ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:47 PM, 15 February 2026
ADVERTISEMENT
ફાગણ વદ ચૌદસના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હોવાની માન્યતા છે, તેથી આ દિવસ શિવભક્તો માટે અત્યંત મહત્વનો છે. પંચાંગમાં તમે જોશો તો દરેક મહિને કૃષ્ણ પક્ષની ચૌદસ તિથિ પર શિવરાત્રી લખેલું મળે છે. દર મહિને શિવરાત્રી અને ફાલ્ગુન મહાશિવરાત્રીનું મહત્વ એ છે કે ભગવાન શિવની પૂજા અને ભક્તિ માટે ખાસ અવસર મળે છે અને આ દિવસે શિવની કૃપાથી નસીબ, સુખ અને સમૃદ્ધિ વધે છે.
ADVERTISEMENT
ચતુર્દશી તિથિ અને ભગવાન શિવનો સંબંધ ફક્ત ધર્મ સાથે જ નથી પરંતુ તેની ઊંડો આધ્યાત્મિક અર્થ પણ છે. દરેક મહિને કૃષ્ણ પક્ષની ચતુર્દશી પર શિવરાત્રી ઉજવાય છે અને ફાગણમાં આવતી મહાશિવરાત્રી ખાસ મહત્વની હોય છે. ચતુર્દશી એટલે ચંદ્રમાસની 14મી તિથિ જે અમાસ પહેલાં આવે છે. માન્યતા મુજબ માણસના શરીરમાં 14 પ્રકારના આંતરિક તત્વો હોય છે જેમ કે પાંચ ઈન્દ્રિ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, જેનું નિરાકરણ શિવની પૂજા દ્વારા થાય છે.

ADVERTISEMENT
કૃષ્ણ પક્ષમાં ચંદ્ર ધીરે-ધીરે ઓછી થવા લાગે છે જે મન શાંત થવાનું અને અહંકાર ઓછો થવાનું દર્શાવે છે. ચતુર્દશી સુધી મન લગભગ શાંત થઈ જાય છે. આ સમયે પોતાના અહંકારને દૂર કરીને ધ્યાન,ઉપવાસ અને સાવચેત રહેવું શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે આ સમય શિવની શક્તિ સાથે જોડાવાનો સૌથી સારો સમય છે.
ADVERTISEMENT
ભગવાન શિવને ચંદ્રશેખર કહેવામાં આવે છે કારણ કે તે મસ્તક પર ચંદ્રમા ધારણ કરે છે. ચંદ્રમા મનનો કારક માનવામાં આવે છે. કૃષ્ણ પક્ષમાં ચંદ્રમાનો ક્ષય મનની શાંતિ અને વૈરાગ્યનું પ્રતીક છે. ચૌદસની રાત્રે ચંદ્રમા અત્યંત ક્ષીણ અવસ્થામાં હોય છે એટલા માટે આ તિથી મન પર નિયંત્રણ અને સાધના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ જ કારણ છે કે દર મહિને કૃષ્ણ ચૌદસને'માસિક શિવરાત્રિ'કહેવામાં આવે છે. એટલે કે એવી રાતે જે શિવ તત્વમાં પ્રવેશની રાત છે.
ADVERTISEMENT
શિવ પુરાણની કથા પ્રમાણે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે શ્રેષ્ઠતા વિવાદને પુરો કરવા માટે અનંત જ્યોતિ સ્તંભના રૂપમાં શિવ પ્રકટ થયા. જે કૃષ્ણ પક્ષની ચતુર્દશીની રાતે થયું હતું. એટલા માટે આ તિથી શિવના જ્યોતિ સ્વરૂપ સાથે જોડાયેલી માનવામાં આવે છે. ભાગવત પુરાણ અને અન્ય પુરાણ પ્રમાણે સમુદ્ર મંથનમાંથી નીકળેલા કાલકુટ વિષને શિવે આ રાત્રિએ ગ્રહણ કર્યું હતું. વિષપાન બાદ દેવતાઓએ આખી રાત તેમનું જાદરણ કર્યું અને સ્તુતી કરી. આની સાથે જ શિવરાત્રિ જાગરણની પરંપરા જોડાયેલી હોવાનું માનવામાં આવે છે.
રાત માત્ર અંધકાર નહી પણ અંતર્મુખી હોવાનો સમય છે. દિવસ બહારની પ્રવૃત્તિઓનું પ્રતીક છે જ્યારે રાત ધ્યાન અને આત્મમંથનનું પ્રતીક છે. શિવને યોગી, ધ્યાનમગ્ન અને સમાધિસ્થ દેવ માનવામાં આવે છે. એટલા માટે તેમની ઉપાસના રાતે વિશેષ ફળદાયી માનવામાં આવે છે. દરેક મહિનાના કૃષ્ણ ચૌદસના રોજ મનાવવામાં આવનારુ વ્રત'માસિક શિવરાત્રિ'કહેવાય છે. જ્યારે ફાગણ માસની કૃષ્ણ ચૌદસને આવતી મહાશિવરાત્રિને સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે કારણ કે એ રાતે શિવને વિવાહ સાથે પણ જોડવામાં આવ્યા હતા. માસિક શિવરાત્રિ નિયમિત સાધના કરવાનો અવસર છે જ્યારે મહાશિવરાત્રિ વાર્ષિક મહાપર્વ છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ શિવજીને ચઢાવો એક લોટો જળ અને આ ખાસ ચીજ, ચમકી જશે કિસ્મત
ADVERTISEMENT
કૃષ્ણ પક્ષમાં ચાંદ ઓછા થતો જાય છે, જે મન શાંત થવાનું અને દુનિયાથી થોડું દૂર થવાનું સૂચવે છે. ચતુર્દશી એ એવો સમય છે જ્યારે મન અને અહંકાર લગભગ પૂરા શાંત થઈ જાય છે, જ્યારે અમાસે સંપૂર્ણ અંધકાર હોય છે. ચતુર્દશી આપણને યાદ અપાવે છે કે આપણે પોતાના અંદરના અંધકાર અને ખામીઓને ઓળખી ભગવાન શિવને સમર્પિત કરવી જોઈએ. શિવ માત્ર વિનાશના દેવ નથી, પરંતુ અંદરથી બદલાવ અને મુક્તિ આપનાર દેવ છે. તેથી આ રાત ફક્ત ઉપવાસ કે પૂજા માટે જ નથી, પરંતુ પોતાના મનને શુદ્ધ કરવા અને શિવ સાથે જોડાવાની ખાસ રાત છે.
(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT