ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / તમારા કામનું / iPhone 17 મોડેલમાં ગડબડ! એક પછી એક આવી રહી છે સમસ્યા, એપલે આપ્યો આ જવાબ
Last Updated: 09:46 PM, 25 September 2025
ADVERTISEMENT
Utility News : iPhone 17 Pro અને iPhone Air પર સ્ક્રેચની સમસ્યાની રાવ ઉઠી છે. જેને લઇને કંપનીએ જવાબ આપ્યો છે. આ વખતે એપલએ એલ્યુમિનિયમ યુનિબોડી ડિઝાઇન સાથે આઇફોન17 સીરીજ લોન્ચ કરી છે. ગયા વર્ષ સુધી, કંપની ટાઇટેનિયમ ફ્રેમવાળા પ્રો મોડેલ લોન્ચ કરતી હતી.
ADVERTISEMENT
દરેક વખતે આઇફોન સીરીજ લોન્ચ થયા પછી કેટલાક સમય સુધી ફોન ચર્ચામાં રહે છે. ક્યારેક નેગેટિવ તો ક્યારેક લોકોની પસંદગી પર પરંતુ આ વખતે આઇફોન17 સીરીજ નેગેટિવ અને પોઝિટિવ બંને બાબતે ચર્ચામાં આવ્યો છે.

ADVERTISEMENT
ઘણા યૂજર્સ દ્વારા સોશિયલ મીડિયા પર વિડિયો પોસ્ટ કર્યા જેમાં જોવા મળે છે કે iPhone 17 Pro અને iPhone Air પર સરળતાથી સ્ક્રેચ થઈ જાય છે. કેમેરા પ્લેટ ખાસ કરીને સ્ક્રેચ વધુ દેખાય છે. લોકો #Scratchgate હેશટેગ સાથે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આ વિશે પોસ્ટ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા અને રેડિટ પર યૂજર્સ પોતાના રિએક્શન અને સ્ક્રેચના અહેવાલો પછી એપલનું એક નિવેદન સામે આવ્યું છે. કંપનીએ બચાવ કરતા કહ્યુ કે આવું મેગસેફ સ્ટેન્ડને કારણે થઇ રહ્યું છે. કંપનીએ આ મેટેરિયલ ટ્રાંસફર તરીકે વર્ણવ્યું હતું. એપલે એમ પણ કહ્યું હતું કે તેને સાફ કરી શકાય છે.
ADVERTISEMENT

નોંધનીય છે કે એપલએ iPhone 17 Pro માં ટાઇટેનિયમને બદલે એલ્યુમિનિયમ આપ્યું છે. iPhone 15 Pro સાથે કંપનીએ ટાઇટેનિયમ ડિઝાઇન લોન્ચ કરી હતી, જે અત્યંત પ્રીમિયમ લાગે છે. જોકે એલ્યુમિનિયમ યુનિબોડી ડિઝાઇનને કારણે ફોન ઓછો ઓવરહિટીંગ થશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ઓફિસના ધક્કા ટળ્યા! ઘરે બેઠા બનાવો ઈ-પાસપોર્ટ, અરજી કરવાની નોટ કરી લો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
ADVERTISEMENT
iPhone 17 Pro Max એપલની નવી 17 સિરીઝનો સૌથી પ્રીમિયમ મોડેલ છે. તેમાં 6.9-ઇંચનું Super Retina XDR ડિસ્પ્લે છે, જે ProMotion ટેકનોલોજી સાથે 1Hz થી 120Hz સુધીનો ડાયનેમિક રિફ્રેશ રેટ આપે છે. ડિસ્પ્લે વધુ સ્પષ્ટ દેખાય તે માટે તેમાં 7-સ્તરનું એન્ટિ-રિફ્લેક્ટિવ કોટિંગ પણ આપવામાં આવ્યું છે.
કેમેરાની વાત કરીએ તો, iPhone 17 Pro Max માં 48MP ટ્રિપલ ફ્યુઝન કેમેરા સેટઅપ છે. તેમાં Tetra Prism ટેલિફોટો લેન્સ છે, જે 8x ઓપ્ટિકલ અને 40x હાઇબ્રિડ ઝૂમ સપોર્ટ કરે છે. પોટ્રેટ, મેક્રો અને ઝૂમ ફોટોગ્રાફી માટે આ સેટઅપ ખાસ બનાવાયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT