ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના ડિંડોલી આપઘાત કેસે વિશ્વનું ધ્યાન ખેંચ્યું, એલન મસ્કે પણ વ્યક્ત કરી ચિંતા

ગંભીર / સુરતના ડિંડોલી આપઘાત કેસે વિશ્વનું ધ્યાન ખેંચ્યું, એલન મસ્કે પણ વ્યક્ત કરી ચિંતા

Published By: Vishal Khamar

Last Updated: 05:17 PM, 9 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતનાં ડીંડોલીમાં બે વિદ્યાર્થીનીઓના આપઘાતની વિશ્વમાં ચર્ચા થઈ છે. એલન મસ્કે સુરતની ઘટનાની નોંધ લીધી છે. તેમજ રિટ્વિટ કરીને એલન મસ્કે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

ADVERTISEMENT

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં બનેલી બે વિદ્યાર્થિનીઓના આપઘાતની દુખદ ઘટના હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે. આ ઘટનાની નોંધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના માલિક એલન મસ્કે પણ લીધી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ડિંડોલીમાં રહેતી બે બહેનપણીઓએ સ્થાનિક મંદિરના બાથરૂમમાં જઈને આપઘાત કર્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે બંને વિદ્યાર્થિનીઓએ એનેસ્થેસિયાનું ઇન્જેક્શન લઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે.

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો

પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રાથમિક તપાસ મુજબ, આપઘાત પહેલાં બંને વિદ્યાર્થિનીઓએ ChatGPT પર આપઘાત કેવી રીતે કરવો તે અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે. તપાસ એજન્સીઓ આ દિશામાં વધુ તપાસ કરી રહી છે કે તેઓએ કઈ રીતે અને કઈ પ્રકારના પ્રશ્નો પૂછ્યા હતા.

ઘટનાને લઈ એલન મસ્કે ટ્વીટર પર ટ્વિટ કર્યું

આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. પ્લેટફોર્મ X પર ઘટનાથી સંબંધિત એક પોસ્ટને રિટ્વીટ કરતા એલન મસ્કે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને આ ઘટનાને અતિશય ગંભીર ગણાવી છે. તેમના રિએક્શન બાદ આ કેસને વૈશ્વિક સ્તરે પણ વધુ ધ્યાન મળ્યું છે.

આ પણ વાંચોઃ 17 જિલ્લામાં હિટવેવ, અમદાવાદ-રાજકોટમાં અંગ દઝાડતી ગરમી, શરુઆતમાં જ ઉનાળાએ દેખાડ્યો 'પરચો'

પોલીસ દ્વારા તપાસ શરૂ કરી

સ્થાનિક પોલીસ તથા પ્રશાસન હવે આ કેસમાં તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છે. સાથે સાથે માતા-પિતા માટે ચેતવણી રૂપ છે કે બાળકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળકો શું સર્ચ કરી રહ્યા છે તેની તપાસ કરવી જરૂરી બની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Student Suicide Surat Surat News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ