ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / માત્ર લોકેશન જોઈને ઘર ન ખરીદતા! પ્રોપર્ટી લેતા પહેલાં આ 5 વસ્તુ ચોક્કસ ચેક કરો

photo-story

6 ફોટો ગેલેરી

કામની વાત / માત્ર લોકેશન જોઈને ઘર ન ખરીદતા! પ્રોપર્ટી લેતા પહેલાં આ 5 વસ્તુ ચોક્કસ ચેક કરો

Last Updated: 08:09 PM, 1 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઘર ખરીદતા પહેલાં માત્ર લોકેશન નહીં, RERA રેકોર્ડ, કાનૂની ડોક્યુમેન્ટ , બિલ્ડરનું પાછલું પ્રદર્શન, કુલ ખર્ચ અને વિસ્તારના ભવિષ્યને પણ ચોક્કસ તપાસો. આ પગલાંથી મોટી ભૂલથી બચી શકાય છે.

1/6

photoStories-logo

1. ઘર ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

ઘર ખરીદતી વખતે સૌથી પહેલાં લોકેશન જોવાની આદત પડી ગઈ છે જેમાં મેટ્રો કેટલી દૂર છે, સ્કૂલ-કૉલેજ નજીક છે કે બજાર કેટલું દૂર છે. પરંતુ માત્ર સારૂ લોકેશન કોઈ પ્રોપર્ટીને સારું રોકાણ કે સુરક્ષિત ઘર નથી બનાવતું. પ્રોજેક્ટની કાનૂની સ્થિતિ, RERA રેકોર્ડ, બિલ્ડરનું અગાઉનું પ્રદર્શન, કુલ ખર્ચ અને વિસ્તારનું ભવિષ્ય પણ એટલું જ મહત્ત્વનું છે. જેમાં નીચે મુજબની પાંચ બાબતો તપાસી લેવાથી પછીથી પસ્તાવો ન થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. RERA રજિસ્ટ્રેશન ચોક્કસ ચકાસો

અન્ડર-કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ ખરીદતા પહેલાં તેનું RERA રજિસ્ટ્રેશન જરૂર તપાસો. 2016ના રિયલ એસ્ટેટ કાયદા મુજબ મોટાભાગના પ્રોજેક્ટ માટે RERAમાં નોંધણી જરૂરી છે. વિજ્ઞાપનમાં આપેલા નંબર પર જ વિશ્વાસ ન રાખો. સંબંધિત રાજ્યની RERA વેબસાઈટ પર જઈને પ્રોજેક્ટની સ્થિતિ, પ્રમોટરની માહિતી અને ડોક્યુમેન્ટ ક્રોસ-ચેક કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. જમીન અને પ્રોજેક્ટના પેપરની સ્વતંત્ર તપાસ કરાવો

પ્રોપર્ટી ખરીદવામાં સૌથી મોટું જોખમ કિંમતનું નહીં પણ ટાઈટલ અને ડોક્યુમેન્ટનું હોય છે. જમીનનો માલિક કોણ છે, તેના પર કોઈ લોન કે કાનૂની દાવો તો નથી ને, અને જરૂરી મંજૂરીઓ છે કે નહીં? આ બધું તપાસવું જરૂરી છે. માત્ર બિલ્ડર કે બ્રોકરે આપેલા ડોક્યુમેન્ટ પર આધાર ન રાખતાં વકીલ પાસે સ્વતંત્ર કાનૂની તપાસ કરાવવી વધુ સુરક્ષિત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બિલ્ડરનું નામ નહીં, તેનો ટ્રેક રેકોર્ડ જુઓ

મોટા બ્રાન્ડના નામ પર આંખ મીંચીને ખરીદી કરવી પૂરતું નથી. બિલ્ડરે અગાઉ બનાવેલા પ્રોજેક્ટનું ડિલિવરી રેકોર્ડ કેવું રહ્યું, સમયસર પઝેશન મળ્યું કે નહીં, ક્વૉલિટી કેવી છે અને ખરીદદારોની કોઈ ફરિયાદ તો નથી? આ બધું જાણવું જરૂરી છે. ઓછામાં ઓછા બે-ત્રણ જૂના પ્રોજેક્ટમાં જઈને ત્યાં રહેતા લોકો સાથે વાત કરવી ફાયદાકારક સાબિત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. માત્ર ઘરની કિંમત નહીં, કુલ ખર્ચની ગણતરી કરો

80 લાખનો ફ્લેટ ખરેખર 80 લાખમાં જ નથી મળતો. બેઝ પ્રાઈસ સિવાય સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ફી, જ્યાં લાગુ હોય ત્યાં GST, પાર્કિંગ, ક્લબ ફી, મેન્ટેનન્સ ડિપોઝિટ, બ્રોકરેજ અને ઈન્ટિરિયર જેવા અનેક ખર્ચા ઉમેરાય છે. હોમ લોન લેતા હોવ તો પ્રોસેસિંગ અને ડોક્યુમેન્ટેશન ફી પણ ઉમેરાય. આથી બધા વધારાના ખર્ચા ઉમેરીને કુલ કિંમતની ગણતરી કર. કેમ કે તે જ તમારી અસલી ખરીદ કિંમત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. આજની નહીં, આગામી 5-10 વર્ષની જરૂરિયાત જુઓ

લોકેશન મહત્ત્વનું છે પણ માત્ર આજની સુવિધાઓ જોઈને નિર્ણય ન લો. આગામી વર્ષોમાં ત્યાં નવી મેટ્રો કે એક્સપ્રેસવેની યોજના છે કે નહીં, નવા રોજગાર કેન્દ્રો, સ્કૂલ-હોસ્પિટલ, પાણી-વીજળીની પરિસ્થિતિ, ટ્રાફિક, પ્રદૂષણ અને પૂરનું જોખમ કેવું છે ? આ બધું પણ ધ્યાનમાં રાખો. આ સાથે જ બેન્ક જેટલું લોન આપે તેટલું જ લેવું જરૂરી નથી. જેમાં EMI તમારી માસિક આવક અને બીજા ખર્ચાની તુલનામાં કન્ફર્ટેબલ હોવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

RERA registration buying house total cost
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ