ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:13 PM, 1 October 2025
ADVERTISEMENT
બુધવાર સવારે દૂતાવાસે માહિતી આપી હતી કે સરકારની ફંડિંગ બંધ થવાને કારણે એકાઉન્ટ હવે રેગ્યુલર અપડેટ નહીં થાય.તેમણે જણાવ્યું કે જરૂરિયાત મુજબની સુરક્ષા અને સલામતી સંબંધિત માહિતી જ શેર કરવામાં આવશે.શટડાઉન પુરા થયા પછી જ X એકાઉન્ટ ફરીથી સામાન્ય રીતે અપડેટ થશે.
ADVERTISEMENT
દૂતાવાસે પોતાના X પોસ્ટમાં લખ્યું કે સરકારી ફંડિંગ બંધ થવાને કારણે આ એકાઉન્ટને બધી કામગીરી ફરી શરૂ ન થાય ત્યાં સુધી નિયમિત રીતે અપડેટ નહીં કરવામાં આવે, સિવાય કે કોઈ જરૂરી સુરક્ષા સંબંધિત માહિતી હોય.
પોસ્ટમાં આગળ જણાવાયું કે અમેરિકા અને વિદેશોમાં આવેલા અમેરિકન દૂતાવાસો અને કાઉન્સ્યુલેટ્સમાં પાસપોર્ટ અને વિઝા સર્વિસ હાલ પરિસ્થિતિ અનુસાર ચાલુ રહેશે.દૂતાવાસે વધુમાં કહ્યું કે પૂર્ણ કામગીરી ફરી શરૂ ન થાય ત્યાં સુધી એકાઉન્ટ અપડેટ નહીં થાય, ફક્ત જરૂરી સુરક્ષા માહિતી જ શેર કરવામાં આવશે.તેમણે લોકોને સલાહ આપી કે અમારી સેવાઓ અને કામગીરી વિશે વધુ માહિતી માટે travel.state.gov વેબસાઇટ પર મુલાકાત લો.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ અમેરિકામાં શટડાઉન લાગુ, સરકારી કામકાજ ઠપ, ટ્રમ્પના કાર્યકાળમાં અગાઉ પણ થઇ ચૂક્યું છે Shut Down
ADVERTISEMENT
અમેરિકામાં 1 ઓક્ટોબર 2025થી ફેડરલ ગવર્નમેન્ટનું શટડાઉન શરૂ થયું છે.આ એવું થયું કારણ કે કોંગ્રેસ ફંડિંગ બિલ પર સહમત ન થઈ શકી, જેના કારણે બજેટ ફાળવણીની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે.
ADVERTISEMENT
અમેરિકામાં શું થયું છે?
અમેરિકામાં 1 ઓક્ટોબર 2025થી ફેડરલ ગવર્નમેન્ટનું શટડાઉન શરૂ થયું છે. આ બનવા પાછળનું કારણ કોંગ્રેસ ફંડિંગ બિલ પર સહમત ન થઈ શકી, જેના કારણે બજેટ ફાળવણીની સમયમર્યાદા પૂરી થઈ ગઈ.
ADVERTISEMENT
રિપબ્લિકન અને ડેમોક્રેટ પાર્ટી વચ્ચે હેલ્થ, ઇમિગ્રેશન અને ઘરેલુ યોજનાઓ સંબંધિત બિલને લઈને મતભેદ છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પની બેઠકોથી પણ કોઈ ફરક પડ્યો નથી.જેના કારણે લાખો સરકારી કર્મચારીઓને પગાર વગર રજા પર મોકલવામાં આવ્યા છે, નેશનલ પાર્ક અને મ્યુઝિયમ બંધ થઈ શકે છે,અને એર ટ્રાવેલમાં મુશ્કેલી તથા ટેક્સ રિફંડ અટકી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT