ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / નેપાળમાં ભૂકંપના આંચકા, ફરી પૂરના ખતરા વચ્ચે ધરતી ધ્રુજી

વિશ્વ / નેપાળમાં ભૂકંપના આંચકા, ફરી પૂરના ખતરા વચ્ચે ધરતી ધ્રુજી

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:45 PM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nepal Earthquake: પૂરના ખતરા વચ્ચે નેપાળમાં 3.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. નેપાળના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

ADVERTISEMENT

નેપાળમાં પૂરની તબાહી વચ્ચે હવે ભૂકંપના ઝટકાએ લોકોની ચિંતા વધારી દીધી છે. રિક્ટર સ્કેલ પર 3.2 ની તીવ્રતાવાળા આ ભૂકંપે લોકોમાં ગભરાટ ફેલાવ્યો છે. એક તરફ ભોટેકોશી નદીમાં નવા બનેલા તળાવ ફાટવાનો ખતરો મંડરાઇ રહ્યો છે, તો બીજી તરફ આ ભૂકંપના આંચકાઓએ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના હૃદયના ધબકારા વધારી દીધા છે.

ભૂકંપની તીવ્રતા ઓછી હોવા છતાં નેપાળ પહેલાથી જ પૂરના સંકટનો સામનો કરી રહ્યું છે. ભોટેકોશી નદીમાં આવેલા પૂર પછી પરિસ્થિતિ હજુ સામાન્ય થઈ નથી. આવી સ્થિતિમાં આંચકાઓએ લોકોની ચિંતા વધારી દીધી છે. જોકે આ ભૂકંપથી કોઈ મોટું નુકસાન થયું નથી. જાણકારી અનુસાર આ ભૂકંપ ગુરુવાર 27 ઓગસ્ટ 2026 ના રાત્રે 9:18 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર નીચે હોવાનું જાણવા મળે છે.

નેપાળ ઉપરાંત ગુરુવારે તિબેટમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ વધુ તીવ્રતાનો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ અહેવાલ આપ્યો છે કે તિબેટમાં રાત્રે 8:15 વાગ્યે ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર પણ પૃથ્વીથી 10 કિલોમીટર નીચે હતું.

આ પણ વાંચોઃ OMG / 72 કલાક 'ભારે'! ગમે ત્યારે આવી શકે 30 લાખ ક્યુબિક મીટર પાણી, ચીનની ચેતવણી

નેપાળ હાલના પૂરની તબાહીની વેદનામાંથી હજુ બહાર આવ્યું નથી. તિબેટમાં ભોટેકોશી નદી પાસે ભૂસ્ખલન પછી આવેલા અચાનક પૂરથી ભારે વિનાશ થયો હતો. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં 389 લોકોના મોત થયાના છે, જ્યારે અંદાજે 1,500 ગુમ થયાનું મનાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nepal flood Earthquake Nepal Earthquake

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ