ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs PAK: નો હેન્ડશેક વિવાદ વચ્ચે પાકિસ્તાની ખેલાડીએ વિરાટ કોહલીના કર્યા વખાણ, કહ્યું એક વસ્તુ તો સાફ છે કે...

સ્પોર્ટ્સ / IND vs PAK: નો હેન્ડશેક વિવાદ વચ્ચે પાકિસ્તાની ખેલાડીએ વિરાટ કોહલીના કર્યા વખાણ, કહ્યું એક વસ્તુ તો સાફ છે કે...

Published By: Nirav Kumar

Last Updated: 10:07 AM, 19 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપમાં નો-હેન્ડશેક વિવાદ બાદ એક તરફ પૂર્વ પાકિસ્તાની પ્લેયર્સ ભારતીય ખેલાડીઓની ટીકા કરી રહ્યા છે તેવામાં મોહમ્મદ આમીરનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે જેમાં તેને વિરાટ કોહલીના વખાણ કર્યા છે.

ADVERTISEMENT

એશિયા કપ 2025માં 14 સપ્ટેમ્બરે યોજાયેલી ભારત અને પાકિસ્તાનની મેચ બાદ ભારે વિવાદ થયો હતો. જેમાં ભારતીય ટીમ જીત બાદ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા વગર ડ્રેસિંગ રૂમમાં જતી રહી હતી. આ વિવાદ ખુબ ચગ્યો હતો. પાકિસ્તાને આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો અને UAE સામે રમવાનો પણ ઇનકાર કરી દીધો હતો. આ દરમિયાન બંને દેશોના પૂર્વ ખેલાડીઓએ પ્રતિક્રિયાઓ પણ આપી હતી. જેમાં પૂર્વ પાકિસ્તાની પ્લેયર્સ ભારતીય ખેલાડીઓની ટીકા કરી રહ્યા હતા એવામાં મોહમ્મદ આમીરની પ્રતિક્રિયા ખુબ વાયરલ થઇ રહી છે જેમાં તેને ટ્વિટ મારફતે વિરાટ કોહલીના વખાણ કર્યા છે.

મોહમ્મદ આમીરનું નો-હેન્ડશેક વિવાદ બાદનું ટ્વિટ

મોહમ્મદ આમીરે તેના X એકાઉન્ટ પર વિરાટ કોહલી સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં એક મેચ પહેલા આમીર વિરાટના બેટને જોતો દેખાઈ રહ્યો છે, ટ્વિટમાં તેને કોહલીની પ્રશંસા કરી હતી અને કોહલીને ભારતીય ક્રિકેટમાં એક સારો વ્યક્તિ ગણાવ્યો છે. પરંતુ સાથે તેને ઈશારા ઈશારામાં એમ પણ કહેવાનો પ્રયાસ કર્યો કે, ભારતીય પ્લેયર્સે મેચ બાદ જે કર્યું તે ખોટું હતું. આમીરે કોહલી સાથેના ફોટો સાથેના ટ્વિટમાં લખ્યું હતું કે, "એક વાત સ્પષ્ટ છે કે, વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ઇતિહાસનો બેસ્ટ પ્લેયર અને બેસ્ટ માણસ છે."

vtv app promotion

આ પણ વાંચો: Asia Cup 2025 Points Table: આજે ભારતની ઓમાન સામે મેચ, પાકને હરાવવા માટે પ્રેકિટસ, પોઈન્ટ ટેબલ પર કોનું રાજ?

ઉલ્લેખનીય છે કે, નો-હેન્ડશેક વિવાદ બાદ પાકિસ્તાન તરફથી એવી પણ વાત આવી હતી કે, તેઓ એશિયા કપ છોડીને જતા રહેશે પણ બાદમાં ICC એ સમાધાન કરાવ્યું હતું. હવે આ બંને ટીમ ક્વોલિફાઈ થઇ ગઈ હોવાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ એક મેચ યોજાવાની છે. બંને ટીમો 21 સપ્ટેમ્બર 2025 ના રોજ એકબીજા સામે ટકરાશે. ભારતીય ટીમે પ્રીવિયસ મેચમાં પાકિસ્તાનને કારમી હાર આપી હતી. જેમાં કુલદીપ યાદવે બોલિંગથી પ્રભાવિત કર્યા હતા, તો અભિષેક શર્માએ બેટથી સારી શરૂઆત આપી હતી. સૂર્યાએ પણ 47 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આગામી મેચમાં પણ ભારતીય ટીમ આવુ શાનદાર પ્રદર્શન કરે તેવી ફેન્સને અપેક્ષા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup 2025 IND vs PAK No Handshake Controversy

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ