બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / કોન્ડમ બનાવતી કંપનીના રોકાણકારો માલામાલ, એક મહિનામાં 150 ટકાનો ઉછાળો

બિઝનેસ / કોન્ડમ બનાવતી કંપનીના રોકાણકારો માલામાલ, એક મહિનામાં 150 ટકાનો ઉછાળો

Jinal Chauhan

Last Updated: 07:36 PM, 2 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોન્ડોમ બનાવતી કંપની અનોંદિતા મેડિકેરના શેરમાં ભારે તેજી જોવા મળી છે. એક મહિના પહેલા લિસ્ટ થયેલી આ કંપનીના શેરે 145 રૂપિયાના ભાવથી વધીને હવે 373 રૂપિયા સુધીનો ઉછાળો નોંધાવ્યો છે.

કોન્ડમ બનાવતી કંપની અનોંદિતા મેડિકેરના શેર બુધવારે 1લી ઓક્ટોબર 2025ના રોજ પાંચ ટકાથી વધુના ઉછાળા સાથે 373 પર ક્લોઝ થયા હતા. કંપની એક મહિના પહેલા જ શેરબજારમાં લિસ્ટ થઈ છે.

આઈપીઓમાં અનોંદિતા મેડિકેરના શેરનો ભાવ 145 રૂપિયા હતો. કંપનીના શેર 145 રૂપિયાના ઈસ્યુ ભાવ પ્રમાણે 150 ટકા વધ્યા છે. અનોંદિતા મેડિકેરના શેર 52 સપ્તાહના હાઈ લેવલ 417.90 રૂપિયા છે. સાથે જ કંપનીના શેર 52 સપ્તાહના લો લેવલ 261.75 રૂપિયા છે.

પહેલા દિવસે 275 રૂપિયાને પાર પહોંચ્યા હતા કંપનીના શેર

અનોંદિતા મેડિકેરના શેર 1લી સપ્ટેમ્બર 2025ના રોજ બજારમાં લિસ્ટ થયા હતા. કંપનીના શેર 275.50 રૂપિયા પર લિસ્ટ થયા હતા અને લિસ્ટિંગ વાળા દિવસે 289.25 રૂપિયા પર ક્લોઝ થયા હતા. કંપનીના પબ્લિક ઈસ્યુની સાઈઝ 69.50 કરોડ રૂપિયા હતી. અનોંદિતા મેડિકેરનો આઈપીઓ 22 ઓગસ્ટ 2025ના રોજ ખુલ્યો હતો અને 26 ઓગસ્ટ સુધી ઓપન રહ્યો હતો.

ipo-final_RUbwbu9.width-800

આ પણ વાંચોઃ વિચાર્યા વગર ભરી દેજો! IPO ખુલતા પહેલા જ એક શેર પર 140 રૂપિયાનો નફો

અનંદિતા મેડિકેર કંપનીનો IPO લોકોમાં ખૂબ જ લોકપ્રિય રહ્યો. લોકોનો ઉત્સાહ એટલો વધુ હતો કે કંપનીના શેર માટે માંગ તેની ઓફર કરતા 300 ગણાથી પણ વધુ થઈ ગઈ હતી.

vtv_app_add.width-800

આ આઈપીઓમાં સામાન્ય લોકોએ (રિટેલ રોકાણકારો)એ 286 ગણું વધારે બિડ કર્યું હતું. આ સાથે મોટા રોકાણકારો (ગેર-સંસ્થાગત)એ તો 531 ગણું વધારે રોકાણ કર્યું તો બીજી તરફ મોટી સંસ્થાઓ (બેંક, ફંડ વગેરે)એ 153 ગણું વધારે સબસ્ક્રાઇબ કર્યું હતું.

કંપનીનો કારોબાર

અનંદિતા મેડિકેર કંપની પુરુષો અને મહિલાઓ માટે ફ્લેવરવાળા કન્ડોમ બનાવે છે. કંપની તેના પ્રોડક્ટ્સ કોબ્રા (COBRA) બ્રાન્ડ નામ હેઠળ વેચે છે. તે દર વર્ષે લગભગ 562 મિલિયન કન્ડોમ બનાવે છે. કંપનીનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નોઇડામાં આવેલો છે. આનંદિતા મેડિકેર તેના પ્રોડક્ટ્સ દક્ષિણપૂર્વ એશિયા,આફ્રિકા અને મિડલ ઈસ્ટ જેવા દેશોમાં નિકાસ પણ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Anondita Medicare IPO Flavored condom company shares Anondita Medicare stock news
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ