બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ભારત- પાકિસ્તાન વચ્ચે રમાયેલી અગાઉની ફાઇનલના પરિણામ શું હતા? આંકડો ચિંતાજનક

એશિયા કપ 2025 / ભારત- પાકિસ્તાન વચ્ચે રમાયેલી અગાઉની ફાઇનલના પરિણામ શું હતા? આંકડો ચિંતાજનક

Vidhata Gothi

Last Updated: 02:01 PM, 28 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2025 Final IND vs PAK: એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં આમને-સામને હશે. પાકિસ્તાન સામે ટાઇટલ મેચોમાં ભારતનો રેકોર્ડ એટલો શાનદાર નથી રહ્યો. ગઈ ફાઇનલમાં પણ ભારત પાકિસ્તાન સામે હારી ગયું હતું.

IND vs PAK: આજે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં એશિયા કપ 2025ની ફાઈનમાં ભારત અને પાકિસ્તાનની ટીમ ખિતાબ જીતવા માટે મેદાન પર ઉતરશે. ભૂતકાળમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાતી મેચો ઘણીવાર ઉગ્ર બની જતી હતી, પરંતુ તાજેતરના વર્ષોમાં, ભારતીય ટીમનો દબદબો રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાન સામેની છેલ્લી સાત મેચો ભારતે જીતી છે. છતાં ફાઇનલમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે પાકિસ્તાનને હળવામાં ન લેવું જોઈએ.

Asia-Cup-Team-India-Squad

પાકિસ્તાનની સૌથી મોટી તાકાત તેની અનિશ્ચિતતા છે. કોઈપણ દિવસે, કોઈપણ મેચમાં, તે રમતને પલટી શકે છે. ઇતિહાસ એ વાતનું સાક્ષી રહ્યું છે કે મોટા મંચ પર પાકિસ્તાની ટીમ ઘણીવાર સારું પ્રદર્શન કરે છે અને ઘણીવાર ટીમ ઇન્ડિયા માટે સમસ્યાઓ ઉભી કરી ચુકી છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2017 તેનું જ ઉદાહરણ છે. ભારતે ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનને 124 રનથી હરાવ્યું હતું. જોકે, જ્યારે ફાઇનલમાં પહોંચ્યું ત્યારે પાકિસ્તાને શાનદાર પ્રદર્શન કર્યું. 18 જૂન 2017ના રોજ લંડનના ઓવલ ખાતે રમાયેલી ફાઇનલમાં, પાકિસ્તાને ભારતને 180 રનથી હરાવ્યું હતું.

IND vs PAK: ફખર જમાંએ ફટકારી હતી સદી

તે મેચમાં, ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ફખર જમાંએ 114 રન કર્યા હતા. તેની આ સદીની મદદથી 4 વિકેટે 338 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પાકિસ્તાની ટીમ માટે અઝહર અલીએ 59 રન અને મોહમ્મદ હફીઝે 57 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં, ભારતની શરૂઆત ખરાબ રહી હતી. મોહમ્મદ આમિરે વિરાટ કોહલી, રોહિત શર્મા અને શિખર ધવનની શરૂઆતની ત્રણ વિકેટ લીધી. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ છ છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે ઝડપી 76 રન બનાવીને આશાઓ જગાવી, પરંતુ તેના રનઆઉટથી ભારતીય ટીમની રમત બગડી ગઈ. ભારતીય ટીમ 30.3 ઓવરમાં 158 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. મોહમ્મદ આમિર ઉપરાંત, હસન અલીએ પણ ત્રણ વિકેટ લીધી. ફખર જમાંને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

vtv app promotion

IND vs PAK: ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતનો રેકોર્ડ

મલ્ટીનેશનલ ટુર્નામેન્ટમાં (પાંચ કે તેથી વધુ ટીમો)માં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં પાંચ ફાઇનલ થઈ છે. આ દરમિયાન, પાકિસ્તાને ત્રણ મેચ જીતી, જ્યારે ભારતે બે મેચ જીતી. ભારત હવે સ્કોર 3-3 કરવાનો ટાર્ગેટ રાખશે. જો ભારત એશિયા કપ જીતશે, તો પાકિસ્તાન સામે છેલ્લી 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ હારવાનું દુઃખ ઓછું થશે.

આ પણ વાંચો: ભારતે ચેમ્પિયન બનવું હોય તો કરવા પડશે 5 કામ, નહીંતર હાથમાંથી જતી રહેશે ટ્રોફી

જોકે, ભારતીય ટીમે પાકિસ્તાન સામે સાવધ રહેવું પડશે. ટીમ ઇન્ડિયાએ ઘણીવાર દબાણ હેઠળ ભૂલો કરી છે. ફાઇનલ જેવી મેચમાં, શરૂઆતની વિકેટ બચાવવી ખૂબ જ જરૂરી છે. પાકિસ્તાન સામે જીતવા માટે, ભારતે દરેક વિભાગમાં સંતુલિત અને આક્રમક રમત બતાવવી પડશે. ખાસ કરીને, ટોચના ક્રમના બેટ્સમેનોએ ફરી એકવાર જવાબદારી નિભાવવી પડશે.

ઇતિહાસ બતાવે છે કે પાકિસ્તાની ટીમ ફાઇનલમાં ખૂંખાર બની જાય છે. સાહિબજાદા ફરહાન, ફખર જમાં અને સૈમ અયુબ જેવા બેટ્સમેન ફાઇનલમાં પોતાનું બેસ્ટ આપવાનો પ્રયાસ કરશે. જયારે શાહીન શાહ આફ્રિદી અને હારિસ રઉફ જેવા ફાસ્ટ બોલરો શરૂઆતના ઝટકાથી ભારત જેવી ટીમને પણ દબાણમાં લાવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IND vs PAK Asia Cup 2025 Final Team India
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ