બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / UPI વોલેટમાં રૂપિયા જમા છે, તો તમારા મર્યા બાદ કોણ કેવી રીતે તેનું ટ્રાન્ઝેક્શન કરી શકશે?
Last Updated: 04:31 PM, 10 January 2026
આજકાલ આપણે મોટાભાગની કમાણી અને રોકોણ ડિજિટલ થઇ ગયુ છે. જેમ કે UPI, ડિજિટલ વોલેટ, ઓનલાઇન મ્ય્ચુઅલ ફંડ, ડીમેટ એકાઉન્ટ, ક્રિપ્ટોકરન્સી વગેરે... પરંતુ જો અચાનક વ્યક્તિનું મૃત્યુ થાય તો આ ડિજિટલ એસેટ્સ સુધી પહોંચવુ બેંક એકાઉન્ટ કે પ્રોપર્ટી જેટલુ સરળ નથી.
ADVERTISEMENT
મોટાભાગે UPI બેંક એકાઉન્ટ સાથે જોડાયેલુ હોય છે. બેંક એકાઉન્ટમાં નોમિની હોય તો બેલેન્સ સરળતાથી મળી જાય છે, પરંતુ UPI એપ મોબાઇલ નંબર અને ફોન સાથે જોડાયેલુ હોય છે. પાસવર્ડ / OTP ખબર ના હોય તો લોગિંગ નહીં કરી શકે. તેવામાં પરિવાર માટે ટ્રાન્જેક્શન હિસ્ટ્રી બતાવુ કે બેલેન્સ ચેક કરવુ મુશ્કેલ બને છે.
ડિજિટલ વોલેટ (PhonePe, Amazon Pay, Mobikwik વગેરે) ની વાત કરીએ તો અમુકમાં નોમિનેશનની સુવિધા છે, તો અમુકમાં નથી. બેલેન્સ કાઢવા માટે ડેથ સર્ટિફિકેટ, એન્ડિમ્રિટી બોન્ડ, ઇમેલ કમ્યુનિકેશન જેવી લાંબી પ્રક્રિયા કરવી પડે છે. નાની રકમ હોવા પર પરિવારના લોકો તેને છોડી દે છે.
ADVERTISEMENT

ક્રિપ્ટો સૌથી જટિલ મામલો છે. ભારતમાં મોટાભાગે ક્રિપ્ટો એક્સચેન્જ પર સ્પષ્ટ ઇનહેરિટેન્સ રુલ્સ નથી. જો પ્રાઇવેટ કીઝ (Private Keys) કે લોગિન જાણકારી ખોવાઇ જાય, તો ક્રિપ્ટો અસેટ્સ પાછુ લેવુ સરળ નથી. અહીં કોઇ હેલ્પલાઇન નથી પણ જે એક્સચેન્જ લોંગિગ કે કીઝને રિકવર કરી શકે છે.
ADVERTISEMENT
જાગૃતતાના અભાવના કારણે પરિવાર મોટાભાગે ડિજિટલ અસેટ્સ ખોઇ બેસે છે તેવામાં ડિજિટલ અસેટને સુરક્ષિત રેકોર્ડ રાખે છે. જ્યાં સંભવ હોય તો નોમિનેશન જરુર કરો અને અપડેટ રાખો. ક્રિપ્ટો માટે કોઇ વિશ્વાસ પાત્ર માણસને એક્સેસ સમજાવો. ડિજિટલ પૈસા અસલી પૈસા છે, જે હંમેશા રહે છે. જો યોગ્ય રીતે પ્લાન કરવામાં આવે તો તેનાથી પરિવારને મદદ પણ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.