બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Extra / જીમમાં એક્સરસાઈઝ કરનારા ચેતજો! એક નાની ભૂલથી જીવનું જોખમ, જુઓ વીડિયો

Video / જીમમાં એક્સરસાઈઝ કરનારા ચેતજો! એક નાની ભૂલથી જીવનું જોખમ, જુઓ વીડિયો

Last Updated: 09:40 PM, 16 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કટિંગ બોડીનો ક્રેઝ યુવાનોમાં ખૂબ છે, જેથી અમુક વખત જલ્દી જલ્દી બોડી બનાવી દેવામાં યુવાનો દ્વારા ઈગો લિફ્ટિંગ પણ કરવામાં આવતું હોય છે. પરંતુ આ વસ્તુ ઘણી વખત જોખમી સાબિત થઈ શકે છે.

દરેક વ્યક્તિ એ ચાહે સ્ત્રી હોય કે પુરુષ તે  સારી અને ટોન બોડી ઈચ્છે છે. આથી તેઓ ફીટ રહેવા પ્રયાસ પણ કરતા હોય છે. જેના માટે જીમ જોઈન કરવું અથવા ઘરે જ કસરત કરવામાં આવતી હોય છે. કેટલાક યુવાનો તો ફક્ત છોકરીઓને ઇમ્પ્રેશ કરવા જ જીમ જોઈન કરતા હોય છે. તો અમુક તેને પોતાનું પેશન બનાવી દે છે. જેમાં બોડી બિલ્ડીંગનું જુનૂન અમુક વખત એટલી ચરમસીમાએ પહોંચી જાય છે કે તેઓ આડેધડ કસરતો કરવા લાગે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડીયામાં ધ્યાને આવ્યો છે.

PROMOTIONAL 1

ઘણા લોકો જીમમાં ગયા બાદ તરત જ કટિંગ બોડી બનાવી દેવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે જલ્દી શક્ય નથી હોતું. બાદમાં તેઓ ઈગો લિફ્ટિંગ કરવાનું શરૂ કરી દે છે. જેના કારણે તેમને ખરાબ પરિણામ ભોગવવા પડે છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, એક યુવકે જેવું જ બોર્બલ વેટ ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેની ગરદન તેનાથી દબાઈ જાય છે. જેના કારણે તેનો ચહેરો લાલઘૂમ થઈ જાય છે. જેમાં તે બોર્બલ વેટને ગરદન પરથી હટાવવાનો પ્રયાસ કરે છે પણ તે નથી કરી શકતો, જેથી તે તરફડીયા મારવા લાગે છે.

વધુ વાંચો : સિંહ ફક્ત જંગલનો જ રાજા..! તબેલામાં ઘૂસેલા ડાલામથ્થાને ભેંસોએ શિંગડે ચઢાવ્યો, માંડ માંડ બચાવ્યો જીવ, VIDEO વાયરલ

આ વીડિયોમાં છેલ્લે એમ તો સ્પષ્ટ નથી થતું કે, તેમાં યુવકનો બચાવ થઈ ગયો કે, તેનું મૃત્યુ થઈ ગયું. આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તે પણ સ્પષ્ટ નથી થયું.  વીડિયોથી જીમ કરવાવાળાને એવી તો શીખ જરૂરથી મળી છે કે, કેપેસિટી બહાર જઈને ઈગો લિફ્ટિંગ ન કરવુ જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gym Over Lifting Exercise
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ