બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / સૂર્યથી 1500 ગણો વિશાળ તારો ફાટી જશે, બ્રહ્માંડમાં અદ્ભુત ઘટના, વૈજ્ઞાનિકો દૂરબીને લગાવીને બેસી ગયા

અવકાશ / સૂર્યથી 1500 ગણો વિશાળ તારો ફાટી જશે, બ્રહ્માંડમાં અદ્ભુત ઘટના, વૈજ્ઞાનિકો દૂરબીને લગાવીને બેસી ગયા

Nirav Kumar

Last Updated: 03:25 AM, 26 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, WOH G64 નામના તારામાં મોટું પરિવર્તન જોવા મળ્યું છે. જેમાં આ તારો પોતાની રેડ અવસ્થામાંથી યેલો સુપર જાયન્ટ અવસ્થામાં આવી ગયો છે. જે તેના અંતનો સંકેત છે.

બ્રહ્માંડના સૌથી વિશાળ તારાઓમાનો એક WOH G64માં 2014માં એક મોટું પરિવર્તન જોવા મળ્યું હતું. જેમાં નવું રિસર્ચ મુજબ તેમાં મહાવિસ્ફોટ થવાનો છે. નેશનલ ઓબ્ઝર્વેટરીના મોંગોલિયન મૂનસાક-સોજની સ્ટડીમાં જાણવા મળ્યું છે કે આ તારો પોતાની લાલ અવસ્થામાંથી યેલો સુપર જાયન્ટ અવસ્થામાં આવી ગયો છે.

વૈજ્ઞાનિકો મુજબ આ ફેરફાર તારાના જીવનના અંતિમ તબક્કાનો સંકેત હોય છે. જેમાં યેલો સુપર જાયન્ટ તબક્કામાં પહોંચ્યા બાદ તારો મોટા ભાગે મહાવિસ્ફોટ સાથે નાશ પામે છે. આ અંગે નેચર એસ્ટ્રોનોમીમાં આ સ્ટડી પબ્લીસ થઇ છે. જેમાં WOH G64ની શોધ 1970ના દાયકામાં લાર્જ મેગેલેનિક ક્લાઉડમાં થઈ હતી, જે આપણી આકાશગંગાની નજીક એક નાની આકાશગંગા છે.

આ તારો ખૂબ જ ચમકદાર અને વિશાળ છે. જેનો આકાર સૂર્યની ત્રિજ્યાથી લગભગ 1500 ગણો વધારે છે. એમાં વર્ષ 2014ના અંત સુધીમાં યુરોપિયન ટેલિસ્કોપની મદદથી તેની તસવીર લેવામાં આવી. જેમાં તેની ચારે તરફ ધૂળનું આવરણ જોવા મળ્યું હતું. તેથી જાણવા મળે છે કે આ તારો ઉંમર વધવાની સાથે પોતાનું માસ ઝડપથી ગુમાવી રહ્યો છે. સ્ટડી મુજબ આ તારો પોતાની યેલો સુપર જાયન્ટ અવસ્થામાં છે.

vtv app promotion

જ્યાં સુધી દબાણને કારણે તે સુપરજાયન્ટ ન બન્યો ત્યાં સુધી WOH G64 ગેસ અને ધૂળના વિશાળ વાદળના સંકોચનથી ઉત્પન્ન થયો હતો. આ તારો પોતાના કેન્દ્રમાં હાઇડ્રોજનના પરમાણુઓને ફ્યુઝન દ્વારા બાળે છે. ત્યાર બાદ તે એક્સ્પેન્ડ થયું અને હિલીયમ બળવા લાગ્યું. તેને રેડ સુપરજાયન્ટ કહેવામાં આવે છે. જોકે દરેક વિશાળ તારા સુપરજાયન્ટ નથી બનતા. મોટાભાગના જાયન્ટ તારા ગેસના વિકાસ સાથે આ અવસ્થામાં પહોંચી શકે છે. આ પરિવર્તન દરમિયાન તારાના આઉટર લેયર ઢીલુ અને લાલ થઈ જાય છે. તેનો કોર શ્રીંક થવા લાગે છે. જેમાં યેલો સુપરજાયન્ટ ફેઝમાં પહોંચ્યા બાદ આ તારાનું જીવન સામાન્ય રીતે બીગ એક્સપ્લોઝન સાથે સમાપ્ત થાય છે.

વધુ વાંચો : વિશાળકાય એસ્ટરોઇડ અથડાયા બાદ કેવું દ્રશ્ય સર્જાય છે, જુઓ અદભુત PHOTO

નવી સ્ટડી મુજબ, વર્ષ 2014માં આ તારાની સપાટીનો એક હિસ્સો બહાર નીકળી ગયો છે. જેમાં વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ ઘટના કોઈ નાના તારા સાથેના ઈન્ટરેક્શનના લીધે બની હશે. બીજી એક એવી પણ શક્યતા છે કે, આ તારો બીગ એક્સપ્લોઝન થયા પહેલા જ સુપરનોવા અવસ્થામાં પહોંચી ગયો હતો. જેમાં વધારે માસના લીધે બહારનું લેયર ફૂલ સ્પીડથી બહાર ફેંકાય જાય છે. મોટા ભાગના તારાઓ કરોડો કે અબજો વર્ષો સુધી રહે છે. આથી વૈજ્ઞાનિકોને મોટાભાગે કોઈ તારા અંગે આટલું સ્પષ્ટ પરિવર્તન જોવાનો મોકો નથી મળતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Final Stage Yellow Supergiant WOH G64
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ