ન્યૂઝ અપડેટ્સ
VTV / Tech & Auto / A bug causes Google Assistant
ADVERTISEMENT
ADVERTISEMENT
હવે ગુગલ આસીસ્ટનન્ટમાં વિચિત્ર બગના અહેવાલ આવ્યા છે.આ બગના કારણે મોબાઇલનો ડિસ્પ્લે ફ્રિજ થઇ જાય છે અને સ્ક્રીન ઓન જ રહે છે. કેટલીક વખત ફોન લોક પણ થતો નથી.તેથી બેટરી પુરી ન થઇ જાય ત્યાં સુધી સ્ક્રિન ચાલુ જ રહે છે.જોકે તમામ ફોનમાં આ સમસ્યા થતી નથી.
ગુગલ વોઇસ કમાન્ડ એક્ટિવેટમાં થઇ રહી છે સમસ્યા
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર આસીસ્ટ્ન્ટને વોઇસ કમાન્ડ હે ગુગલ બાલીને એક્ટિવેટ કરવાથી આ સમસ્યા થઇ રહી છે. ટેકનો વેબસાઇટ એન્ડ્રોઇડ પોલીસે સૌ આ બગ અંગે જાણકારી આપી છે. અનેક લોકો હે ગુગલ વોઇસ કમાન્ડ આપ્યા બાદ મુશ્કેલીમાં મુકાયા છે.

ADVERTISEMENT
યુઝર્સે ગુગલ ફોરમમાં પણ કરી ફરિયાદ
સ્ક્રિન ફ્રીઝ થઇ જવાથી અન્ય કોઈ એપ્લિકેશન પણ કામ કરતી નથી. ગુગલ સ્માર્ટ હોમ ડિવાઇસીસ પણ આ બગની અસર થઇ છે. અન્ય એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બગની જાણ ગયા સપ્ટેમ્બરમાં જ થઇ હતી. કેટલાક યુઝર્સે ગુગલ ફોરમમાં પણ ફરિયાદ કરી છે.
ADVERTISEMENT
જોકે ગૂગલે આ મામલે હજી સુધી કોઈ નિવેદન આપ્યું નથી. આ બગ દુર કરવા ગુગલ કયારે અપડેટ આપશે તે પણ સ્પષ્ટ નથી. તેથી જયાં સુધી ગુગલ અપડેટ આપીને બગ દુર ન કરે ત્યાં સુધી ગૂગલ આસીસ્ટ્ન્ટનો ઉપયોગ ન કરવા નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો