ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના અનેક જીલ્લામાં ખાતરની અછત, DAP ખાતરની માગ પુરી કરવા પ્રતાપ દુધાતે કૃષિ મંત્રીને લખ્યો પત્ર

મુશ્કેલી / ગુજરાતના અનેક જીલ્લામાં ખાતરની અછત, DAP ખાતરની માગ પુરી કરવા પ્રતાપ દુધાતે કૃષિ મંત્રીને લખ્યો પત્ર

Last Updated: 04:35 PM, 16 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળુ પાકના વાવેતરના સમયે ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. છેલ્લા 1 મહિના જેટલા સમયથી ખેડૂતો DAP ખાતર માટે દોડી રહ્યા છે

ADVERTISEMENT

દિવાળી બાદ શિયાળાનો પ્રારંભ થતા જ ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરી રહ્યાં છે. ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં DAP ખાતરની અછત સર્જાઈ છે. શિયાળુ પાકના વાવેતરના સમયે ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. છેલ્લા 1 મહિના જેટલા સમયથી ખેડૂતો DAP ખાતર માટે દોડી રહ્યા છે. પરંતુ ખાતરની અછતને કારણે શિયાળુ પાકના વાવેતરમાં વિલંબનો આક્ષેપ પણ કરી રહ્યાં છે. આ તરફ સુરેન્દ્રનગર જીલ્લામાં ખેડૂતોને DAP ખાતર નહીં મળતા મુશ્કેલીમાં મુકાયા છે. જેના પગલે ખેડૂતોમાં આક્રોશ છે સાથો સાથ તેઓ નિરાશ પણ છે. કારણ કે, ઘઉ, ચણા, જીરાનું વાવેતર કરી રહેલા ખેડૂતોને આ ખાતરની વધુ જરૂરિયાત હોય છે

Farmar 1

DAP ખાતરની અછત લઈ જગમાલ આર્યએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભારતીય કિસાન સંઘના પ્રદેશ અધ્યક્ષ જગમાલ આર્ય જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. તેમણે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીના ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. તેમણે ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો. કિસાન સંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક હોવાનું કહ્યું અને મુખ્યમંત્રી દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માટે આશ્વાસન પણ મળ્યું હોવાનું પણ કહ્યું હતું. આ સાથે જ બિન ખેડૂતોને ખેતીની જમીન આપવા અને DAP ખાતરની અછત વિશે પણ સરકારને રજૂઆત કરી હોવાનું કહ્યું, જો કે યોગ્ય પગલા નહીં લેવાય તો આંદોલનની પણ ચીમકી પણ ઉચ્ચારી છે.

jagmal aary

(ભારતીય કિસાન સંઘના પ્રદેશ અધ્યક્ષ જગમાલ આર્ય)

આ પણ વાંચો: ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાયમાં કરાયો વધારો

PROMOTIONAL 12

ખાતર ન મળતા ખેડૂતોની પાયમાલ જેવી સ્થિતિ: પ્રતાપ દૂધાત

અમરેલીમાં DAP ખાતરની અછતને લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પ્રતાપ દૂધાતએ કહ્યું કે, અમરેલીમાં ખેડૂતોને અતિવૃષ્ટિને કારણે નુકસાન થયું છે. નુકસાન બાદ હવે ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું. ખાતર ન મળતા ખેડૂતોની પાયમાલ જેવી સ્થિતિ થઈ છે. DAP ખાતરની માગ પુરી કરવામાં આવે તેવી પ્રતાપ દૂધાતે રજૂઆત પણ કરી છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કૃષિમંત્રીને પત્ર પણ લખ્યો છે.

pratp dudat 3

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

DAP Fertilizer DAP Fertilizer Shortage Pratap Dudhat's letter CM
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ