર્થ / રોકેટ ગતિએ મસ્કની સંપત્તિ વધી, નેટવર્થમાં થયો વિક્રમજનક વધારો, આંકડો ચોંકાવનારો

Jay Bhatt

Last Updated: 07:50 AM, 2 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેસ્લાના શેરમાં ભયાનક ઉછાળો આવતા એલન મસ્કની નેટવર્થમાં અધધ વધારો થયો છે. ફોર્બ્સની યાદીમાં જાહેર કરાયેલા અહેવાલ મુજબ મસ્ક નેટવર્થ મામલે બેતાજ બાદશાહ બન્યા છે.

Elon Musk Net Worth: દિવાળી પહેલા, ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ મસ્ક પર જાણે રુપિયાનો વરસાદ થયો છે. તેમણે એક નવો અને વિક્રમજનક રેકોર્ડ બનાવ્યો છે. આજે તેઓ ઇતિહાસમાં એવા પ્રથમ વ્યક્તિ બન્યા જેમની કુલ સંપત્તિ લગભગ અડધા ટ્રિલિયન અમેરિકન ડૉલર સુધી પહોંચે છે.

ફોર્બ્સની યાદી મુજબ આટલી થઈ સંપત્તિ

ટેસ્લાના શેરમાં વધતો ભાવ તેમજ સ્પેસએક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી તેમની અન્ય કંપનીઓના વધતા મુલ્યાકંનને કારણે તેની નેટવર્થમાં વધારો થયો છે. ફોર્બ્સની યાદી અનુસાર તેની નેટવર્થ લગભગ 500 અબજ અમેરિકન ડૉલર બરાબર પહોંચી ગઈ છે.

Vtv App Promotion

ટેસ્લાના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો

મસ્કની સંપત્તિનો સૌથી મોટો અને પ્રાથમિક હિસ્સો ઇલેક્ટ્રિક-કાર બનાવતી કંપની ટેસ્લા પાસેથી આવે છે. આ વર્ષે ટેસ્લાના શેર 14 ટકાથી વધુ વધ્યા છે. ફક્ત બુધવારે (01 ઓક્ટોમ્બર 2025) જ ટેસ્લાના શેર લગભગ 4 ટકા વધી ગયા હતા અને આ ઉછાળાને કારણે મસ્કની વ્યક્તિગત સંપત્તિમાં 7 અબજ અમેરિકન ડૉલરથી વધુનો ઉમેરો થયો.

વધુ વાંચો : UPI ટ્રાન્ઝેક્શન પર કેટલો ચાર્જ લાગશે? RBI ગવર્નરે આપ્યું સૌથી મોટું અપડેટ

બીજા યાદીમાં કોણ?

મસ્કની વધતી સંપત્તિનું એકમાત્ર કારણ ટેસ્લા નહીં પણ તેમની અન્ય કંપનીઓ પણ નોંધપાત્ર યોગદાન આપી રહી છે. SpaceXમાં પણ નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. ફોર્બ્સની યાદી અનુસાર મસ્ક ટોચ પર પહોંચી ગયા છે, જ્યારે ઓરેકલના સહ-સ્થાપક લેરી એલિસન આ યાદીમાં બીજા ક્રમે આવી ગયા છે. તેમની કુલ સંપત્તિ આશરે 351.5 અબજ અમેરિકન ડૉલર પહોંચી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Business Elon Musk Elon Musk Net Worth
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ