ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / ટેક અને ઓટો / this scooter will not start without wearing helmet

ગજબ / લ્યો કરો વાત! હેલ્મેટ પહેર્યા વિના સ્ટાર્ટ પણ નહીં થાય આ સ્કૂટર, ચલાવવાનું તો ભૂલી જ જાઓ

Published By: Jaydeep Shah

Last Updated: 11:14 AM, 17 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BMW મોટરરાડએ હાલમાં જ ભારતીય બજારમાં એકદમ નવું અને શક્તિશાળી સ્કૂટર C 400 GT લૉન્ચ કર્યું છે. જાણો આ વિષે વિગતવાર

ADVERTISEMENT

  • BMW મોટરરાડએ સ્કૂટર C 400 GT લૉન્ચ કર્યું 
  • હેલમેટ પહેર્યા વગર સ્ટાર્ટ નહી થાય આ સ્કૂટર 
  • કાર જેટલી છે સ્કૂટરની કિંમત 

 

લક્ઝરી કાર બ્રાન્ડના ટુ-વ્હીલર સેક્શન BMW મોટરરાડએ હાલમાં જ ભારતીય બજારમાં એકદમ નવું અને શક્તિશાળી સ્કૂટર C 400 GT લૉન્ચ કર્યું છે. આ સ્કૂટર ન માત્ર દમદાર છે, પણ આ સારા લૂક સાથે પણ આવે છે. આ સ્કૂટરની સૌથી મોટી ખાસિયત એ છે કે હેલમેટ પહેર્યા વગર આ સ્કૂટર  સ્ટાર્ટ જ નથી થઇ શકતું. આ સ્કૂટર સાથે 350 સીસીનું એન્જીન આપવામાં આવ્યું છે, જે 34 બીએચપીની તાકાત અને 35 એનએમ પિક ટોર્ક બનાવે છે, જયારે આ સ્કૂટરની વધારેમાં વધારે સ્પીડ 139 કિમી/કલાક છે. સ્કૂટરની સીટ નીચે ડેકીને કંપનીએ ફ્લેક્સકેસ નામ આપ્યું છે અને તેમાં હેલમેટ આખું સમાઈ જાય છે. હેલમેટ રાખતા જ ફ્લેક્સ કેસ ખુલી જાય છે અને જ્યાર સુધી એ ખૂલું રહે છે, સ્કૂટર સ્ટાર્ટ થતું નથી. 

રોયલ એનફિલ્ડ જેટલું દમદાર 
BMWનું આ સ્કૂટર 350 સીસી એન્જીન સાથે આવે છે, જેથી આ રોયલ એનફિલ્ડની બાઈક્સ જેટલું જ દમદાર થઇ જાય છે. 

BMW એ ભારતમાં આ સ્કૂટરને સંપૂર્ણપણે બિલ્ટ યુનિટ તરીકે લોન્ચ કર્યું છે, જે તેને માર્કેટમાં ખૂબ મોંઘું બનાવે છે.

કાર જેટલી છે સ્કૂટરની કિંમત 
BMW પહેલાથી જ લક્ઝરી કાર માટે પોપ્યુલર છે, આવામાં આ સ્કૂટરની કિંમત પણ 10.40 લાખ્રુપીયા રાખવામાં આવી છે. 

કાર જેવા ફીચર્સ પણ 
BMW મોટરરાડએ આ દમદાર સ્કૂટરને કાર જેવા જ ફીચર્સ આપ્યા છે, જેમાં હેન્ડલની બંને તરફ ડેશબોર્ડ સામેલ છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

BMW Gujarati News India ગુજરાતી ન્યૂઝ OMG news

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ