બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ના હોય! દુનિયાના 140 કરોડ PC થઇ જશે ભંગાર? Windows 10ની અપડેટે ચોંકાવી દીધા
Last Updated: 11:57 AM, 1 October 2025
માઈક્રોસોફ્ટે જાહેર કર્યું છે કે 14 ઓક્ટોબર 2025 પછી Windows 10 માટે સપોર્ટ બંધ થઈ જશે.આ પછી 1.4 અબજથી વધુ કમ્પ્યુટરોને કોઈ સુરક્ષા અપડેટ કે ટેકનિકલ મદદ મળશે નહીં.તેના કારણે Windows 10 વાપરનારાઓને સાયબર હુમલાનો ખતરો વધશે, એટલે કે હવે Windows 11 પર અપગ્રેડ કરવું જરૂરી બનશે.
ADVERTISEMENT
વિન્ડોઝ ૧૦ જુલાઈ ૨૦૧૫માં લોન્ચ થયું હતું અને લગભગ એક દાયકા સુધી તે વિશ્વની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઓપરેટિંગ સિસ્ટમ રહી છે. જોકે, ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ પછી તેના માટે સપોર્ટ સંપૂર્ણપણે બંધ થઈ જશે. ત્યારબાદ યુઝર્સને સુરક્ષા પેચ અથવા ટેકનિકલ સપોર્ટ મળશે નહીં.
ADVERTISEMENT

ADVERTISEMENT
માઇક્રોસોફ્ટે કહ્યું છે કે Windows 10 ડિવાઈસ 14 ઓક્ટોબર 2025 પછી પણ ચાલશે, પરંતુ તેને સુરક્ષા અપડેટ્સ નહીં મળે.જેથી વાયરસ, મેલવેર અને હેકિંગના જોખમ સામે લડી નહીં શકે.ખાસ કરીને કંપનીઓ માટે આ મોટી મુશ્કેલી બની શકે છે.
Consumer Reportsનું કહેવું છે કે, જો Windows 10નો સપોર્ટ બંધ કરી દેવામાં આવ્યો, તો લાખો યુઝર્સ સાઇબર અટેક અને ઓનલાઇન ફ્રોડનો શિકાર બની શકે છે. ઓગસ્ટ 2025 સુધી દુનિયાના આશરે 46.2% યુઝર્સ હજુ પણ Windows 10નો ઉપયોગ કરી રહ્યાં હતા. તેમાંથી કેટલાય ડિવાઇસ હાર્ડવેરના કારણે Windows 11માં અપગ્રેડ જ થઈ શકતા નથી. એ જ કારણ છે કે, સંગઠને તેને યુઝર્સની સુરક્ષા સાથે રમત ગણાવી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ વૈશ્વિક મંદીનાં એંધાણ! કેમ ગૂગલ, માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓ સ્ટાફ પર ચલાવી રહી છે કાતર?, જાણો
ADVERTISEMENT
જે યુઝર્સ Windows 11 પર અપગ્રેડ નથી કરી શકતા, તેઓ માટે માઈક્રોસોફ્ટે ESU પ્લાન આપ્યો છે. આ પ્લાનથી યુઝર્સને વધારાની સુરક્ષા અપડેટ્સ મળશે.જે 15 ઓક્ટોબર 2025 થી 13 ઓક્ટોબર 2026 સુધી માન્ય રહેશે અને પ્રતિ ઉપકરણ $61નો ખર્ચ આવશે.
ADVERTISEMENT

Windows 10 વપરાશકર્તાઓ માટે માઈક્રોસોફ્ટે 365 અને ડિફેન્ડર સપોર્ટ ચાલુ રાખ્યો છે.માઈક્રોસોફ્ટ 365 એપ્સને ઓક્ટોબર 2028 સુધી સુરક્ષા અપડેટ્સ મળશે. જેને ઓગસ્ટ 2026 સુધી નવા ફીચર અપડેટ્સ પણ મળશે.માઈક્રોસોફ્ટ ડિફેન્ડર એન્ટિવાયરસને પણ ઓક્ટોબર 2028 સુધી સુરક્ષા અપડેટ્સ મળતા રહેશે.જેથી યુઝર્સને આંશિક સુરક્ષા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.