ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / What to do if there is an inauspicious position of Venus in the horoscope
ADVERTISEMENT
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં હાજર દરેક ગ્રહનું પોતાનું આગવું મહત્વ હોય છે. નન ગ્રહો, 12 ભાવો અને 12 રાશિઓ મળીને જાતકની કુંડળીમાં વિવિધ યોગનું નિર્માણ કરે છે. કેટલાક યોગ એવા હોય છે જે વ્યક્તિને સફળતા પ્રદાન કરે છે જ્યારે કેટલાક યોગ વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ લાવે છે. આ તમામ યોદ ગ્રહોની સ્થિતિ પર નિર્ભર કરે છે. નવગ્રહોમાંનો એક ગ્રહ એટલે કે શુક્ર કે જેને સુખ સુવિધા પ્રદાન કરનાર ગ્રહ માનવામાં આવે છે. જો કુંડળીમાં શુક્ર શુભ સ્થાનમાં હોય તો તે વ્યક્તિ માટે ફાયદાકારક હોય છે, પરંતુ અશુભ સ્થિતિમાં હોવાને કારણે તેની ઘણી નકારાત્મક અસરો પણ થાય છે, જેના માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો સૂચવ્યા છે.
_5.jpg)
ADVERTISEMENT
1. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો
દર શુક્રવારે શિવલિંગ પર દૂધ અને જળ અર્પણ કરો, સાથે જ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108 વાર કરવો જોઈએ. મંત્રના જાપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો જોઈએ.
ADVERTISEMENT
2. દૂધ દાન કરો
કોઈપણ ગરીબ વ્યક્તિ, જરૂરિયાતમંદ અથવા કોઈપણ મંદિરમાં દૂધનું દાન કરો.
3. શૃંગારના સામાનનું દાન કરો
પંડિતજીના કહેવા પ્રમાણે શુક્રવારના દિવસે કોઈ પરિણીત સ્ત્રીને શૃંગારનો સામાન દાન કરો. બંગડીઓ, કુમકુમ, લાલ સાડી જેવી શૃંગારની વસ્તુઓ દાનમાં આપવી. જેથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.
ADVERTISEMENT
4. શુક્ર મંત્રનો જાપ કરો
શુક્રથી શુભ પરિણામ મેળવવા માટે શુક્ર મંત્રનો જાપ કરો. મંત્રોના જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઈએ.
શુક્ર મંત્ર-
द्रां द्रीं द्रौं स: शुक्राय नम:
ADVERTISEMENT
5. આ વસ્તુઓનું દાન
શુક્ર ગ્રહ માટે પણ આ વસ્તુઓનું દાન કરી શકાય છે. હીરા, ચાંદી, ચોખા, ખાંડની મીઠાઈ, સફેદ કાપડ, દહીં, સફેદ ચંદન વગેરે. આ વસ્તુઓનું દાન કરવાથી શુક્રના દોષો ઓછા થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો