બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:32 AM, 24 September 2025
H-1B Visa: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B Visa ફી વધારીને 1 લાખ ડોલર કરી દીધા પછી હવે પસંદગી પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. અમેરિકાના ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ મંગળવારે નવા ડ્રાફ્ટ જાહેર કરીને જણાવ્યું કે હવે વિઝા પસંદગીમાં લોટરી સિસ્ટમને ખતમ કરીને 'સેલરી અને સ્કીલ્સ આધારિત' સિસ્ટમ અપનાવવામાં આવશે.
ADVERTISEMENT
પ્રસ્તાવિત સિસ્ટમ અંતર્ગત, અરજદારોએ તેમના ઓક્યુપેશનલ એમ્પ્લોયમેન્ટ એન્ડ વેજ સ્ટેટેસ્ટિકસ (OEWS) વર્ગીકારણને આધારે પ્રાથમિકતા મળશે. પગાર સ્તર એકથી ચાર સુધી નક્કી થશે, જેમાં લેવલ 4 અરજદારને પસંદગી પૂલમાં ચાર એન્ટ્રી મળશે અને લેવલ એકના અરજદારને એક એન્ટ્રી મળશે.

ADVERTISEMENT
જોકે, દરેક અરજદારને સંખ્યા ગણતરીમાં ફક્ત એક જ વાર ગણવામાં આવશે. ટ્રમ્પ વહીવટીતંત્રના કહેવા પ્રમાણે, આ સુધારા નોકરીદાતાઓને વધુ સારું વેતન આપવા અને વધુ લાયક ઉમેદવારો પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરશે. ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ અંદાજો લગાવ્યો છે કે આ ફેરફારથી H-1B કર્મચારીઓની વાર્ષિક આવકમાં પહેલા વર્ષથી જ લગભગ 502 મિલિયન ડોલરનો વધારો થશે.
ADVERTISEMENT
નવી પસંદગી પ્રક્રિયા નવા સંગઠનો માટે પડકાર સાબિત થઈ શકે છે, ખાસ કરીને એ સંસ્થાઓ માટે જે વેતન સ્તર એકના કર્મચારીને ભરતી કરે છે. દરેક ખાલી પદ પર તેમને લગભગ 85,006 ડોલર સુધી વધારાનો ખર્ચો કરવો પડી શકે છે. જયારે વધારે પગારવાળા કર્મચારીઓને નોકરી આપતા નાના સંગઠનોની પસંદગીની સંભાવના પહેલા કરતા વધુ સારી થઈ જશે. આ પગલું ટ્રમ્પ તંત્રની કડક ઇમિગ્રેશન નીતિનો ભાગ માનવામાં આવે છે.

ADVERTISEMENT
અમેરિકાની સરકારે H-1B Visaની ફીમાં ભારે ભરખમ વધારો કર્યો છે, જેનાથી ભારતીય આઈટી કંપનીઓ અને પ્રોફેશનલ્સ પર મોટી અસર થઈ શકે છે. નવી ફી પ્રમાણે, હવે અમેરિકન કંપનીઓએ દરેક H-1B Visa એપ્લિકેશન માટે 1 લાખ ડોલર એટલે કે લગભગ 88 લાખ રૂપિયા ભરવા પડશે. ફીમાં આ વધારો 21 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: 'NATO એરસ્પેસમાં રશિયાના વિમાન દેખાય એટલે...', ટ્રમ્પે આપી દીધી ખુલ્લી છૂટ
ADVERTISEMENT
અમેરિકન સરકારનું માનવું છે કે H-1B Visa પ્રોગ્રામનો ખોટો ઉપયોગ થઈ રહ્યો હતો, જેનાથી અમેરિકન કર્મચારીઓનો પગાર ઘટી રહ્યો હતો અને યુવાનોને નોકરી મળી રહી ન હતી. આ વધારાનો હેતુ અમેરિકન કંપનીઓને વિદેશી કર્મચારીઓને બદલે અમેરિકન કર્મચારીઓને પ્રાથમિકતા આપવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.