બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / UPSCએ બહાર પાડી ડ્રીમ જોબ, 1,23,100 સુધીનો પગાર, જાણો કયા પદ માટે કેટલી જગ્યા?
Last Updated: 03:24 PM, 16 September 2025
UPSC Job Vacancy 2025: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા મેડિકલ ઓફિસર, લેક્ચરર, એકાઉન્ટ્સ ઓફિસર અને અન્ય કેટલાય પદો માટે કુલ 213 વેકેન્સી બહાર પાડી છે. આ પદો સરકારના જુદા-જુદા વિભાગો જેમ કે કાનૂની સલાહકાર, વકીલ અને સહાયક નિયામક વગેરે જેવા વિભાગોમાં છે. આ માટેની ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી 2 ઓક્ટોબર 2025 છે. જાણી લો ભરતીની વિગતો.
ADVERTISEMENT
UPSCમાં કેટલા પદ પર વેકેન્સી છે?
UPSCએ કુલ 213 પદ માટે ભરતી બહાર પાડી છે, જેમાં જુદી-જુદી કેટેગરી જેમ કે કાનૂની, તબીબી, શૈક્ષણિક અને એડમિનિસ્ટ્રેટીવ સામેલ છે, જેની વિગતો આ પ્રમાણે છે -
ADVERTISEMENT
આમાં સૌથી વધારે 125 પદ મેડિકલ ઓફિસરના છે જે ડોક્ટરો માટે એક ઉત્તમ તક છે, જ્યારે લેક્ચરરના 15 પદ ઉર્દૂમાં છે જે ઉર્દૂ પ્રેમીઓ માટે ઉત્તમ છે અને બાકીની લીગલ પોસ્ટ વકીલો માટે યોગ્ય છે.
ADVERTISEMENT

શૈક્ષણિક લાયકાત
ADVERTISEMENT
હવે શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો દરેક પદ માટે અલગ અલગ લાયકાત જરૂરી છે. પોસ્ટ અનુસાર તેને ચેક કરી લો.
ADVERTISEMENT
સંપૂર્ણ વિગતો માટે, upsc.gov.in વેબસાઈટ પર જઈને નોટિફિકેશન PDF ડાઉનલોડ કરી લો. તેમાં દરેક પોસ્ટ માટે યોગ્યતા લખેલી છે. યાદ રાખો કે અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રેફરન્સ મળે છે પરંતુ જો લાયકાત મેળ ખાતી હોય તો ફ્રેશર્સ પણ અરજી કરી શકે છે. વાંચો આખું નોટિફિકેશન.

ADVERTISEMENT
વય મર્યાદા કેટલી હોવી જોઈએ?
આ UPSC ભરતીઓ માટે વય મર્યાદા 50 વર્ષ સુધીની છે, પરંતુ આ સામાન્ય કેટેગરી માટે છે. તે કેટેગરી અનુસાર બદલાય છે. મોટાભાગની પોસ્ટ્સ માટે, UR/EWS માટે મહત્તમ વય મર્યાદા 35 થી 40 વર્ષ રાખવામાં આવી છે.
આ પણ વાંચો: ધોરણ 12 પાસ માટે 69,000ના પગારવાળી સરકારી નોકરીની મોટી તક, ફટાફટ એપ્લાય કરી દો
સારી વાત એ છે કે સરકારી નિયમો અનુસાર, SC/ST/OBC/PwBD અને અન્ય અનામત કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છૂટ મળશે. જેમ SC/STને 5 વર્ષ એક્સ્ટ્રા, તેમ OBCને 3 વર્ષ એક્સ્ટ્રા મળશે, તેથી જો તમારી ઉંમર થોડી વધુ હોય, પરંતુ કેટેગરી મેળ ખાતી હોય, તો એપ્લાય કરવાની તક છે. ઉંમરની ગણતરી 2 ઓક્ટોબર 2025 મુજબ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.