ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટના સમાચાર / વડોદરાના સમાચાર / 17 જિલ્લામાં હિટવેવ, અમદાવાદ-રાજકોટમાં અંગ દઝાડતી ગરમી, શરુઆતમાં જ ઉનાળાએ દેખાડ્યો 'પરચો'

ગુજરાત / 17 જિલ્લામાં હિટવેવ, અમદાવાદ-રાજકોટમાં અંગ દઝાડતી ગરમી, શરુઆતમાં જ ઉનાળાએ દેખાડ્યો 'પરચો'

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:22 PM, 9 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather : ગુજરાતમાં ઉનાળાના પ્રારંભમાં જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. બપોર થતાની સાથે જ આકરી ગરમીથી લોકો ત્રાહીમામ થઇ રહ્યા છે.

ADVERTISEMENT

Gujarat Weather : ગુજરાતમાં ઉનાળાના પ્રારંભમાં જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. બપોર થતાની સાથે જ આકરી ગરમીથી લોકો ત્રાહીમામ થઇ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાનમાં આગામી દિવસોમાં મોટો ઉલટફેર જોવા મળી શકે છે.

ગુજરાતમાં અમદાવાદ સહિત 17 જિલ્લામાં હિટવેવની સ્થિતી આગામી ત્રણ દિવસ જોવા મળી શકે છે. અમદાવાદ-રાજકોટમાં અંગ દઝાડતી ગરમી પડી શકે છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં આજે હિટવેવ જેવી સ્થિતિ રહેવાની શક્યતા છે.

heatwave-3

બપોરના સમયે પરસેવે રેબજેબ કરતી ગરમીને લઇ બને ત્યા સુધી બહાર નીકળવાનું ટાળવું તેમજ રસ્તા પર ટુ-વ્હીલર ચલાવતા લોકો ગરમ પવનો અને લૂના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ઉનાળાની શરૂઆતમાં આવી ગરમીને લઇ લોકો આગામી દિવસોમાં વધુ ગરમી પડશે તો કેવી રીતે ઉનાળો પસાર કરવો તેની ચિંતામાં લાગ્યા છે.

બે દિવસ 17 જિલ્લામાં એલર્ટ

હવામાન વિભાગ દ્વારા 9 માર્ચથી 15 માર્ચ સુધી ગરમીની આગાહી આપવામાં આવી છે. આજે રાજ્યના 17 જિલ્લા ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, ભરૂચ, સુરત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છમાં હિટવેવને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. 10-11 માર્ચે ભાવનગર, બોટાદ, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, રાજકોટ અને સુરતમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મહત્તમ તાપમાનમાં રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જોકે 12થી 14 માર્ચ દરમિયાન રાજ્યમાં સામાન્ય હવામાન રહેશે.

ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. આ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણ અંગે મહત્વપૂર્ણ અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવી શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર

અંબાલાલ પટેલના અનુમાન મુજબ 14થી 18 માર્ચ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે. જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળો છવાઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે 16 માર્ચથી એપ્રિલ મહિનાની શરૂઆત સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા પણ નકારી શકાય નહીં.

vtv app promotion

આ પણ વાંચોઃ ભાજપના નેતાની ભત્રીજી ફસાઇ લવ જેહાદમાં! મામલો પહોંચ્યો હર્ષ સંઘવી સુધી

હીટ સ્ટ્રોકથી બચવા શું કરવું?

હીટ સ્ટ્રોકથી જે લોકો પરેશાન છે તેઓ માટે જવનો લોટ અને ડુંગળી પીસીને પેસ્ટ બનાવો અને તેને શરીર પર લગાવો તેનાથી તેમને ઘણી રાહત થશે. તડકામાંથી બહાર આવ્યા પછી ડુંગળીનો થોડો રસ મધમાં ભેળવીને ચાટવાથી હીટ સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે.

ગરમીમાં બને ત્યા સુધી બહાર તડકામાં જવાનું ટાળવું તેમજ ખાલી પેટે બહાર જાઓ છો, ત્યારે તમે ઝડપથી થાકી જાઓ છો અને ઇલેક્ટ્રોલાઇટ્સ ગુમાવો છો, જે ડિહાઇડ્રેશનનું કારણ બને છે. ગરમી અને સનસ્ટ્રોકથી બચવા માટે તમે નારિયેળ પાણી પી શકો છો. ઉનાળામાં પાણીમાં લીંબુ અને મીઠું ભેળવીને દિવસમાં બે-ત્રણ વાર પીવું જોઈએ. આ હીટ સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Weather Gujarat Weather Rajkot Weather

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ