બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / ટેક અને ઓટો / ના OTP, ના PIN! માત્ર ફિંગરપ્રિન્ટથી બેંક એકાઉન્ટ થઇ જશે ખાલીખમ! બચો આ રીતે

ટેક્નોલોજી / ના OTP, ના PIN! માત્ર ફિંગરપ્રિન્ટથી બેંક એકાઉન્ટ થઇ જશે ખાલીખમ! બચો આ રીતે

Published By: Bijal Vyas

Last Updated: 04:56 PM, 14 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ (AEPS)ની જેમ કરવામાં આવતી છેતરપિંડી આ રીતના સ્કેમમાં ના ફક્ત એકાઉન્ટ હોલ્ડરની સાથે ફ્રોડ હોય છે. અપરાધી એવા એકાઉન્ટ્સનો ઉપયોગ મ્યૂલ એકાઉન્ટની રીતે કરે છે.

સ્કેમર્સ લોકોને અલગ અલગ રીતે ઠગે છે. ઠગીની એક પદ્ધતિ એવી છે કે જેમાં કોઇ ઓટીપી કે ના તો PINની જરુર હોતી નથી. અહીં આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ (AEPS)ની જેમ કરવામાં આવતી છેતરપિંડી આ રીતના સ્કેમમાં ના ફક્ત એકાઉન્ટ હોલ્ડરની સાથે ફ્રોડ હોય છે. અપરાધી એવા એકાઉન્ટ્સનો ઉપયોગ મ્યૂલ એકાઉન્ટની રીતે કરે છે. AEPS ફ્રોડમાં સ્કેમર્સ ટાર્ગેટની આધાર ડિટેલ્સ ચોરે છે, પછી તે ડિટેલ્સનો ઉપયોગ કરીને પૈસાની હેરફેર કરે છે.

કેવી રીતે થાય છે AEPS ફ્રોડ?

સ્કેમર્સ સૌથી પહેલા આધાર ડેટા, ફિંગર પ્રિન્ટ અને બીજી ડિટેલ્સ ચોરે છે. તે માટે તેઓ ઘણા લીક થયેલા ડેટાનો ઉપયોગ કરે છે. ત્યાર બાદ સ્કેમર્સ ચોરી કરવામાં આવેલ ડેટાથી એક નકલી ફિંગરપ્રિન્ટ તૈયાર કરે છે અને AEPS માઇક્રો-એટીએમ પર તેને યૂઝ કરી શકે છે. તેની મદદથી સ્કેમર્સ પોતાના ખાતાને પૂરી રીતે ખાલી કરી શકે છે.

મ્યૂલ એકાઉન્ટ શું હોય છે?

એવા એકાઉન્ટ્સ જેને અનેકવાર ખાતાધારક કે ભાડે આપે છે નહીં તો એકાઉન્ટ્સ કોમ્પ્રોમાઇઝ્ડ હોય છે અને તેમના ઉપયોગ ઠગીમાં લેણદેણ માટે કરવામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો તમારા એકાઉન્ટ સ્કેમર્સ ભાડે લઇ શકે છે અથવા કોઇ રીતે તેમનો એક્સેસ કરીને લેણદેણ કરે છે. એવા એકાઉન્ટને મ્યૂલ એકાઉન્ટ કહે છે.

scam

એવા ફ્રોડ્સને કેવી રીતે રોકી શકાય?

બીએલએસ ઇ- સર્વિસેઝ (BLS E-Services)ના ચેરમેને જણાવ્યું કે, AEPS ફ્રોડ્સને રોકવા સૌથી સારી રીત GPS ઇનેબલ ડિવાઇસેસ છે. આ રીતે ડિવાઇસેસના કારણથી એક નિશ્ચિત જગ્યાથી ટ્રાન્જેક્શન થઇ શકે છે. જો GPS ડિવાઇસથી કરવામાં આવેલ પેમેન્ટ રિક્વેસ્ટ રજિસ્ટર્ડ સર્વિસ એરિયાથી બહાર હોય છે, તો પેમેન્ટ નહીં થાય તેવા પેમેન્ટ અસામાન્ય હોય છે.

આ GPS ઇનેબલ્ડ ડિવાઇસેસ ના ફક્ત બેંક ફ્રોડને રોકી શકાય શકાય છે. આનાથી બેંક અને NPCIને પણ ફાયદો થઇ રહ્યો છે. GPS ડેટાની મદદથી ફ્રોડ હોટસ્પોટની ઓળખ કરી શકાય છે. જેવી જ ગામ કે બ્લોક્સની જાણકારી મળે છે, જ્યાં ફ્રોડ વધારે થઇ રહ્યા છે તેમની સેફ્ટી વધારવામાં આવી છે.

ai-job

ફ્યચરમાં આ ડિવાઇસેસમાં AIના ઇન્ટીગ્રેશનથી ફ્રોડ્સને રોકવા માટે સારી ટેક્નોલોજી તૈયાર કરી શકાય છે. આ ડિવાઇસેસમાં બાયોમેટ્રિક લાઇવેનેસ ચેક જેવી ટેક્નોલોજી જોડી શકાય છે. તેની મદદથી ફર્જી બાયોમેટ્રિક્સનો ઉપયોગ રોકી શકાય છે. ધ્યાન રાખો કે, આ ડિવાઇસેસ યૂઝરના લોકેશન ટ્રેક નહીં કરે. પરંતુ આ મશીનની લોકેશન બતાવે છે, જે એક નિશ્ચિત એરિયાની બહાર કામ નથી કરતી.

તમે કેવી રીતે બચી શકાય છે?

આ રીતના ફ્રોજથી ફક્ત જાગૃત રહીને બચાવી શકાય છે. તમારે તમારા બાયોમેટ્રિક્સને લોક રાખવી જોઇએ. તમે UIDAIની વેબસાઇટ પર જઇ પોતાના આધાર અને બાયોમેટ્રિક્સ લોક કરી શકે છે, સાથે કોઇ નકલી કે અનાધિકૃત સેન્ટર પર પોતાનો આધાર અપડેટ ના કરો. પોતાના આધારને કોઇ અજાણ્યા વ્યક્તિની સાથે શેર ના કરો.

ઘણીવાર લોકો પોતાના આધાર કાર્ડને દુકાન પર ફોટો કોપી માટે આપે છે અને પછી તેના દુકાનદારો માટે પાસે તમારા આધારની કોપી રહી જાય છે. આમ કરવુ ખૂબ જ રિસ્કી હોઇ શકે છે, તેથી સારુ રહે જો તમે ફિઝિકલ આધાર કાર્ડથી ફોટો કોપી લો. જો કોઇને ફોટો મોકલો તો કામ થયા બાદ તેને ડિલીટ કરી દો.

સંકળાયેલા મુદ્દાઓ

AEPS scam stay safe aadhaar fraud

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ