ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારતે ચેમ્પિયન બનવું હોય તો કરવા પડશે 5 કામ, નહીંતર હાથમાંથી જતી રહેશે ટ્રોફી
Last Updated: 08:13 AM, 28 September 2025
ADVERTISEMENT
Asia Cup 2025 Final: માત્ર થોડા જ કલાકોમાં એશિયા કપ 2025ની ફાઇનલ મેચ રમાશે. એશિયા કપના ઈતિહાસમાં પહેલી વાર ભારત અને પાકિસ્તાનની ટીમો ફાઈનલમાં એકબીજા સાથે ટકરાશે. ક્રિકેટ ચાહકોની નજરો દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં થનારી આ હાઈવોલ્ટેજ ફાઇનલ મેચ પર રહેશે. આ ટુર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાનને બે વાર હરાવ્યું છે, છતાં ફાઇનલ મેચમાં અલગ દબાણ જોવા મળશે. જો ભારતીય ટીમે ટ્રોફી જીતવી હશે તો પાંચ મહત્ત્વની બાબતો પર ધ્યાન આપવું પડશે.
ADVERTISEMENT
Unbeaten run in the #AsiaCup2025 continues 🙌
— BCCI (@BCCI) September 26, 2025
On to the #Final 💪 🔜
Scorecard ▶️ https://t.co/FSv1q3IqCa#TeamIndia | #Super4 | #INDvSL pic.twitter.com/cNacwS1jJh
ADVERTISEMENT
પાકિસ્તાન પાસે શાહીન શાહ આફ્રિદી અને હારિસ રઉફ જેવા ઘાતક પેસર છે. બંને નવા બોલથી બેત્રોને શરૂઆતમાં પરેશાન કરે છે. ભારતના ટોપ ઓર્ડર અભિષેક શર્મા અને શુભમન ગિલે ધીરજથી રમવું પડશે. જો ભારતની શરૂઆતની વિકેટો બચી ગઈ તો પાકિસ્તાની બોલિંગ પર દબાણ આપમેળે જ વધી જશે.
ADVERTISEMENT
ભારતની જીતમાં ઓપનરની ભૂમિકા મહત્ત્વની રહી છે, પરંતુ જો તે જલ્દી જ આઉટ થઈ જાય છે, તો મિડલ ઓર્ડરે જવાબદારી ઉઠાવવી પડશે. કેપ્ટન સુર્યકુમાર યાદવ પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા છે, જયારે સંજુ સેમસન અને શિવમ દુબેએ પણ તકનો ફાયદો ઉઠાવવો પડશે, જેથી સ્કોર વધી શકે.

ADVERTISEMENT
દુબઈની પીચ ધીમી અને સ્પિનરો માટે અનુકુળ માનવામાં આવે છે. ભારત પાસે કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલ જેવા ઓપ્શન છે. ખાસ કરીને કુલદીપ, જે પહેલા જ ટુર્નામેન્ટમાં ઘણી વિકેટો લઈ ચુક્યા છે, મિડલ ઓવર્સમાં સામે વાળી ટીમ પર દબાણ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
દુબઈમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઘણીવાર કેપ્ટન ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરે છે, પરંતુ તાજેતરની મેચોમાં, પહેલા બેટિંગ કરતી ટીમ પણ સફળ રહી છે. એવામાં સૂર્યાએ પિચની સ્થિતિના આધારે યોગ્ય નિર્ણય લેવો પડશે અને બેટિંગ કરવાની તક મળે, તો મજબૂત સ્કોર બનાવવો જરૂરી રહેશે.
આ પણ વાંચો: એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ફાઈનલ જંગ, કોનું પલડું ભારે? જુઓ હેડ ટુ હેડ રેકોર્ડ
ભારત-પાકિસ્તાન મેચ માત્ર એક રમત નથી, પરંતુ લાગણી છે. એવામાં ધીરાજ રાખવી ખેલાડીઓ માટે મહત્ત્વપૂર્ણ રહેશે. નાની ભૂલો અને વધુ પડતો આત્મવિશ્વાસ ટીમ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સાથે મળીને રમવું અને છેલ્લા બોલ સુધી ફોકસ બનાવી રાખવું જ જીતની ગેરંટી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT