બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / પાકિસ્તાનની ટીમે તોડ્યા અનેક નિયમો, ICC કાર્યવાહી માટે તૈયારીમાં

કડક પગલાં / પાકિસ્તાનની ટીમે તોડ્યા અનેક નિયમો, ICC કાર્યવાહી માટે તૈયારીમાં

Priyankka Triveddi

Last Updated: 07:11 AM, 19 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવાનું વિચારી રહી છે. PCB એ Asia Cup 2025 દરમિયાન ઘણા નિયમો તોડયા છે અને જેના કારણે હવે ICC કડક પગલાં લેવાની તૈયારી કરી રહી છે.

Asia Cup 2025: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પર એશિયા કપ દરમિયાન નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યા છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) તેમની સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. એક મીડિયા અહેવાલ મુજબ પાકિસ્તાને પ્રતિબંધિત વિસ્તારોમાં વીડિયો રેકોર્ડિંગ અને સંવેદનશીલ વાતોને જાહેર કરીને આચાર સંહિતાનો ભંગ કર્યો છે. આ અંગે ICCના CEO સંજોગ ગુપ્તાએ પીસીબીને ઈમેલ મોકલીને આ ઉલ્લંઘનોની વિગતવાર જાણકારી આપી છે.

રેફરી મામલે પાકિસ્તાનનો દાવો ખોટો

આ ઘટના પાકિસ્તાન અને UAE વચ્ચે રમાયેલી મેચ પહેલા બની હતી. પાકિસ્તાન ટીમે એક વીડિયો બહાર પાડ્યો હતો જેમાં તેમના પ્લેયર્સ મેચ રેફરી એન્ડી પાઈક્રોફ્ટ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં પાકિસ્તાન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે પાઈક્રોફ્ટે રવિવારે થયેલા હેન્ડશેક વિવાદમાં ગેરસમજ માટે માફી માગી હતી. જોકે ICCના સૂત્રોનું કહેવું છે કે પાઈક્રોફ્ટે માત્ર ગેરસમજ પર ખેદ વ્યક્ત કર્યો હતો. કોઈ ઔપચારિક માફી માગી નહોતી.

ICC સૂત્રોનું કહેવું છે કે પ્રતિબંધિત વિસ્તારોમાં વીડિયો રેકોર્ડીંગ કરવું કે સંવેદનશીલ વાતચીતોને જાહેર કરવી એ આચારસંહિતાના ગંભીર ઉલ્લંઘન છે.ICCના સૂત્રોના જણાવ્યા મુજબ વારંવાર ચેતવણી આપવા છતાં પાકિસ્તાને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાનના મીડિયા મેનેજર નઈમ ગિલાની ટીમ મીટિંગમાં આવ્યા હતા અને તેમને એન્ટ્રી કરવા ન દીધી હતી કારણ કે તેઓ PMOA (Players and Match Officials Area)માં મોબાઈલ ફોન લઈને પ્રવેશવા માંગતા હતા. જ્યાં સખત નિયમો લાગુ પડે છે.

PCBએ વીડિયો રેકોર્ડીંગ કરી નિયમ તોડ્યો

મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના બાદ પીસીબીએ ધમકી આપી હતી કે તેમના મીડિયા મેનેજરને પ્રવેશ નહીં મળે તો ટીમ મેચમાંથી હટી જશે. ત્યારબાદ આઈસીસીએ એન્ટ્રી માટે અને ઓડિયો વિનાનો વીડિયો રેકોર્ડિંગ કરવાની મંજૂરી આપી હતી. આ PMOA નિયમોનું ગંભીર ઉલ્લંઘન હતું. પાકિસ્તાને પછીથી આ મીટિંગનો વીડિયો બહાર પાડ્યો હતો જે ICCના નિયમોની વિરુદ્ધ છે.

PCBના બીજા મીડિયા મેનેજર વસીમને પણ PMOAમાં જવા ન દેવાયા હતા. જ્યાં શૂટિંગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. આઈસીસી આ સમગ્ર ઘટનાને ગંભીર ઉલ્લંઘન માની રહ્યું છે અને તેને ગંભીર ઉલ્લંઘન માની કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. આ ઘટના ક્રિકેટ જગતમાં મોટો વિવાદ ઊભો કરી શકે છે. આઈસીસીની કાર્યવાહીથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર આર્થિક દંડ કે અન્ય પ્રતિબંધો લાગુ થઈ શકે છે.

પીસીબીના આક્ષેપો આઇસીસીએ નકાર્યા

14 સપ્ટેમ્બરના રોજ રમાયેલી ભારત પાકિસ્તાનની મેચ પૂરી થયા પછી ઇંડિયન પ્લેયર્સે પાકિસ્તાની પ્લેયર્સ સાથે હેન્ડશેક કર્યા નહોતા જેની PCB એ સત્તાવાર રીતે ICC અને મેરિલેબોન ક્રિકેટ ક્લબને ફરિયાદ કરી હતી. આ ઉપરાંત પાકિસ્તાને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને તાત્કાલિક હટાવવાની પણ માંગ કરી હતી કારણ કે પીસીબીના મતે મેચ રેફરીએ જ ભારતીય ખેલાડીઓને આમ કરવા માટે સલાહ આપી હતી.

વધુ વાંચો: ઋષભ પંતની ટીમને મોટો ઝટકો, IPL પહેલા દિગ્ગજ ખેલાડીએ છોડ્યો ટીમનો સાથ

Vtv App Promotion 2

જો કે આઈસીસી કે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) તરફથી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. જોકે મીડિયા રિપોર્ટ્સ અનુસાર આઈસીસીએ પીસીબીની માંગને નામંજૂર કરતા પાયક્રોફ્ટને હટાવવાનો ઇનકાર કર્યો છે. બીજી તરફ, BCCIનું કહેવું છે કે મેચ બાદ ખેલાડીઓએ હાથ મિલાવવો એ કોઈ નિયમ પ્રમાણે ફરજિયાત નથી, પરંતુ માત્ર એક પરંપરા છે. તેથી આ અંગે કોઈ દંડ અથવા સત્તાવાર કાર્યવાહી થવાની શક્યતા નથી. નોંધનીય છે કે, આ મેચમાં ભારતે પાકિસ્તાનને ભારે પરાજય આપ્યો હતો, જેનાથી પીસીબીના આક્ષેપો વધુ વિવાદાસ્પદ બની રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ICC Asia Cup 2025 PCB
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ