ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ઈરાનમાં એકી સાથે 160 છોકરીઓને દફનાવાઈ, ઈઝરાયલી હુમલામાં થયા મોત, દુનિયામાં શોક

મીનાબ / ઈરાનમાં એકી સાથે 160 છોકરીઓને દફનાવાઈ, ઈઝરાયલી હુમલામાં થયા મોત, દુનિયામાં શોક

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:49 PM, 3 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iran News: ઈરાની શહેર મીનાબમાં લાખો લોકોની ભીડે ઇઝરાયલી અને અમેરિકન હુમલામાં માર્યા ગયેલ 160 લાડલી પુત્રીઓને વિદાય આપી.

ADVERTISEMENT

Iran News: ઈરાનના શહેર મીનાબમાં મંગળવારે 160 છોકરીઓને દફનાવાઈ હતી. સફેદ કફનમાં લપેટાયેલી 160 દીકરીઓના મૃતદેહ અને કાળા પોશાક પહેરેલા તેમના રડતા માતા-પિતા જેઓ તેમને વિદાય આપવા આવ્યા હતા. 28 ફેબ્રુઆરીના ઇઝરાયલી હુમલામાં એક મિસાઇલ એક શાળા પર પડી જેના કારણે 160 નાની છોકરીઓ કાયમ માટે આ દુનિયાને છોડીને જતી રહી.

"તેઓ નાની છોકરીઓ હતી, જેમના નાના નાના સપનાઓ હતા. તેઓએ રંગીન પુસ્તકો મેઘધનુષ્યથી ભરતી હતી, મન પસંદ ગીતો ગાતી. પરંતુ આ હસતી-ખેલતી છોકરીઓને એક એવી નજર લાગી કે પલવારમાં બધુ તબાહ થઇ ગયું. ઇરાન પર છોડવામાં આવેલી એક ઇઝરાયલની મિસાઇલ સીધી સ્કુલ પર પડી અને બધુ તબાહ થઇ ગયુ.

મંગળવારે ઇઝરાયલી-અમેરિકન હવાઈ હુમલામાં માર્યા ગયેલા 160 દીકરીઓને ઈરાને વિદાય આપી. દૂતાવાસે ઇન્સ્ટાગ્રામ પર એક પછી એક ખોદવામાં આવેલી 160 કબરોનો ફોટો પોસ્ટ કર્યો.

ઑસ્ટ્રિયામાં ઈરાની દૂતાવાસે આગળ લખ્યું, "એ નાની છોકરીઓ, જેમણે સુતા પહેલા બસ એક વધુ કહાની સાંભળવી હતી. હવે કબ્રની ઠંડી, ઘુટન ભરી ખામોશીમાં સુઇ ગઇ છે. તેમનું હાસ્ય, જે ગલિયારોમાં ગુંજતું હોવું જોઈએ, તે ગાયબ થઈ ગયું છે."

vtv app promotion

આ પણ વાંચોઃ અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઈરાનના 787 નાગરિકોના મોત, 170 વિદ્યાર્થીઓના પણ મોત

ઈરાન હવે શોકમાં ડૂબી ગયું છે. મંગળવારે ઈરાની શહેર મીનાબમાં લાખો લોકોની ભીડે ઇઝરાયલી અને અમેરિકન હુમલામાં માર્યા ગયેલા 160 લાડલી પુત્રીઓને વિદાય આપી. તે ખૂબ જ દુઃખદ દ્રશ્ય હતું. માતાઓ રડી રહી હતી અને છાતી પીટતી હતી. પિતા બદલાની આગથી બળી રહ્યા હતા. જ્યારે ઈરાનના મીનાબ શહેર આ 160 દીકરીઓના જનાજામાં સામેલ થયેલા લોકો રોઇ રહ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Minab City Israeli Attack Iran News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ