ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / West Bengal Elections 2021: RESULT OF BHAVANIPUR BYELECTIONS, MAMATA BANERJEE

પરિણામ / મમતા બેનર્જી CM રહેશે કે પછી આપવું પડશે રાજીનામું? આજે આવશે 'જનતાનો આદેશ'

Published By: Parth

Last Updated: 08:24 AM, 3 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે આજે જ ભવાનીપુર પેટાચૂંટણીનાં પરિણામો સામે આવી રહ્યા છે.

ADVERTISEMENT

  • પશ્ચિમ બંગાળની પેટાચૂંટણી પર આજે પરિણામ 
  • મમતા બેનર્જી સીએમ રહેશે કે પછી જશે? 
  • સવારે આઠ વાગે શરૂ થઈ મતગણતરી 

આજે આવશે ભવાનીપુર પેટાચૂંટણીનાં પરિણામ 
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદથી મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે, ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટીને તો બહુમત મળ્યું પરંતુ મમતા બેનર્જી પોતે નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. જે બાદ રાજ્યમાં પેટાચૂંટણી કરવામાં આવી છે ત્યારે આજે મમતા બેનર્જીનું કરિયર દાવ પર છે. આજે પેટાચૂંટણીનાં પરિણામોમાં જો મમતા બેનર્જી ચૂંટણી જીતી શકતા નથી તો બંધારણીય રૂપે તેમણે રાજીનામું આપવું પડશે. 

આજે મમતા બેનર્જીની ખુરશી પર આવશે ફેંસલો 
આજે બંગાળનીઆ ભવાનીપુર, મુરશીદાબાદ અને જંગીપૂર એમ ત્રણ બેઠકો પર પરિણામ જાહેર કરવામાં આવશે જેમા મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી મેદાનમાં હતા. સવારે આઠ વાગે જ મતગણતરી શરૂ કરી દેવામાં આવશે. 

ભવાનીપુર પર દેશ આખાની નજર 
ભવાનીપુર વિધાનસભા બેઠક પર ગુરુવારે પેટાચૂંટણીમાં માત્ર 57 ટકા જ વોટિંગ થયું હતું જ્યારે શમશેરગંજ અને જંગીપૂર સીટ પર ક્રમશ: 79.92 ટકા અને 77.63 ટકા મતદાન થયું હતું. ભવાનીપુર સીટ પરથી મમતા બેનર્જી સામે ભારતીય જનતા પાર્ટીની પ્રિયંકા ટીબ્રેવાલ જ્યારે લેફ્ટ પાર્ટીનાં શ્રીજીવ વિશ્વાસ મેદાનમાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bhawanipur West Bengal Byelection West Bengal Elections 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ