ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Worshiping Jyotirlinga according to Rashi gives auspicious results

મહાશિવરાત્રી 2023 / તમારે કયા જ્યોતિર્લિંગની કરવી જોઈએ પૂજા? રાશિ અનુસાર જાણી લો નામ, શુભફળની થશે પ્રાપ્તિ

Published By: Malay

Last Updated: 08:14 AM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમનાથ જ્યોતિર્લિંગ પૃથ્વીનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે ચંદ્રદેવે તેની સ્થાપના કરી હતી. મેષ રાશિવાળા લોકો જો પંચામૃતથી સોમનાથ જ્યોતિર્લિંગની પૂજા કરે છે તો તેમને ચંદ્રમાં અને શિવના આશીર્વાદ મળે છે.

ADVERTISEMENT

 

  • રાશિ અનુસાર જ્યોતિર્લિંગની પૂજા કરવાથી શુભ ફળ મળે છે
  • મહાદેવના 12 જ્યોતિર્લિંગ છે   જેનો સંબંધ 12 રાશિઓ સાથે છે
  • વૃષભ રાશિના લોકો મલ્લિકાર્જુનની પૂજા કરેતો તેમને શુભ ફળ મળે છે

મહાદેવના 12 જ્યોતિર્લિંગ છે જેનો સંબંધ 12 રાશિઓ સાથે છે. રાશિ અનુસાર જ્યોતિર્લિંગની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. જાણો રાશિ પ્રમાણે કયા જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ.

મેષ રાશિ (સોમનાથ) - સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું છે. તેને પૃથ્વીનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે ચંદ્રદેવે તેની સ્થાપના કરી હતી. મેષ રાશિવાળા લોકો જો પંચામૃતથી સોમનાથ જ્યોતિર્લિંગની પૂજા કરે છે તો તેમને ચંદ્રમાં અને શિવના આશીર્વાદ મળે છે.

વૃષભ રાશિ (મલ્લિકાર્જુન) – મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્ર પ્રદેશમાં કૃષ્ણા નદીના કિનારે શ્રીશૈલ નામના પર્વત પર આવેલું છે.   વૃષભ રાશિના લોકો મલ્લિકાર્જુનની પૂજા કરે છે તો તેમને શુભ ફળ મળે છે.

મિથુન રાશિ (મહાકાલેશ્વર) – મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવેલું છે. આ એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે. મિથુન રાશિના લોકો મહાકાલેશ્વરનું ધ્યાન કરતા 'ઓમ નમો ભગવતે રુદ્રાય' મંત્રનો જાપ કરે છે, તો તેમને ક્યારેય અકાળ મૃત્યુનો ભય નથી રહેતો.

કર્ક રાશિ (ઓમકારેશ્વર) – ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઈન્દોર નજીક આવેલું છે. કર્ક રાશિના લોકોએ આ જ્યોતિર્લિંગની પૂજા અને ધ્યાન કરવું જોઈએ.

સિંહ રાશિ (બૈજનાથ) - શ્રી વૈદ્યનાથ શિવલિંગને સમસ્ત જ્યોતિર્લિંગોમાં નવમું સ્થાન પ્રાપ્ત છે. આ જ્યોતિર્લિંગ સિંહ રાશિ સાથે સંબંધિત છે. સિંહ રાશિના લોકોએ બાબા વૈદ્યનાથ જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ. તેનાથી વેપાર, પરિવાર, રાજનીતિ કે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે.

કન્યા રાશિ (ભીમાશંકર) – આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સહ્યાદ્રી નામના પર્વત પર આવેલું છે. કન્યા રાશિવાળા લોકોએ ભીમાશંકર જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ. જો કન્યા રાશિવાળા લોકો શિવલિંગને દૂધ અને ઘીથી અભિષેક કરે છે તો ભીમાશંકર તેનાથી પ્રસન્ન થાય છે.

તુલા રાશિ (રામેશ્વર) - તમિલનાડુ રાજ્યમાં રામનાથ પુરં નામના સ્થાન પર સ્થિત રામેશ્વર જ્યોતિર્લિંગ તુલા રાશિ સાથે સંબંધિત છે. તેમની પૂજા અને દર્શન કરવાથી દામ્પત્ય જીવનમાં પ્રેમ અને સદભાવ રહે છે.

વૃશ્ચિક રાશિ (નાગેશ્વર) – વૃશ્ચિક રાશિવાળા લોકો માટે ગુજરાતના દ્વારકા જિલ્લામાં આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરવી શુભ છે.

ધન રાશિ (કાશી વિશ્વનાથ) – ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્થિત કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ધન રાશિ સાથે સંબંધિત છે.

મકર રાશિ (ત્ર્યંબકેશ્વર) – મકર રાશિના લોકોએ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ. આ જ્યોતિર્લિંગ નાસિક મહારાષ્ટ્રમાં આવેલું છે.

કુંભ રાશિ (કેદારનાથ) - ઉત્તરાખંડમાં સ્થિત કેદારનાથ જ્યોતિર્લિંગ કુંભ રાશિ સાથે સંબંધિત છે. કુંભ રાશિના લોકોએ કેદારનાથ શિવલિંગને પંચામૃતથી અભિષેક કરવો જોઈએ અને પછી કમળના ફૂલ અને ધતુરા અર્પણ કરવા જોઈએ.

મીન રાશિ (ઘુશ્મેશ્વર) – મીન રાશિના લોકોએ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં સ્થિત ઘુશ્મેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ. આ જ્યોતિર્લિંગ 12મા જ્યોતિર્લિંગ તરીકે પ્રસિદ્ધ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Mahashivratri 2023 Worshiping Jyotirlinga mahashivratri મહાશિવરાત્રી 2023 મહાશિવરાત્રી ઉપાય રાશિ મુજબ શિવલિંગની પૂજા Mahashivratri 2023

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ