ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:22 PM, 5 February 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
પંજાબમાં મુખ્યમંત્રી ચહેરા માટે કોંગ્રેસ હાઈકમાન દ્વારા કરાવવામાં આવી રહેલા સર્વેનું કામ પતી ગયું છે. સૂત્રો અનુસાર, સર્વેમાં હાજર સીએમ ચરણજીત ચન્નીનાં નામ પર જ મોહર લાગી છે. હવે રવિવારે લુધિયાણામાં રાહુલ ગાંધી આ બાબતની ઔપચારિક ઘોષણા કરશે.
આ પહેલા શનિવારે કોંગ્રેસે સીએમ ચન્નીનું એક પોસ્ટર પણ બહાર પાડ્યું હતું જેમાં ચર્ચિત ફિલ્મ પુષ્પાની સ્ટાઈલમાં લખવામાં આવ્યું છે કે ઇડીની રેડ મારો કે ખોટા આરોપ લગાવો.....ચન્ની ઝુકેગા નહિ. તે પંજાબનો સિંહ છે. આ ઉપરાંત સાડ્ડા ચન્ની-સાડ્ડા મુખ્યમંત્રીની થીમ પર ઘણી જગ્યાઓએ પ્રચાર સામગ્રી બનવાની શરુ થઇ ગઈ છે. ચન્નીનાં વિશેષ પોસ્ટર તૈયાર કરી 117 વર્તુળોમાં મોકલાઈ ગયા છે.
ADVERTISEMENT
સિદ્ધુના તેવર પણ ભારે
હાઈકમાનની દિશા નાપતાની સાથે જ પ્રદેશ પ્રધાન નવજોત સિંહ સિદ્ધુના તેવર પણ ભારે થઇ ચુક્યા છે. આ મુદ્દાને લઈને સિદ્ધુએ હવે સીધી રીતે હાઈક્માનને નીશનો બનાવ્યું છે. સિદ્ધુ આવનાર મુખ્યમંત્રીના રૂપે પ્રબળ દાવેદારી પેશ કરી રહ્યા છે. પાર્ટીની અંદર ઝડપી હલચલ તથા સિયાસી મુદ્દાઓમાં આ અનુમાનોએ રફતાર પકડી છે કે જો હાઈક્માને ચન્નીને આવનાર મુખ્યમંત્રી ઘોષિત કર્યા તો સંભવ છે કે સિદ્ધુ કોંગ્રેસને અલવિદા કહી દે. આવા જ સંકેત હાલમાં જ સિદ્ધુની પત્ની નવજોત કૌર સિદ્ધુએ પણ આપ્યા હતા કે તેઓ પતિ-પત્ની પોતાના જુના પ્રોફેશનમાં પાછા ફરી શકે છે.
સિદ્ધુએ ગુરુવારે આ કહીને હાઈકમાનના નિર્ણય પ્રતિ પોતાના તેવર સ્પષ્ટ કરી દીધા કે 'શીર્ષ પર બેઠે લોગ' એક કમઝોર મુખ્યમંત્રી ચાહતે હૈ, જો ઉનકે ઈશારે પર નાચતા રહે. સિદ્ધુએ શુક્રવારે અમૃતસરમાં પોતાના સમર્થકો વચ્ચે કહ્યું કે અગર નયા પંજાબ બનાના હૈ તો સીએમ કે હાથ મેં હૈ. આપકો ઇસ બાર સીએમ ચુનના હૈ. ઉપરવાલોકો એક કમઝોર સીએમ ચાહિયે, જો ઉનકી ધૂન પર નાચ સકે. ક્યાં આપકો એસા સીએમ ચાહિયે?
ADVERTISEMENT
શનિવારે સિદ્ધુએ ફરી કહ્યું કે 60 વિધાયક થશે તો સીએમ ચૂંટવામાં આવશે. કોઈ 60 વિધાયકોની વાત નથી કરી રહ્યું. કોઈપણ સરકાર ગઠનના રોડમેપ વિષે વાત નથી કરી રહી. મારું પંજાબ મોડલ બાળકો, યુવાઓ તથા રાજ્યના લોકોનું જીવન બદલી દેશે.
સંકળાયેલા મુદ્દાઓ