ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / CM ભૂપેન્દ્ર પટેલની હાજરીથી તેમની કામ કરવાની એનર્જી વિશે શરૂ થઈ ચર્ચા, ચૂંટણી પહેલા જ ભાજપમાં સોગઠાબાજી શરૂ!
Last Updated: 02:19 PM, 31 August 2026
ADVERTISEMENT
CM પાસેથી શીખો!
ADVERTISEMENT
બધાને ખ્યાલ જ છે કે સીએમ વાઈબ્રન્ટ સમિટના પ્રચાર માટે અમેરિકા-કેનેડા ગયા હતા, જ્યાંથી ગયા અઠવાડિયે છેક વહેલી સવારે પાછા આવ્યા. અધિકારીઓને એમ હતું કે સીએમ થોડો આરામ કરશે, જેટ લેગ હશે! પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તો ભલભલા જુવાનિયાઓને પણ પાછા પાડે એવી એનર્જી સાથે, માત્ર ચાર જ કલાક બાદ રક્ષાબંધનના જાહેર કાર્યક્રમમાં હાજરી આપી. એટલું જ નહીં 2 કલાક રોકાયા પણ ખરા. એના પછી તરત જ ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓ સાથે મીટિંગ કરી. સીએમને જોઈને આપણે બધાએ શીખવા જેવું છે કે કામનું મહત્વ શું હોય!
ડે.સીએમના લીધે અધિકારીઓને ચાલવું પડ્યું!
ADVERTISEMENT
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કોઈ પણ પગલું ભરે, રાજકીય વિશ્લેષકો એના જુદા જુદા અર્થ કાઢી જ લે છે. આ જુઓે ગયા અઠવાડિયે ગાંધીનગરમાં DGP કક્ષાના અધિકારીઓ સાથે હર્ષ સંઘવી ચાલવા લાગ્યા અને વળી પાછી ચર્ચાઓ શરૂ થઈ. પોલીસ બેડાની ઈમરજન્સી સેવાઓ માં નવા 500 વાહનો જોડાવાનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નાયબ મુખ્યમંત્રી તેમના કાર્યાલય તરફ જઈ રહ્યા હતા, પરંતુ ગાડી માત્ર બેસવાના બદલે હર્ષ સંઘવી ચાલતા જ પોતાના કાર્યાલય ગયા હતા. હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી તરીકે પણ અનેકવાર તેમના કાર્યાલયમાં થી સ્વર્ણિમ સંકુલ 1માં ચાલતા આવ્યા છે અને તેમના નિવાસસ્થાને પણ આવા દ્રશ્યો અનેક લોકોએ જોયા છે. પરંતુ નાયબ મુખ્યમંત્રીએ ચાલતા જ પોતાના કાર્યાલયમાં આવતા રાજ્ય પોલીસ વડા સહિતના અધિકારીઓ પણ ગાડીમાં આવવાના બદલે તેમની સાથે જ ચાલતા આવવું પડ્યું હતું.
વધુ વાંચો : શોખીનને ઝટકો! ગુજરાતમાં ગુટખા-પાન મસાલા પરનો પ્રતિબંધ લંબાવાયો, ક્યાં સુધી રહેશે અમલી?
ADVERTISEMENT
કેન્દ્રમાં ગુજરાતની બોલબાલા!
વિપક્ષો ગુજરાતને જ બધું મળતું હોવાના બૂમબરાડા કરે છે, એ બધા શોરબકોરની વચ્ચે ગુજરાતના અધિકારીઓની પણ કેન્દ્રમાં બોલબાલા છે. તાજેતરમાં જ ગુજરાત કેડરના બે IAS અધિકારીઓ જે કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે, એમને પોતાના વિભાગમાં એક્સ્ટેન્શન અપાયું છે. ગુજરાત કેડરના બે IAS રવિ અરોરા તથા અજય ભાદુ દિલ્લી ડેપ્યુટેશન પર છે. 1999ની બેચના IAS અજય ભાદુ એડિશનલ સેક્રેટરી, કોમર્સ તરીકે મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. ચર્ચા એવી પણ છે કે ભારત અમેરિકા સહિતના દેશો સાથે જે ટ્રેડ ડિલ કરી રહ્યું છે, એમાં ભાદુ સાહેબની ભૂમિકા મહત્વની છે, એટલે તેમને તો 6 મહિનાનું એક્સટેન્શન મળી ચૂક્યુ છે. બીજી બાજુ 2006ની બેચના IAS રવિ અરોરાને પણ તેમના વિભાગમાં એક્સટેન્શન મળે એવી શક્યતા છે. લાગે છે, આજકાલ કેન્દ્રમાં ગુજરાત કેડરના અધિકારીઓનો સિતારો આસમાને ચમકી રહ્યો છે!
ADVERTISEMENT
આખું સચિવાલય આમનાથી ત્રાસી ગયું!
આમ તો સચિવાલય એકદમ સિક્યોર્ડ જગ્યા કહેવાય. જ્યાં, મંજૂરી વગર કોઈ જઈ ન શકે, અને ઉપદ્રવ તો ફેલાવી જ ન શકે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આખું સચિવાલય એવા ઉપદ્રવથી પરેશાન છે, જેને કાબુમાં જ નથી લઈ શકાતા. ચોમાસાની સિઝનને લીધે સચિવાલયના અધિકારીઓ મચ્છરોના ઉપદ્રવથી ત્રાસી ગયા છે. સચિવાલય અને સ્વર્ણિમ સંકુલની એકેય ઓફિસ કે કેમ્પસ મચ્છરના ત્રાસથી બાકાત નથી. વારંવાર દવા છાંટવા છતાંય, ધુમાડો કરવા છતાંય મચ્છરો જવાનું નામ નથી લેતા. તંત્રએ ગાંધીનગર મનપાની પણ મદદ લીધી.. પરંતુ મચ્છર... મોટા મોટા અધિકારીઓને ત્રાસ આપી રહ્યા છે!
ADVERTISEMENT
ગુજરાતના રાજકારણમાં કંઈક મોટું થશે?
સાતમ-આઠમના તહેવારો શરૂ થઈ ગયા છે, સૌરાષ્ટ્રમાં તો વેકેશનનો માહોલ છે. પરિણામે નેતાઓ પણ પોતપોતાના વિસ્તારની મુલાકાતે છે. કેટલાક નેતાઓ જુદા જુદા કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે, તો કેટલાક વિકાસના કામોનું સ્ટેટસ ચેક કરી રહ્યા છે. આ બધાની વચ્ચે બે મોટા નેતાઓની મુલાકાતો ચર્ચાનું કેન્દ્ર બની છે. ગુજરાતના છેવાડાના વિસ્તારમાં બે દિગ્ગજ નેતાઓ વચ્ચે મુલાકાત થઈ, જેના પરથી હવે રાજકીય નિષ્ણાતો જુદા જુદા ક્યાસ કાઢી રહ્યા છે. આ બંને નેતાઓ કોણ છે, મીટિંગ કેમ થઈ, એના વિશે કોઈ ખુલીને વાત નથી કરતું, પણ બધાને લાગે છે કે ગુજરાતના રાજકારણમાં કંઈક થવાનું છે.
વધુ વાંચો : કર્મચારી યુનિયનોએ 3%ના બદલે 5%થી 7% વાર્ષિક ઇન્ક્રિમેન્ટની માગ કરી, જાણો કયો ફોર્મ્યુલા કર્મચારીઓ માટે વધુ ફાયદાકારક
ADVERTISEMENT
ભાજપના નેતાઓમાં દેખાઈ ચૂંટણીની તૈયારીઓ!
ચૂંટણીને આડે હજી એકાદ વર્ષનો ટાઈમ છે, પણ નેતાઓ હવે એક્શન મોડમાં આવી ગયા છે. ઉત્તર ગુજરાતના એક ધારાસભ્યના ગાંધીનગરના આંટાફેરા ચર્ચા જગાવી રહ્યા છે. આ ધારાસભ્યનો વિસ્તાર ભૂતકાળમાં રાજકીય ધમસાણનું કેન્દ્ર બન્યો હતો. પેટાચૂંટણી વખતેય અહીંયા રાજકીય હરીફાઈ દેખાઈ. પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય સામ સામે હોય એવું લાગ્યું. પણ હવે આવનારી ચૂંટણી પહેલા ચિત્ર બદલાયું હોય એવું લાગે છે. રાજકીય વર્તુળોમાં નવો મેસેજ આપવા અને વિધાનસભાની ચૂંટણી પહેલા વિસ્તાર માં બધું શાંત પાડવા પૂર્વ ધારાસભ્યનો સાથ લઈ રહ્યા છે. આ વિસ્તારમાં ભાજપમાંથી 3 મુખ્ય દાવેદારોમાંથી 2 એક સાથે જોવા મળતા ઉત્તર ગુજરાતના આ વિસ્તારમાં આવતા વર્ષે કોણ ચૂંટણી લડશે, એની ચર્ચાએ જોર પકડ્યું છે.
અમિત શાહ આવ્યા ચર્ચા સાથે લાવ્યા!
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત આવે, એટલે દર વખતે નવી નવી વાતો સામે આવે. ક્યારેક ગુજરાતના રાજકારણમાં હલચલની ચર્ચા શરૂ થાય, તો ક્યારેક નવા સમીકરણો ગોઠવાવાની ચર્ચા થાય. પણ આ વખતે આખા પોલીસ બેડામાં ચર્ચાઓ થઈ. જો કે, એવું કંઈ થયું નહીં. વાત એવી છે કે અનેક અધિકારીઓ બાકી રહેલી IPSની બદલીઓ, DySPના કાયમી ટ્રાન્સફર, PI ટૂ DySPની પ્રમોશન સહિત PIની બદલીઓ પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી. પણ, ચર્ચાઓ પ્રમાણે પ્રમોશન કે બદલી કંઈ થયું નહીં. એટલે હવે પોલીસ કર્મચારીઓ ફરી રાહ જોઈને બેઠા છે, કે ક્યારે ઠેકાણું પડશે!
સંકળાયેલા મુદ્દાઓ
Dhruv Brahmbhatt is a Sr. Journalist at VTV Gujarati and writing detailed analysis-based stories for 5 years.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT