ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Travel / પ્રવાસ / તમારા કામનું / માતા વૈષ્ણોદેવીના દર્શને જવાનું વિચારો છો? IRCTCનું આ છે બેસ્ટ અને સસ્તુ ટુર પેકેજ

તમારા કામનું / માતા વૈષ્ણોદેવીના દર્શને જવાનું વિચારો છો? IRCTCનું આ છે બેસ્ટ અને સસ્તુ ટુર પેકેજ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:42 PM, 17 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vaishnodevi Darshan: શિયાળોની ઋતુ ફરવા જવા માટે બેસ્ટ છે. આ સમયે મુસાફરીનો આનંદ અનેરો હોય છે.

ADVERTISEMENT

Vaishnodevi Darshan: તમે શિયાળાની ઋતુમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો અને ક્યાં જવું તેને લઇને કન્ફ્યૂજ છો, પરંતુ આ ઋતુમાં માતા વૈષ્ણો દેવીના દર્શન કરવાનું આયોજન કરી રહ્યા છો તો આ IRCTC ટૂર પેકેજ તમારા માટે સારુ રહેશે.

શિયાળોની ઋતુ ફરવા જવા માટે બેસ્ટ છે. આ સમયે મુસાફરીનો આનંદ અનેરો હોય છે. ઘણા લોકો પર્વતો અને તેમની પસંદગીના અન્ય સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરે છે. કેટલાક ટ્રેન અથવા બસ દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે. જો કે ઘણા લોકો પ્રવાસના ખર્ચ અને ક્યાં રોકાવું તે અંગે ચિંતા કરે છે, જેના કારણે ઘણીવાર તેમની યોજનાઓ મુલતવી રહે છે. આવી સ્થિતિમાં તમે IRCTC ટૂર પેકેજ પસંદ કરી શકો છો.

irctc-tour-3

તમે માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા જવા માંગો છો તો નવેમ્બર અથવા ડિસેમ્બર તમારા માટે સારો સમય રહેશે. તમે આઇઆરસીટીસી ટૂર પેકેજ પસંદ કરી શકો છો, જેમાં હોટેલ રહેવાની વ્યવસ્થા અને મુસાફરીનો સમાવેશ થાય છે.

માતા વૈષ્ણો દેવીના દર્શન

તમે માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા જવા ઇચ્છુક છો તો આ ટૂર પેકેજ તમારા માટે શ્રેષ્ઠ છે. તેનું નામ MATA VAISHNODEVI EX DELHI (WEEKDAY) (NDR01) છે. આ પેકેજમાં તમને ટ્રેન મુસાફરીનો મોકો મળશે. આ પેકેજ 3 રાત, 4 દિવસની મુસાફરીમાં તમને વૈષ્ણો દેવીના દર્શન અને આસપાસના વિસ્તારોમાં ફરવાની તક મળે છે. આ પેકેજ રવિવારથી ગુરુવાર સુધીનું છે. આ પેકેજમાં 3AC અથવા 2AC કોચમાં મુસાફરીમાં કરવાનો અવસર મળશે. જેમાં ટ્રેનમાં બે રાત અને કટરાની હોટલમાં એક રાત રોકાવાનો સમાવેશ થાય છે.

vtv app promotion

વૈષ્ણો દેવી ટ્રાવેલ પ્લાન

3AC માં ટ્રિપલ ઓક્યુપન્સી માટે પ્રતિ વ્યક્તિ ભાડું રૂપિયા 6990 છે, અને ડબલ ઓક્યુપન્સી માટે પ્રતિ વ્યક્તિ રૂપિયા 8100 છે. ટ્રેન દિલ્હીથી રાત્રે 8:40 વાગ્યે ઉપડે છે અને સવારે જમ્મુ પહોંચશે. ત્યાંથી તમે નોન-એસી કારમાં કટરા જશો. હોટેલમાં ચેક ઇન કર્યા પછી તમે નાસ્તો કરશો, પછી બાણગંગા માટે રવાના થશો. માતા વૈષ્ણો દેવીના દર્શન કર્યા પછી તમે મોડી રાત્રે હોટેલમાં પાછા ફરશો.

આ પણ વાંચોઃરાતે ઊંઘ નથી આવતી? તો કિડની રોગની નિશાની હોઈ શકે છે, તેને અવગણશો નહીં જાણો કારણ

બપોરે 12 વાગ્યે ચેકઆઉટ કરી લંચ પછી બપોરે 2 કલાકે જમ્મુ રેલ્વે સ્ટેશન માટે રવાના થશો. રસ્તામાં કંડ કંડોલી મંદિર, રઘુનાથ જી મંદિર અને બાગે બહુ ગાર્ડન સુધીના પ્રવાસનું પણ આયોજન કરવામાં આવશે. સાંજે 6:30 વાગ્યે જમ્મુ સ્ટેશન પર પહોંચ્યા પછી તમે રાત્રે 9:25 વાગ્યે દિલ્હી જતી ટ્રેન પકડવી પડશે. સવારે 5:55 વાગ્યે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર પહોંચવાનું આ પેકેજમાં શામેલ છે. તમે આ વિશે વધુ માહિતી IRCTC વેબસાઇટ પર મેળવી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vaishnodevi Darshan IRCTC Tour package

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ