બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Asia Cup 2025 Points Table: આજે ભારતની ઓમાન સામે મેચ, પાકને હરાવવા માટે પ્રેકિટસ, પોઈન્ટ ટેબલ પર કોનું રાજ?

સ્પોર્ટ્સ / Asia Cup 2025 Points Table: આજે ભારતની ઓમાન સામે મેચ, પાકને હરાવવા માટે પ્રેકિટસ, પોઈન્ટ ટેબલ પર કોનું રાજ?

Vidhata Gothi

Last Updated: 09:17 AM, 19 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2025 Points Table: એશિયા કપ 2025ના સુપર-4 માટે ચાર ટીમોએ ક્વોલિફાય કરી લીધું છે. જાણો શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે થયેલી મેચ પછી શું છે પોઇન્ટ્સ ટેબલની સ્થિતિ.

Asia Cup 2025 Points Table: હાલમાં યુએઈમાં એશિયા કપ 2025 (Asia Cup 2025) રમાઈ રહ્યો છે, જેમાં સુપર-4 માટે ચાર ટીમો ક્વોલિફાય થઈ ગઈ છે. ગ્રુપ-Aમાંથી ભારત અને પાકિસ્તાનની ટીમ પહેલાથી જ સુપર 4 માટે ક્વોલિફાય થઈ ગઈ હતી, ત્યારે હવે ગ્રુપ-Bમાંથી પણ શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમોએ સુપર-4માં જગ્યા બનાવી લીધી છે. આની સાથે જ સુપર-4માં પહોંચવાનું અફઘાનિસ્તાનનું સપનું તૂટી ગયું છે અને ટીમ પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ છે. ગ્રુપ-Bની છેલ્લી લીગ મેચમાં શ્રીલંકાએ અફઘાનિસ્તાનને 6 વિકેટથી હરાવી દીધું.

શ્રીલંકાએ તોડ્યું અફઘાનિસ્તાનનું સપનું

શ્રીલંકાએ ગ્રુપ-Bની છેલ્લી લીગ મેચમાં અફઘાનિસ્તાનને હરાવતા જ ટીમ એશિયા કપમાંથી (Asia Cup 2025) બહાર થઈ ગઈ. આની સાથે જ બાંગ્લાદેશને સુપર-4માં જગ્યા મળી ગઈ. જો અફઘાનિસ્તાનની ટીમ આ મેચમાં જીતી ગઈ હોત, તો બાંગ્લાદેશ પહેલા રાઉન્ડમાં બહાર થઈ ગયું હોત, પરંતુ શ્રીલંકાએ આવું ન થવા દીધું. આ ગ્રુપમાં શ્રીલંકા તેની ત્રણેય મેચ જીતીને પોઈન્ટ ટેબલ (Asia Cup 2025 Points Table) માં ટોપ પર રહી. જયારે બાંગ્લાદેશની ટીમ ત્રણમાંથી બે મેચ જીતીને 4 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહી. અફઘાનિસ્તાન આ ટુર્નામેન્ટમાં ફક્ત એક જ મેચ જીતી શક્યું અને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહ્યું. હોંગકોંગની ટીમ ત્રણેય મેચ હારીને ટેબલમાં સૌથી નીચે છે.

vtv app promotion

ભારત-પાકિસ્તાનની સુપર-4માં એન્ટ્રી

ગ્રુપ-Aથી ભારત અને પાકિસ્તાનની ટીમોએ પહેલા જ સુપર 4 માટે ક્વોલિફાય કરી લીધું છે. જોકે ભારત ગ્રુપ સ્ટેજની પોતાની છેલ્લી મેચ 19 સપ્ટેમ્બરે ઓમાન સામે રમશે, પરંતુ ભારત પહેલાની બંને મેચમાં પાકિસ્તાન અને યુએઈને હરાવીને પોઇન્ટ ટેબલમાં (Asia Cup 2025 Points Table) ટોપ પર રહ્યું છે અને સુપર-4માં પોતાની જગ્યા બનાવી લીધી છે. જયારે પાકિસ્તાને ઓમાન અને યુએઈને હરાવીને સુપર 4-માં જગ્યા બનાવી લીધી. જયારે એક મેચ જીતીને યુએઈ પોઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે, ઓમાન હજુ સુધી એક પણ મેચ જીતી શક્યું નથી.

આ પણ વાંચો: પાકિસ્તાનની ટીમે તોડ્યા અનેક નિયમો, ICC કાર્યવાહી માટે તૈયારીમાં

સુપર-4માં પહેલી મેચ

ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ એશિયા કપ 2025 (Asia Cup 2025) ના સુપર-4 રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ ગયા છે. ત્યારે સુપર-4ની પહેલી મેચ 20 સપ્ટેમ્બરે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. ત્યારે એશિયા કપમાં ફરી એક વાર ભારત-પાકિસ્તાન વચ્ચે હાઇ-વોલ્ટેજ મુકાબલો જોવા મળશે. ભારત અને પાકિસ્તાનની ટીમો 21 સપ્ટેમ્બરે આમને-સામને આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup 2025 Points Table Sports News Cricket
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ