ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / શોખીનને ઝટકો! ગુજરાતમાં ગુટખા-પાન મસાલા પરનો પ્રતિબંધ લંબાવાયો, ક્યાં સુધી રહેશે અમલી?
Last Updated: 01:23 PM, 31 August 2026
ADVERTISEMENT
ગુજરાતમાં ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ લંબાવાયો છે. આ પ્રતિબંધ તા. 13 સપ્ટેમ્બર 2026થી 12 સપ્ટેમ્બર 2027 સુધીના વધુ એક વર્ષના સમયગાળા માટે લંબાવવામાં આવ્યો છે. 13 સપ્ટેમ્બર 2026થી તેનો અમલ થશે. સરકારના આ નિર્ણય બાદ પાન-મસાલાના શોખીનને ઝટકો લાગ્યો છે.
ADVERTISEMENT
ટાટા મેમોરિયલ હોસ્પિટલના રિપોર્ટમાં શું સામે આવ્યું?
ટાટા મેમોરિયલ હોસ્પિટલ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ અને 'હેમર'ના સંશોધનો મુજબ ગુટખા તેમજ પાન મસાલાનું સેવન કેન્સરકારક છે, જેનાથી મોઢાના કેન્સરનું જોખમ અત્યંત વધી જાય છે. આ ઉપરાંત, ‘ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે’ (GATS) ના અહેવાલ મુજબ દેશમાં ૩૫% પુખ્ત વયના લોકો તમાકુનું સેવન કરે છે, જેમાં 21% લોકો ધુમાડા વગરની (સ્મોકલેસ) તમાકુનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
તમાકુ કે નિકોટીનયુક્ત ગુટખા-પાન મસાલા પર લાગુ પડશે
આ પ્રતિબંધ કોઈપણ નામે ઓળખાતા તમાકુ કે નિકોટીનયુક્ત ગુટખા અને પાન મસાલા પર લાગુ પડશે. આ ઉપરાંત, અલગ-અલગ વેચાતા એવા ઘટકો કે જેના મિશ્રણથી અંતિમ ઉત્પાદન તરીકે ગુટખા કે પાન મસાલા તૈયાર થતા હોય, તેના પર પણ પ્રતિબંધ રહેશે. આ આદેશનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
2012થી પાન-મસાલા પર ચાલી રહ્યો છે પ્રતિબંધ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર 2012થી આ પ્રતિબંધનો સતત અમલ કરી રહી છે. નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને વિવિધ બિન-સરકારી સંસ્થાઓ (NGOs) ની રજૂઆતોને ધ્યાને રાખીને આ પ્રતિબંધ લંબાવાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT