ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે નવેમ્બરથી ઘરે બેઠાં બદલી શકશો નામ, એડ્રેસ અને મોબાઇલ નંબર, બસ કરવું પડશે આ કામ
Last Updated: 09:03 PM, 26 September 2025
ADVERTISEMENT
આધાર કાર્ડ અપડેટ કરવા માટે લાંબી લાઈનમાં તમારે હવે નહીં ઊભા રહેવું પડે. UIDAI (યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ એક મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં તમે ઘરે બેઠા જ આધારકાર્ડમાં સુધારા કરી શકવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે, જેનાથી મોબાઇલ ફોન અથવા કોમ્પ્યુટરથી વિગતો ચકાસવામાં આવશે. જો કે અમુક બાબતો માટે રૂબરૂ જવું પણ જરૂરી છે.
ADVERTISEMENT

આધારકાર્ડમાં ફોટો અપડેટ કરવાની અથવા ફિંગરપ્રિન્ટ અને આઇરિસ સ્કેન જેવા બાયોમેટ્રિક ફેરફારો માટે આધારકેન્દ્ર પર જવું ફરજીયાત છે. પરંતુ નામ,સરનામું અને મોબાઇલ નંબર જેવા ફેરફારો હવે તમે ઘરેબેઠા તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરથી કરી શકશો.નવેમ્બરથી ઘરે બેઠા તમારા આધારકાર્ડમાં નામ,એડ્રેસ અને નંબર જેવી માહિતી બદલી શકશો.
ADVERTISEMENT

UIDAI હવે આધારનો ઉપયોગ વધારે સેવાઓમાં કરાવવા માગે છે, હાલ દરરોજ થતા 90 મિલિયન ઓથેન્ટિકેશનને વધારીને 200 મિલિયન સુધી પહોંચાડવાની યોજના છે, રેલવે ટિકિટ ખરીદવા જેવા કામોમાં આધારનો ઉપયોગ થશે અને બાળકોના બાયોમેટ્રિક્સ અપડેટ કરવા માટે શાળાઓમાં ખાસ કેમ્પો પણ યોજાશે.
ADVERTISEMENT

UIDAI દુરુપયોગ અટકાવવા માટે મૃત વ્યક્તિઓના આધાર કાર્ડ નિષ્ક્રિય કરી રહ્યું છે અને અત્યાર સુધીમાં 12 મિલિયનથી વધુ કાર્ડ નિષ્ક્રિય કરવામાં આવ્યા છે, જેથી સરકારી લાભો અને સબસિડીનો ખોટો ઉપયોગ રોકી શકાય.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ નવું આધાર કાર્ડ કઢાવવા કે અપડેટ કરાવવા આ ડોક્યુમેન્ટ જરૂરી, જુઓ લિસ્ટ
હાલ ભારતમાં 1.42 કરોડથી વધુ આધાર કાર્ડ જારી થયા છે, UIDAI એ સ્પષ્ટ કર્યું છે કે આધાર નાગરિકતાનો પુરાવો નથી, તમામ ડેટા માત્ર ભારતમાં જ સ્ટોર કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે અને અત્યાર સુધી કોઈ ડેટા લીકની જાણ નથી થઈ, કારણ કે તેની સુરક્ષા કાયદાઓ અન્ય નિયમો કરતાં ખૂબ કડક છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT