ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સિંહ ફક્ત જંગલનો જ રાજા..! તબેલામાં ઘૂસેલા ડાલામથ્થાને ભેંસોએ શિંગડે ચઢાવ્યો, માંડ માંડ બચાવ્યો જીવ, VIDEO વાયરલ

ગીર સોમનાથ / સિંહ ફક્ત જંગલનો જ રાજા..! તબેલામાં ઘૂસેલા ડાલામથ્થાને ભેંસોએ શિંગડે ચઢાવ્યો, માંડ માંડ બચાવ્યો જીવ, VIDEO વાયરલ

Last Updated: 05:15 PM, 16 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથ જિલ્લામાંથી સિંહનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ભેંસોના તબેલામાં પહોંચેલા સિંહ સાથે ભેંસોએ મજબૂત મુકાબલો કર્યો છે

ADVERTISEMENT

Gir Somnath Viral Video: ગીર સોમનાથ પંથકમાં અવારનવાર વનરાજ લટાર મારતા જોવા મળતા હોય છે, ક્યારેક એકલા તો ક્યારેક સહપરિવાર રસ્તા પર કે ખેતરો અને રહેણાંક વિસ્તારમા લટાર મારતા જોવા મળતા હોય છે. સોશિયલ મીડિયા પર પણ તેના વીડિયો અવારનવાર વાયરલ થતા હોય છે. એવામાં જંગલના રાજાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, સિંહ ભેંસોના તબેલામાં પહોંચી જાય છે અને જ્યાં ભેંસો તેને શિંગડે ચડાવે છે.

ભેંસોના તબેલામાં પહોંચેલા સિંહનો ભેંસોએ કર્યો મુકાબલો

ગીર સોમનાથ જિલ્લામાંથી સિંહનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ભેંસોના તબેલામાં પહોંચેલા સિંહ સાથે ભેંસોએ મજબૂત મુકાબલો કર્યો છે. તબેલામાં ઘૂસેલા સિંહને ભેંસોએ શિંગડે ચઢાવ્યો અને આમ જગલના રાજા સિંહને બતાવ્યું કે, આ તબેલો ભેંસોનો છે સિંહનો નહી !

આ પણ વાંચો: ગુજરાતના અનેક જીલ્લામાં ખાતરની અછત, DAP ખાતરની માગ પુરી કરવા પ્રતાપ દુધાતે કૃષિ મંત્રીને લખ્યો પત્ર

PROMOTIONAL 12

સિંહને ભેંસોએ શિંગડે ચઢાવ્યો

સંખ્યાબંધ ભેંસો વચ્ચે ઘેરાયેલો સિંહ પોતાનો જીવ મોકો મળતાં જ બચાવી ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના પશુપાલકે પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કરી હતી. જે વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતની આન, બાન અને શાન સમાન સિંહો એક સમયે જંગલ વિસ્તાર તરફ રહેતા હતા અને અત્યારે ગ્રામ્ય વિસ્તાર એટલે કે, રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવે છે. જ પછી પાણીની શોધમાં હોય કે, ખોરકની શોધમાં આવતા હોય પરંતુ વર્તમાનમાં સિંહના રહેણાંક વિસ્તારોમાં ઘૂસવું નોર્મલ બની ગયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lion-Buffalo Fight Lion Video Viral Lion-Buffalo Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ