ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ભાજપના નેતાની ભત્રીજી ફસાઇ લવ જેહાદમાં! મામલો પહોંચ્યો હર્ષ સંઘવી સુધી

વડોદરા / ભાજપના નેતાની ભત્રીજી ફસાઇ લવ જેહાદમાં! મામલો પહોંચ્યો હર્ષ સંઘવી સુધી

Published By: Priyankka Triveddi

Last Updated: 12:41 PM, 9 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લવજેહાદ જેવી ઘટનાને રોકવા માટે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા પગલાં લેવાયા છે તે વચ્ચે વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ભાજપના એક નેતાની ભત્રીજી લવ જેહાદનો શિકાર બની હોવાનું સામે આવ્યું છે. શું છે આ સમગ્ર મામલો વાંચો વિગતે..,

ADVERTISEMENT

Vadodara Love Jihad Case: વડોદરામાં એક સંવેદનશીલ મામલો સામે આવ્યો છે. જેમાં ભાજપના એક સ્થાનિક નેતાની ભત્રીજી વિધર્મી યુવક સાથે પ્રેમ સંબંધમાં ફસાઈ ગઈ હોવાની ચર્ચા છે. યુવતી છેલ્લા બે દિવસથી ગુમ થતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. શોધખોળ દરમિયાન જાણવા મળ્યું કે યુવતીએ લગભગ છ મહિના પહેલા જ બિનહિંદુ યુવક સાથે લગ્ન કરી લીધા હતા. આ સમગ્ર મામલામાં હિંદુ સંગઠનો પણ સક્રિય બન્યા હતા અને અંતે યુવતીને તાંદલજા વિસ્તારમાંથી શોધી કાઢવામાં આવી હતી.

યુવતી બે દિવસથી ગુમ થતા પરિવાર ચિંતિત

માહિતી મુજબ વડોદરાના સમા વિસ્તારમાં રહેતા ભાજપના એક નેતાની ભત્રીજી છેલ્લા બે દિવસથી ઘેરથી ગુમ થઈ ગઈ હતી. યુવતી અચાનક ગાયબ થતાં પરિવારજનોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. પરિવારજનોએ અનેક સ્થળે શોધખોળ કર્યા બાદ અંતે સમા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. યુવતીનો કોઈ સંપર્ક ન થતાં પરિવારજનોએ આ મામલાને ગંભીર ગણાવ્યો હતો.

વિધર્મી એડવોકેટ સાથે પ્રેમ સંબંધ

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યુવતી એડવોકેટના વ્યવસાય સાથે જોડાયેલી હતી અને તે દરમિયાન તેની ઓળખાણ એક બિનહિંદુ એડવોકેટ યુવક સાથે થઈ હતી. ઓળખાણ પછી બંને વચ્ચે નજીકતા વધી અને પ્રેમ સંબંધમાં ફેરવાઈ હતી. પરિવારજનોને આ બાબતની જાણ નહોતી.

love-jihad

છ મહિના પહેલા જ કરી લીધા હતા લગ્ન

યુવતીની શોધખોળ દરમિયાન એક ચોંકાવનારી માહિતી સામે આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે યુવતીએ લગભગ છ મહિના પહેલા જ તે બિનહિંદુ યુવક સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. આ બાબત પરિવારજનો માટે આશ્ચર્યજનક હતી. કારણ કે તેમને આ અંગે કોઈ માહિતી નહોતી.

MARRIAGE

પરિવારજનોએ નાયબ મુખ્યમંત્રી સુધી કરી રજૂઆત

પરિવારજનોએ આ મામલે પોલીસ પાસે મદદ માગી હતી પરંતુ શરૂઆતમાં પૂરતી કાર્યવાહી ન થતાં તેમણે આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુધી પણ રજૂઆત કરી હતી. પરિવારજનોનો આક્ષેપ હતો કે યુવતીને શોધવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા નથી. આ મામલે હિંદુ સંગઠનો પણ સક્રિય બન્યા હતા. તેઓએ યુવતીની શોધખોળ શરૂ કરી અને અંતે વડોદરાના તાંદલજા વિસ્તારમાંથી યુવતીને શોધી કાઢવામાં આવી હતી. ત્યારબાદ યુવતીને પોલીસ સમક્ષ હાજર કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા કાઉન્સેલિંગ, પરિવારને સોંપાઈ યુવતી

પોલીસે યુવતીને સ્ટેશનમાં લઈ જઈ તેની કાઉન્સેલિંગ કરી હતી. પોલીસ દ્વારા યુવતી સાથે વાતચીત કરીને સમગ્ર મામલાની માહિતી મેળવી હતી. ત્યારબાદ યોગ્ય પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી યુવતીને પરિવારજનોને સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો: રાજ્યસભાની ચૂંટણી પહેલા ડે. CM હર્ષ સંઘવીના શિરે સોંપાઇ મોટી જવાબદારી, જાણો શું

vtv app promotion

આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ વડોદરામાં આ મુદ્દે ભારે ચર્ચા શરૂ થઈ છે. એક તરફ પરિવારજનોએ તેને ‘લવ જેહાદ’નો મામલો ગણાવ્યો છે તો બીજી તરફ પોલીસ સમગ્ર મામલે તટસ્થ રીતે તપાસ કરી રહી છે. હાલ પોલીસે કાઉન્સેલિંગ બાદ યુવતીને પરિવાર સાથે મોકલી દીધી છે અને આગળની કાર્યવાહી અંગે વિચારણા ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Interfaith Marriage Case Vadodara Love Jihad Case BJP Leader Niece

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ