બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:31 PM, 19 December 2025
બ્રહ્માંડમાં નાસાના હબલ સ્પેસ ટેલિસ્કોપે અગાઉ ક્યારેય ન જોયેલી ઘટના જોઈ છે. જેમાં પૃથ્વીથી લગભગ 25 પ્રકાશ-વર્ષ દૂર ફોમલહૌટ નામના તારામંડળમાં બે મોટા એસ્ટરોઇડ ટકરાયા હતા. આ ટક્કરથી ધૂળના મોટા વાદળ બન્યા હતા. વૈજ્ઞાનિકો તેને "કેટસ્ફોફિક" ઘટના જણાવી રહ્યા છે. ફોમલહૌટ રાત્રિના આકાશમાં સૌથી તેજસ્વી તારાઓમાંનો એક છે.
ADVERTISEMENT
અવકાશના ઇતિહાસની આ સીમાચિહ્નરૂપ ઘટનામાં ખગોળશાસ્ત્રીઓને પહેલી વાર બાહ્ય તારામંડળમાં અચાનક પ્રકાશનો બિંદુ દેખાયો હતો. કેલિફોર્નિયા યુનિવર્સિટીના પોલ કલાસે આ અંગે જણાવ્યું હતું કે, "અમે બે વિશાળ ઓબ્જેક્ટ વચ્ચે ટક્કર જોઈ છે. તે આપણા પોતાના સૌરમંડળમાં જોયેલી બીજી કોઈપણ બાબતથી અલગ છે." આ ટક્કર ખુબ પાવરફુલ હતી. આથી તેમાંથી નીકળતા પદાર્થોથી મોટા વાદળો બન્યા હતા. આ કમ્પોઝીટ હબલ સ્પેસ ટેલિસ્કોપ ઈમેજ ફોમલહૌટ તારાની આસપાસ પદાર્થોની રિંગ અને ધૂળના વાદળો CS1 અને CS2 બતાવે છે.
ફોમલહૌટ તારો પૃથ્વીથી 25 પ્રકાશ-વર્ષ દૂર છે. તે પીસીસ ઓસ્ટ્રિનસમાં આવેલો છે. તે આપણા સૂર્ય કરતાં વધુ તેજસ્વી અને મોટો છે. તેની આસપાસ વલયો છે. વર્ષ 2008 માં હબલે અહીં એક ગ્રહ જેવી વસ્તુનું અવલોકન કર્યું. તેનું નામ ફોમલહૌટ b રાખવામાં આવ્યું હતું. બાદમાં જાણવા મળ્યું હતું કે તે કોઈ ગ્રહ નથી પણ એક એસ્ટરોઇડ ટક્કરથી રચાયેલ ધૂળનું વાદળ છે. હવે વૈજ્ઞાનિકોએ ત્યાં પ્રકાશનો બીજો બિંદુ શોધી કાઢ્યો છે. તેનું નામ CS2 રાખવામાં આવ્યું છે. તે પ્રીવિયસ પદાર્થની ખૂબ નજીક છે. આ પણ બે એસ્ટોરોઇડની ટક્કરથી બન્યું હતું.
ADVERTISEMENT

પેનલ 1 માં ઉપર ડાબી તરફ ફોમલહૌટ તારો દેખાય છે. નીચલા જમણા ભાગમાં બે સફેદ બિંદુઓ ફોમલહૌટની પરિક્રમા કરતા બે મોટા પદાર્થો છે. પેનલ 2 માં આ પદાર્થો એકબીજાની નજીક આવે છે. પેનલ 3 બે પદાર્થો વચ્ચેની ટક્કર છે. પેનલ 4 માં ધૂળના વાદળ cs2 છે.આ સિસ્ટમ ફટાકડાની માફક ચમકી રહી છે.
ADVERTISEMENT
આ નવું સંશોધન વૈજ્ઞાનિકોને વિચારવા મજબૂર કર્યા છે. કેમ કે, જૂના સિદ્ધાંતો મુજબ આવી ટક્કર દર 1,00,000 વર્ષે થાય છે. પરંતુ હબલે 20 વર્ષમાં બે ટક્કર જોયા છે. આ કોન્સેપ્ટ ફોમલહૌટ તારાની આસપાસ ધૂળના વાદળ CS2 ની રચના તરફ દોરી જતી ઘટનાઓની સિક્વન્સ બતાવે છે.

ADVERTISEMENT
એક અંદાજ એવો છે કે જે એસ્ટરોઇડ અથડાયા હતા તે 60 કિલોમીટર પહોળા કે લગભગ 37 માઈલ વ્યાસના હતા. આ ટક્કર એટલી મોટી હતી કે બંને એસ્ટરોઇડ નાશ પામ્યા છે જેનાથી ધૂળનું એક વિશાળ વાદળ બન્યું હતું. એવામાં કેન્બ્રીઝ યુનીવર્સીટીના માર્ક વાયટનો અંદાજ છે કે "આવા 300 મિલિયન ઓબ્જેક્ટ હોઈ શકે છે. આ સિસ્ટમ નેચરલ લેબોરેટરી જેવી છે. અહીં આપણે ગ્રહો કેવી રીતે બને છે અને નાશ પામે છે તેનું અવલોકન કરી શકીએ છીએ".
ADVERTISEMENT
વૈજ્ઞાનિકો હવે તેના પર લગાતાર નજર રાખશે. તેઓ આગામી ત્રણ વર્ષ સુધી CS2 ને ટ્રેક કરશે. તેઓ એ જોવા માંગે છે કે આમાં કેવી રીતે ફેરફાર થાય છે. શું તે ઝાંખું પડે છે કે વધુ પ્રકાશિત થાય છે ? તેની સાથે નાસાનો જેમ્સ વેબ ટેલિસ્કોપ પણ કામ કરશે. વેબનો નીયર ઇન્ફ્રારેડ કેમેરો યુનિક છે. તે એ પણ જણાવી શકે છે કે વાદળમાં પાણી છે કે બરફ. એવામાં હબલ અને વેબ મળીને આ રહસ્યને ઉકેલવાનું કામ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.