બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:31 AM, 11 April 2021
ADVERTISEMENT
6 દિવસ આ જ અઠવાડિયામાં બેંકો બંધ રહેશે
જો તમારે બેંકમાં જરુરી કામ હોય તો સોમવારે પુરા કરી દેજો. નહીંતર તમારે લાંબી રાહ જોવી પડશે. હકિકતમાં એપ્રિલ મહિનામાં કુલ 9 દિવસ બેંક બંધ રહેશે. જેમાં 6 દિવસ આ જ અઠવાડિયામાં બેંકો બંધ રહેશે. તેવામાં તમારે બેંકો સાથે જોડાયેલા કામોની રજાના હિસાબે મેનેજ કરવાના રહેશે. આ લિસ્ટમાં ચેક કરી લો કે બેંકો કેમ અને ક્યારે બંધ રહશે.
ADVERTISEMENT
તમામ રાજ્યોમાં અલગ અલગ નિયમ
ઉલ્લેખનીય છે કે તમામ રાજ્યોમાં 15 દિવસની રજા નહીં રહે કેમ કે કેટલાક તહેરાવરો પૂરા દેશમાં એક સાથે નથી મનાવવામાં આવતા. આરબીઆઈની વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારી મુજબ એપ્રિલ મહિનામાં દેશના અલગ અલગ રાજ્યોમાં બેંકો માટે 9 દિવસની રજા નિર્ધારિત કરવામાં આવી છે.
ADVERTISEMENT

અહીં દેખો બેંકની રજાનું લિસ્ટ
ADVERTISEMENT
13 એપ્રિલ - મંગળવાર - ઉગાડી, તેલુગુ ન્યૂ યર, બોહાગ બિહુ, ગુડી પડવા, વૈશાખી, બિજુ ફેસ્ટિવલ
14 એપ્રિલ - બુધવાર - ડોક્ટર આંબાસાહેબ જયંતી. અશોકા ધ ગ્રેટ જયંતી, તમિલ ન્યૂ યર, મહા વિશુબા સંક્રાતિ, બોહાગ બિહુ.
15 એપ્રિલ - ગુરુવાર - હિમાચલ ડે, વિશુ, બંગાળી ન્યૂયર, સરહુલ
16 એપ્રિલ - શુક્રવાર - બોહાગ બિહુ
18 એપ્રિલ - રવિવાર
21 એપ્રિલ - મંગળવાર - રામ નવમી, ગરિયા પૂજા
24 એપ્રિલ - ચોથો શનિવાર
25 એપ્રિલ - રવિવાર- મહાવીર જયંતી
.jpg)
ADVERTISEMENT
તહેવારોના ચાલતા નહીં થાય કામ
ઉગાડી, તેલુગુ ન્યૂ યર, બોહાગ બિહુ, ગુડી પડવા, વૈશાખી, બિજુ ફેસ્ટિવલ પર 13 એપ્રિલે બેંકોમાં રજા રહેશે, આ પછીના દિવસે 14 એપ્રિલે ડોક્ટર આંબાસાહેબ જયંતી. અશોકા ધ ગ્રેટ જયંતી, તમિલ ન્યૂ યર, મહા વિશુબા સંક્રાતિ, બોહાગ બિહુના કારણે રજા છે. 15 એપ્રિલે હિમાચલ ડે, વિશુ, બંગાળી ન્યૂયર, સરહુલની કેટલાક રાજ્યોમાં રજા રહેશે. આ બાદ 21 એપ્રિલે રામનવમી અને 25 એપ્રિલે મહાવીર જયંતીના કારણે રજા રહેશે. આ સાથે 24 એપ્રિલે ચોથો શનિવાર હોવાથી રજા રહેશે. તો આ તમામ દિવસોમાં તમારા માટે બેંકના કામ કરવા મુશ્કેલી બની જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.