ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / વિચાર્યા વગર ભરી દેજો! 25 સપ્ટેમ્બરે ખુલશે આ IPO, ગ્રે માર્કેટમાં અત્યારે જ 51 રૂપિયાનો ફાયદો

બિઝનેસ / વિચાર્યા વગર ભરી દેજો! 25 સપ્ટેમ્બરે ખુલશે આ IPO, ગ્રે માર્કેટમાં અત્યારે જ 51 રૂપિયાનો ફાયદો

Published By: Nirav Kumar

Last Updated: 12:03 AM, 23 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 25 સપ્ટેબરના રોજ 116 કરોડ રૂપિયાના IPO ખુલવા જઈ રહ્યા છે. આ કંપની ભારતની સૌથી મોટી નોન-OEM કન્સ્ટ્રક્શન મશીનરી એક્સપોર્ટ કંપની છે.

ADVERTISEMENT

માર્કેટમાં નવા IPO આવવા જઈ રહ્યા છે. જિનકુશલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (JKIPL)એ 116 કરોડ રૂપિયાના તેના IPO ની જાહેરાત કરી છે. જે ભારતની સૌથી મોટી નોન-OEM કન્સ્ટ્રક્શન મશીનરી નિકાસકાર કંપની છે. તેની વેલ્યુ બેન્ડ 115 થી 121 રૂપિયા પ્રતિ શેર નક્કી કરાયા છે. જિનકુશલ ઇન્ડસ્ટ્રીઝનો IPO 25 સપ્ટેમ્બરના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 29 સપ્ટેમ્બરના રોજ બંધ થશે. આ કંપનીના શેર 51 રૂપિયાના પ્રીમિયમ પર ગ્રે માર્કેટમાં ઉપલબ્ધ છે.

  • શું છે ડિટૈલ?

જિનકુશલ ઇન્ડસ્ટ્રીઝના IPO માં 86.35 લાખ ઇક્વિટી શેરના નવા ઇશ્યૂ અને 9.59 લાખ ઇક્વિટી શેરનું ઓફર ફોર સેલ (OFS) સામેલ છે. જેમાં દરેકની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. આ કંપની લાંબા ગાળાની વધારાની મૂડી જરૂરિયાતો માટે ફ્રેશ ઇશ્યૂમાંથી 72.67 કરોડ રૂપિયાનો ઉપયોગ કરાશે જ્યારે બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરાશે. તેના બુક રનિંગ લીડ મેનેજર (BRLM) તરીકે GYR કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડને નિયુક્ત કરવામાં આવી છે.

વધુ વાંચો : દુનિયાએ જોયો અદાણીનો 'પાવર', બે દિવસમાં 170000 કરોડ રૂપિયાની કરી કમાણી

  • કંપનીનો વ્યવસાય

અનિલ કુમાર જૈન, અભિનવ જૈન, સંધ્યા જૈન, તિથિ જૈન દ્વારા પ્રમોટ કરાયેલ જિનકુશલ ઇન્ડસ્ટ્રીઝ નવી કસ્ટમાઇઝ્ડ અને રિફર્બિશ્ડ બાંધકામ મશીનરીના એક્સપોર્ટ વ્યવસાયમાં એક્સપર્ટ છે. DGFT દ્વારા થ્રી-સ્ટાર એક્સપોર્ટ હાઉસ તરીકે માન્યતા પ્રાપ્ત આ કંપની UAE, મેક્સિકો, નેધરલેન્ડ્સ, બેલ્જિયમ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને યુકે સહિત 30 થી વધુ દેશોમાં એક્સપોર્ટ કરે છે. તેના પોર્ટફોલિયોમાં હાઇડ્રોલિક એક્સકેવેટર્સ, મોટર ગ્રેડર્સ, બેકહો લોડર્સ, સોઇલ કોમ્પેક્ટર્સ, વ્હીલ લોડર્સ, બુલડોઝર, ક્રેન્સ અને ડામર પેવર્સનો સમાવેશ થાય છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPO Export Company Jinkushal Industry

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ