ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / iPhone 11 design is triggering trypophobia in few people

અવનવું / આઇફોન 11ના કેમેરાની ડિઝાઇનથી કેમ કેટલાક લોકો પરેશાન છે?

Published By: Kavan

Last Updated: 10:49 PM, 21 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકન કંપની એપલ તેની પ્રોડકટસની ડિઝાઇન માટે જાણીતી છે. તાજેતરમાં લોન્ચ થયેલા નવા આઈફોન 11 ની ડિઝાઇન અને લુક કેટલાકને બહુ ગમ્યા છે તો ઘણાલોકો તેનાથી નિરાશ પણ છે.પરંતુ કેટલાક લોકો માટે આ ફોનના ટ્રિપલ કેમેરાની ડિઝાઇન પરેશાન કરે તેવી છે. આવા લોકો ટ્રાઇપોફોબિયા નામની બિમારીથી પિડાતા હોય છે.

ADVERTISEMENT

  • એપલ તેની પ્રોડકટસની ડિઝાઇન માટે બની છે જાણીતી કંપની
  • આઇફોનમાં કેમેરા મોડયુલ ઉડીને આંખે વળગે તેવું

ટ્રાઇપોફોબિયાએ ભયનો એક પ્રકાર છે જેમાં નાના છિદ્રો અથવા ચોકક્સ પ્રકારની ડિઝાઇન વ્યક્તિને ખલેલ પહોંચાડે છે. આ જ કારણ છે કે આઇફોન 11 ના ટ્રિપલ કેમેરાની ડિઝાઇન કેટલાક લોકો સહન નથી કરી શકતા. ટ્રાઇપોફોબિયા નામના ફોબિયાનું સૌથી મોટું ઉદાહરણ કમળનું ફૂલ છે, તેમાં નાના છિદ્રો છે જે કોઈ ખાસ પેટર્ન સાથે જોડાયેલા છે.આ પેટર્ન ઘણાને વિચલિત કરી નાખે છે.

ખાસ પેટર્નથી નફરત કરવી તે આપણા શરીરની એક રક્ષણાત્મક પ્રતિક્રિયા છે : સંશોધન 

પ્રોફેસર આર્નોલ્ડ વિલ્કિન્સ અને ડોક્ટર જ્યોફ કોલ એસેક્સ યુનિવર્સિટીના સંશોધકો છે. તેઓ માને છે કે કોઈ ખાસ પેટર્નથી નફરત કરવી અથવા ડરવું એ આપણા શરીરની એક પ્રકારની રક્ષણાત્મક પ્રતિક્રિયા છે. આને સમજાવવા માટે, આ બંને સંશોધનકારો કહે છે કે ઘણા લોકો કરોળિયો, સાપ અથવા વીંછીથી ડરતા હોય છે, કારણ કે આ પ્રાણીઓના શરીર પર ખાસ પેટર્ન હોય છે. 

 iPhone 11 

આઇફોનમાં કેમેરા મોડયુલ ઉડીને આંખે વળગે તેવું

આ ડરને કારણે આ લોકો આ પેટર્નમાં દેખાતી અન્ય વસ્તુઓ અથવા આકારથી પણ ડરતા હોય છે. આ બિમારીને પેટર્ન ફોબિયા પણ કહેવામાં આવે છે.આઇફોન 11, આઇફોન 11 પ્રો અને આઇફોન 11 પ્રો મેક્સ વિશેની સૌથી અગત્યની બાબત તેમાં ટ્રિપલ કેમેરા છે. જેના લેન્સનો આકાર એકદમ બોલ્ડ છે. આઇફોનમાં કેમેરા મોડયુલ સીધું ઉડીને આંખે વળગે તેવું છે.

કેટલાક લોકોને વધી ગયા હ્રદયના ધબકારા 

આઇફોન લોન્ચ થયા પછી તેની કેમેરા પેટર્ન જોઇને આવી સમસ્યા ધરાવતા અનેક લોકોને ઉલટી થાય તેવું લાગ્યું હતું. કેટલાકે હ્રદયની ધબકારા વધવાની અને ચક્કર આવવાની પણ ફરિયાદ કરી હતી. સોશિયલ મિડીયા પર પણ આ ડિઝાઇનની ખાસ્સી ચર્ચા અને ટીકા થઇ હતી.આ જ કારણ છે કે કેટલાક લોકોએ આઇફોન 11 ન ખરીદવાનો નિર્ણય કર્યો છે. આવા લોકોએ જણાવ્યું છે કે જ્યારે તેઓ નવા આઇફોન પાછળના કેમેરા જુએ છે ત્યારે તે ડરામણા લાગે છે.

સંકળાયેલા મુદ્દાઓ

iphone 11 trypophobia આઇફોન 11 એપલ ગુજરાતી ન્યૂઝ ટ્રાઇપોફોબિયા ડિઝાઇન iPhone 11

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ