ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / ઇઝરાયલનો મોટો હૂમલો, ઈરાનના સુપ્રીમ લીડરને ચૂંટવા માટે ચાલી રહ્યું હતું મતદાન, ત્યારે છોડી મિસાઈલ
Last Updated: 08:48 PM, 3 March 2026
ADVERTISEMENT
Israel US Iran War : ચાર દિવસ પછી પણ અમેરિકા- ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની જંગ રોકાવાના કોઇ સંકેત જોવા મળતા નથી. હવે આ કરો યા મરોની સ્થિતિમાં પહોંચી ગયું છે. ટ્રમ્પે કહ્યું છે કે આ યુદ્ધ 4-5 અઠવાડિયા સુધી ચાલી શકે છે. ઇઝરાયલે કાઉન્સિલના 88 સભ્યો પર હુમલો કર્યો જ્યારે તેઓ આગામી ઈરાની સુપ્રીમ લીડરને ચૂંટવા માટે મતદાન કરી રહ્યા હતા, જેના પરિણામે અનેક લોકો માર્યા ગયા છે.
ADVERTISEMENT
ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાનની રાજધાની તેહરાન અને કોમ શહેરમાં હુમલા શરૂ કર્યા છે, જ્યાં નવા નેતાની ચૂંટણી થવાની હતી. ઈરાની ન્યૂઝ એજન્સીએ જણાવ્યુ છે કે ઇઝરાયલે તેહરાનની સંસદ ભવનના સમગ્ર પરિસર પર પણ હુમલો કર્યો હતો. હુમલામાં એસેમ્બલીના ઘણા સભ્યો માર્યા ગયા અથવા ઘાયલ થયા. ઈરાનના નવા સંરક્ષણ પ્રધાન માજિદ ઇબન અલ રજા પદ સંભાળ્યાના બે દિવસ પછી જ મૃત્યુ પામ્યા છે.
યુએસ પ્રમુખ ટ્રમ્પે ટ્રુથસોશિયલ પર એક પોસ્ટમાં ફરી એકવાર ઈરાનને ધમકી આપી છે. તેમણે કહ્યું, "તેમનું હવાઈ સંરક્ષણ, હવાઈ દળ, નૌકાદળ અને નેતૃત્વ ખતમ થઇ ગયુ છે. તેઓ વાત કરવા માંગે છે. મેં કહ્યું કે ખૂબ મોડું થઈ ગયું છે."
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ઈરાનમાં એકી સાથે 160 છોકરીઓને દફનાવાઈ, ઈઝરાયલી હુમલામાં થયા મોત, દુનિયામાં શોક
ADVERTISEMENT
ઈરાન બાકીના પ્રદેશ માટે ખતરો: ઇઝરાયલ
ઇઝરાયલના વિદેશ પ્રધાને વિદેશી રાજદૂતોને આપેલી બ્રીફિંગમાં કહ્યું, "ઇઝરાયલ વિનાશના ભય હેઠળ જીવવા માટે તૈયાર નથી. ગલ્ફ દેશો પર ઇરાનના હુમલાઓ આ ક્ષેત્રના તમામ દેશો માટે તેનો ભય દર્શાવે છે."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT