ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Asia Cup Final: ભારતની જીત માટે હવન પૂજન, ચાહકો દ્વારા ઠેર -ઠેર પ્રાર્થના શરુ

ક્રિકેટ / Asia Cup Final: ભારતની જીત માટે હવન પૂજન, ચાહકો દ્વારા ઠેર -ઠેર પ્રાર્થના શરુ

Published By: Vidhata Gothi

Last Updated: 02:15 PM, 28 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2025 IND vs PAK Final: એશિયા કપ 2025ની ફાઈનલ મેચ આજે ભારત-પાકિસ્તાન વચ્ચે રમશે. આ મેચને લઈને દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાહકો ભારતીય ટીમની જીત માટે પ્રાર્થના અને પૂજા-હવન કરી રહ્યા છે.

ADVERTISEMENT

IND vs PAK Final: આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025ની ફાઈનલ મેચ રમવાની છે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રાતે 8 વાગે શરૂ થશે. ત્યારે આ મેચને લઈને દેશભરમાં ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સુક છે. ત્યારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પણ ક્રિકેટ ચાહકો ભારે ઉત્સાહ અનુભવી રહ્યા છે. પ્રયાગરાજમાં, ભારતીય ટીમની જીત માટે પ્રાર્થનાનો સિલસિલો ચાલુ છે. મંદિરોમાં ખાસ હવન અને પૂજા કરવામાં આવી રહી છે, જ્યાં ક્રિકેટ ચાહકો હાથમાં ભારતીય ખેલાડીઓની તસવીરો પકડીને જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે.

પ્રયાગરાજ ઉપરાંત, દેશભરના ક્રિકેટ ચાહકો આ ટાઇટલ મેચને લઈને ઉત્સાહિત છે. લોકો મોટી LED સ્ક્રીન અને ટીવી સેટઅપ પર મેચ જોવાની તૈયારી કરી રહ્યા છે. ફાઇનલ મેચ અંગેનો ઉત્સાહ સોશિયલ મીડિયા પર પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

વારાણસીમાં પણ ભારે ઉત્સાહ

વારાણસીથી પણ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઉમાશંકર મંદિરમાં ચાહકો ઢોલ અને ભારતીય ધ્વજ પકડીને હવન કરી રહ્યા છે. લોકો ઓપરેશન સિંદૂર-2 ના પોસ્ટરો પકડીને બેઠા છે. લોકોનું કહેવું છે કે આ મેચને સ્પોર્ટ્સ ઇવેન્ટ તરીકે ઓછી અને પ્રતિષ્ઠાના રૂપમાં વધુ જોવામાં આવી રહી છે. તેથી, તેઓ ભારતની જીત સુનિશ્ચિત કરવા માટે હવન કરી રહ્યા છે.

vtv app promotion

કટરામાં લાગ્યા ભારત જીતશેના નારા

કટરામાં પણ લોકો "ભારત જીતશે" ના નારા લગાવતા દેખાયા. લોકોએ "જયકારા શેરાવલી મા" ના નારા પણ લગાવ્યા.

આ પણ વાંચો: ભારત- પાકિસ્તાન વચ્ચે રમાયેલી અગાઉની ફાઇનલના પરિણામ શું હતા? આંકડો ચિંતાજનક

જમ્મુમાં પણ ભારતીય ટીમ માટે કરી પ્રાર્થના

જમ્મુના કાલી મંદિરમાં ચાહકો ભારતની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે. લોકો હાથમાં દીવા પકડીને ભગવાનને ભારતની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup 2025 Team India IND vs PAK Final

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ