ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / Adobe’s prototype AI tool automatically spots Photoshopped faces

ટેક્નોલોજી / અડોબી લાવી રહ્યું છે ઓટો એડિટ ટુલ્સ સાથેની કેમેરા એપ

Published By: Kavan

Last Updated: 07:48 PM, 8 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફોટોશોપ અને ફોટોગ્રાફીના સોફટવેર માટે જાણીતી કંપની અડોબી હવે એન્ડ્રોઇડ અને આઇઓએસના પ્લેટફોર્મ પર તેની કેમરા એપ “ફોટોશોપ કેમરા” લઇને આવી રહી છે.તેની ખાસિયત એ છે કે તમે ક્લિક કરેલા ફોટાને તરત જ એડિટ કરી દેશે. એપ અડોબીની sensei ટેકનોલોજીનો ઉપયોગ કરશે. જેમાં સિલેકટ સબ્જેકટ ઉપરાંત ઓટોમેટિક રેકગ્નાઇઝ સબ્જેકટસ દેવારા તમે ખેંચેલા ફોટામાં જરુરી એડિટિંગ પોતાની મેળે કરી દેશે.

ADVERTISEMENT

  • અડોબી લાવી રહી છે નવું ફિચર્સ
  • ફોટોશોપ કેમરાની મદદથી ફોટો ઓટોમેટિક થશે એડિટ

આ એપ એવા લોકો માટે ઉપયોગી છે જેમને ફોટો એડિટિંગની એપ દ્વારા ફોટા એડિટ કરવાનું ફાવતું નથી અથવા તેવી માથાકુટ ગમતી નથી.અડોબી ફોટો એડિટિંગ સોફટવેરમાં દુનિયાભરમાં ટોચનું નામ છે. તેથી તેની કેમેરા એપ ફોટોગ્રાફીનો એકસપિરિયન્સ જબરદસ્ત બનાવશે તેમ મનાઇ રહ્યું છે. ટૂંકમાં ફોટોશોપ કેમેરા તમને શુટ,એડિટ અને શેરનો વિકલ્પ આપશે.

સેલ્ફી જેવા ફોટા માટે પાવરફુલ એડિટિંગ ટુલ્સ

અડોબી કંપનીનો દાવો છે કે આ એપથી કેમરાના ફંકશનની વધુ જાણકારી ન હોય તેવા લોકો પણ અલગ અલગ સિચ્યુએશનમાં સ્ટનિંગ ફોટા લઇ શકશે. તેમાં જોકે અડોબીની ફોટોશોપ એકસપ્રેસ,લાઇટરુમ જેવા સોફટવેર કે એપ જેવા તમામ ફિચર્સ નહીં મળે. તેમ છતાં ફોટોશોપ કેમરામાં પોટ્રેટ,લેન્ડસ્કેપ કે સેલ્ફી જેવા ફોટા માટે પાવરફુલ એડિટિંગ ટુલ્સ હશે.

ફોટો ઓટેમેટિક રીતે થશે એડિટ 

જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આપમેળે તમારો ફોટા સૌથી બેસ્ટ બને તે રીતે એડિટ કરશે.કેમેરાએ ઓટોમેટિક એડિટ કરેલા ફોટા તમને ન ગમે તો આ કેમરા તમે પાડેલો ઓરિજનલ ફોટો પણ સેવ કરશે.ફોટોશોપ કેમેરામાં આ ઉપરાંત અન્ય એપમાં હોય તેવા અનેક ફિલ્ટર પણ હશે.

સંકળાયેલા મુદ્દાઓ

Adobe Photoshopped Technology sensei ગુજરાતી ન્યૂઝ ટેકનોલોજી Technology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ